Book Title: Upasakdashang Sutram
Author(s): Arunvijay Maharaj
Publisher: Mahavir Jain Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ उपासक दशांग सानुवाद || ૮ | ઉત્પન્ન થઈ બાધિ પ્રાપ્ત કરી મુક્તિએ જવાના છે. આ બધા શ્રાવકો સર્વ પરિગ્રહનો ત્યાગ કરી સંયમી જીવન ગાળવાને અસમર્થ હોવાથી અણુવ્રત અને શિક્ષાત્રત દ્વારા સંયમધર્મની શરૂઆત કરી ધીમે ધીમે સંયમમાં વધતાં છેવટે શરીર ઉપરના મમત્વનો ત્યાગ કરી સંયમના નિર્વાહ કરવાને અસમર્થ શરીરને જાણી શરીરને ત્યાગ કરે છે, પરંતુ તેમ છતાં તેઓ ગૃહવાસને ત્યાગ કરી અનગાર થવાને સમર્થ નથી. આ બાબત ભગવાન ગૌતમ મહાવીર ભગવંતને પૂછે છે કે હે ભગવન્! આપને શિષ્ય આનંદ આપની પાસે અગારવાસને ત્યાગ કરી અનગાર થવાને સમર્થ છે ? ભગવાન મહાવીર ઉત્તર આપે છે કે એ અર્થ સમર્થ નથી. એટલે તેમના સંયમ સર્વવિરતિ ત્યાગની કોટીએ પહોંચી શકે તેમ નથી. એમ બધા દસે શ્રાવકોની સામાન્ય હકીકત છે. આ સૂત્રમાં પ્રથમ અધ્યયનમાં આનંદ શ્રાવક સંબંધ બાંધી હકીકત સવિસ્તર કહી છે અને પછીના અધ્યયનમાં બીજા શ્રાવકો સંબંધે તે હકીકતની પુનરુક્તિ ન કરતાં અતિદેશ વડે એજ હકીકત જણાવી છે. માત્ર બીજા શ્રાવકોમાં જે વિશેષતા છે તેનું જ કથન કરવામાં આવ્યું છે. ૧- પ્રથમ અધ્યયનમાં આનંદ થાવક સંબધે વિશેષ હકીકત આ છે–એકવાર ગૌતમ સ્વામી કલાક સન્નિવેશમાં ભિક્ષાએ જતા હતા તે વખતે ઘણા માણસે ના મુખેથી એમ સાંભળ્યું કે ભગવાન મહાવીરના શિષ્ય શ્રમણ પાસક આનન્દ મરણતસંલેખના સ્વીકારી છે. તેથી ગૌતમ સ્વામીને આનન્દને જેવાને વિચાર થયે અને ત્યાં ગયા. આનંદ ગૌતમ સ્વામીને જોઈ નમસ્કાર કરી પૂછયું કે ભગવન્! શું ગૃહસ્થાવાસમાં રહેતાં ગૃહસ્થને અવધિજ્ઞાન થાય છે ? ગૌતમ સ્વામીએ “હા” કહી એટલે આનંદે કહ્યું કે મને પંચ યોજનાની મર્યાદામાં રહેલા રૂપી વિષયને જાણવાના સામર્થ્યવાળું અવવિજ્ઞાન થયું છે. ત્યાર બાદ ભગવાન ગૌતમે કહ્યું કે ગૃહસ્થને અવધિજ્ઞાન થાય છે પણ એટલું મેટું અવધિજ્ઞાન થતું નથી, માટે હે આનંદ ! તું આ બાબત આચના કર. આનન્દ ગૌતમસ્વામીને કહ્યું કે શું જિનપ્રવચનમાં સદ્દભૂત ભાવની આલોચના EASTER EASTESSAS SAS | ૮ |

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 288