Book Title: Uccha Shikshanni Bodh Bhasha Ek Prashnaottari
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષા : એક પ્રશ્નોત્તરી [979 જ સમર્થ પુસ્તક હશે ત્યારે તે સહજ રીતે પસંદગી પામશે, છતાં બીજાં પ્રાતીય ભાષાઓમાં અને અંગ્રેજી પુસ્તકની ભલામણું અધ્યાપક ર્યા વિના રહેવાના જ નહિ અને ખરા વિદ્યાર્થીઓ તે વાંચવાના પણ. 5. પ્રાદેશિક ભાષા ન જાણનાર અધ્યાપકૅ અને વિદ્યાર્થીઓ પણ હિંદી તે શીખ્યા જ હશે, કેમ કે તેનું સ્થાન અનિવાર્ય છે. એટલે જ્યાં તેઓ જશે ત્યાં હિંદી મારફત શીખવશે કે શીખશે. તેમ છતાં જે પ્રાદેશિક બોધભાષા આગંતુક વિદ્યાર્થીને તદ્દન અજાણી હશે તે ભાષા તે વિદ્યાર્થી ત્યાં જઈ શીખી લે એ જ ચાલુ શિરસ્તો છે. આજે પણું અંગ્રેજી જાણનાર ફ્રાંસ, જર્મની કે રશિયા જાય છે તે તે શું કરે છે? વળી ગુજરાતી કે મરાઠીભાષી બંગાળી દ્વારા અપાતું શિક્ષણ લેવા જાય ત્યારે કલકત્તા અને શાન્તિનિકેતનમાં શું કરે છે.? વિદેશના વિદ્યાથીઓ અહીં આવે છે તે પણ જરૂર હોય ત્યાં એ જ ક્રમ સ્વીકારે છે. 6. સ્વભાષા સાથે હિંદી ભાષા માધ્યમિક શાળામાંથી ઠેઠ સુધી અનિવાર્ય રહેવાની. પછી સરકારી નોકરીઓમાં મુશ્કેલી શી રીતે આવે એ સમજાતું જ નથી. આટલાં વર્ષો હિંદી શીખ્યા હોય તે સામાન્ય બુદ્ધિને માણસ પણ સરકારી કામકાજ પૂરતી હિંદીની તાલીમ પામે છે, કેમ કે હિંદી કોઈ બીજા ખંડની અગર સ્વભાષાથી સાવ વેગળી ભાષા છે જ નહિ. દ્રાવિડી ભાષાઓ બોલનાર પણ હિંદી સરલતાથી શીખી લે છે અને જ્યારે તે અભ્યાસકાળમાં અનિવાર્ય શિખાઈ હોય ત્યારે તે તેને માટે પણ તે તંદન વ્યવહારક્ષમ બની જાય છે. 7. ભાષાની એકતા એ વ્યવહારની એક્તા અને સરળતાનું સાધન છે. દેશની એકતા એ જુદી વસ્તુ છે. તે તે દેશ પ્રત્યેની જવાબદારી અને કર્તવ્યનિષ્ઠાથી જ સાધી શકાય. પણ ધારે કે ભાષા જ દેશની એકતાનું ખાસ સાધન છે એમ માનીએ, તે પણ રાષ્ટ્રીય ભાષા લેખે પ્રથમથી ઠેઠ સુધી હિંદી ભાષા છે જ અને સરકારી વહીવટમાં તે રહેવાની. એટલાથી એકતા સધાશે જ. જે એમ માનીએ કે બધભાષા લેખે બીજી ભાષાઓ ચાલે તેટલા પૂરતી એકતા ખંડિત થાય તે તો એમ માનવું રહ્યું કે બોધભાષા ન રાખવા છતાં આખા દેશની જનતામાં સાચી એકતા માટે પ્રાન્તીય ભાષાઓનો લોપ જ કરવો પડે; નહિ તે જેટલે અંશે પ્રાન્તીય ભાષાઓ જીવતી હશે તેટલે અંશે દેશની એકતા ખંડિત થવાની. મારી દષ્ટિએ દેશની એકતાના પ્રશ્નને બેધભાષા સાથે સંડોવે એ ભ્રમજાળ છે. –સંસ્કૃતિ, એપ્રિલ 1954. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2