________________
આ
15
આ મહાપુરુષ મહાન સાઘક હતા. એમના એક અતિ નિકટ ના પરિચિત ભક્ત શ્રાવકના શબ્દોમાં કહું તો ગુરૂદેવશ્રીને પ્રાય કોઈ સૂતેલા જ જોતા ન' તા. અરે ખુદ એમના શિષ્યો પણ... કારણ રાત્રે ૧૨ – ૧ વાગ્યા સુધી તો પ્રાયઃ પોતે જાપમાં જ રહેતાં. તે પછી ક્લાક બે ક્લાક સંથારી જઈ જલ્દી ઉઠી જતાં અને પુનઃ જપ - ધ્યાનમાં ખોવાઈ જતા. એજ ભક્તના કહેવા મુજબ જ્યારે ગિરનારજી તીર્થના જીર્ણોધ્ધારનું અતિવિકટ કાર્ય કરવાનું હતું. એટલું જ નહિ પણ આ કાર્ય પાર પડશે કે કેમ? એ એક કપરો કોયડો હતો. આવે ટાણે રાતના ૧૨ - ૧ વાગ્યાના સુમારે પૂજયશ્રી પોતાની આરાધનામાં લયલીન બની ગયેલા હતા. આ ભાઈ પણ તે વખતે ગમે તે નિમિત્તથી ત્યાં જ હતા. અને અચાનક....” તારૂ કાર્ય... થઈ જશે' એવો જે દિવ્યધ્વનિ સ્વયં સાંભળવાં મળેલો તે આજે પણ ભૂલી શકાતો નથી. આ ઉપરથી તેઓશ્રીની સાધના કેટલી બધી સચોટ હતી, તે આપણને જાણવા મળે છે. એક બીજા ભક્તના કહેવા પ્રમાણે સુરિમંચ નો કોડ જેટલો જાપ કર્યો હતો. આ ગચ્છનાયકશ્રીના જીવનનો આવો કૈક દિવ્ય પ્રસંગો આજે પણ જાણવા સાંભળવા મળે છે જે અત્રે પ્રસ્તુત છે.
分分分分
આખર આ શાશસનો સહરશ્મિ વિશાળ વિશ્વમાં પોતાનો સ્વર્ણમ પ્રકાશ પાથરી સ. ૧૪ પોષ વદ - ૩ રોજ પ્રભાતે પ. ૪૦ મીનીટે એકલિંગજી - ઉદયપૂરમાં આથમી ગયો. પૂજ્યપાદશી વીરવીરનું અંતિમ સ્મરણ કરતા સકળ સંઘને રડતો મુકી સ્વર્ગે સિધાવી ગયા. ગમગીન હૈયે ઉદયપુર - શ્રીસંઘ દ્વારા પૂ. આચાર્ય ભગવંતશ્રીના પાર્થિવ દેહનો - અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. અગ્નિસંસ્કારની રખ્યા ત્યાંના રિવાજ મુજબ પાલિતાણા શેતુંજી નદીમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. આ રાખના કોથળા ભરતાં ત્યાંથી એક સુંદર અને અખંડ શ્રીફળ મળી આવેલું. જાણવા મળે છે તે મુજબ તે જેના હાથમાં આવ્યું તે માણસ ત્યારે ત્યાં અડધું તો સ્વાહા કરી ગયો ! ખાઈ ગયો ! પરિણામે તેનો કોઢ રોગ બધો તત્કાળી ઝરી ગયો. આ વાત ઉદયપુર - દરબાર સુધી પહોચતા તેનો શેષ ભાગ પોતાને ત્યાં મંગાવી મઢાવી પૂજવા માટે રાખેલો....
Jain Education International 2010_05
For Private Personal use only
www.jainelibrary.org