Book Title: Uccha Shikshanni Bodh Bhasha Ek Prashnaottari
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષા : એક પ્રશ્નોત્તરી [ ૩૨ ] ૧. વિશ્વવિદ્યાલયમાં બેધભાષા કઈ હોવી જોઈએ એ પ્રશ્નને ઉત્તર દુનિયાનાં બધાં જ અનુભવી અને પુરાતન વિશ્વવિદ્યાલય આપી રહ્યાં છે. ટાગેર તેમ જ ગાંધીજી જેવા દ્રષ્ટાઓ એ ઉત્તર અસંદિગ્ધપણે આપી ગયા છે. વળી, બધા જ જન્મસિદ્ધ કેળવણીકારે મુક્તકંઠે ઉત્તર આપે છે. તેમ છતાં બેધભાષાને પ્રશ્ન ઊભો કરે છે તે બાળકની સાચી માતા એને જન્મ આપનાર કે એને ઉછેરનાર નોકરાણું––એના જેવું અસ્થાને છે. બેધાષા સહજ રીતે પહેલેથી છેલ્લે સુધી માતૃભાષા જ હોઈ શકે, એ વિશે સંદેહ સેવ એ પિતાની જાત વિશે સંદેહ સેવવા જેવું છે. આ વસ્તુ શૈક્ષણિક પ્રયોગથી દીવા જેવી સ્પષ્ટ છે. ૨. હિંદીનું સ્થાન રાષ્ટ્રીય ભાષા લેખે માધ્યમિક શાળામાંથી જ શરૂ થાય છે, તે વિશ્વવિદ્યાલયમાં ઠેઠ સુધી યથાયોગ્ય અનિવાર્ય બને એ પૂરતું છે. એટલા પાયા ઉપર હિંદી-જ્ઞાનનું પૂરું ચણતર સરલ અને શક્ય છે. ૩. વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી બધી રીતે સમર્થ અને ઉપયોગી એક ભાષા લેખે શખવાય જ. તેમ છતાં જેએ એને બાજે સહી ન શકે અને માત્ર વિષયના જ્ઞાનાથી હોય તેવાઓ ઉપર તેનું અનિવાર્ય બંધન હિંદીની પેઠે ન રહે. છેવટે હિંદી એ કઈ પણ હિંદની ભાષાથી અંગ્રેજી કરતાં અનેકગણું નજીક છે. ૪. સ્વભાષામાં શીખવનાર અધ્યાપકે પિતતાના વિષયમાં પ્રાથમિક અને છેલ્લી માહિતીવાળાં પુસ્તક સહેલાઈથી લખી શકે. આ રીતે બધી જ પ્રાદેશિક ભાષાઓમાં અનેક વિષય ઉપર અનેક પુસ્તકે ઝપાટાબંધ તૈયાર થવાનાં. હિંદીમાં પણ થવાનાં. એમાં જે જે વધારે ઉત્તમ કોટિનાં હશે તે જ મુખ્યપણે ધ્યાન ખેંચવાનાં, અને અન્ય પ્રાતીય ભાષાઓમાં કે હિંદીમાં તેના અનુવાદ પણ થવાના. એટલે અનેક પ્રાન્તીય ભાષાઓના સહજ વિકાસ અને પરિણામરૂપે લાધેલી સામગ્રી હિંદી ભાષામાં પણ આવવાની. માત્ર એકલી હિંદી ભાષા દ્વારા એવું પરિણામ તેના સુપુત્રો પણ આણું ન શકે. એટલે છેવટે તે હિંદી ભાષાના કાઠામાં આતરિક પ્રાણ પૂરવાની દૃષ્ટિએ પણ ઉપરને ક્રમ જ સહજ છે. પછી જેને જે પુસ્તક યોગ્ય લાગે તે તે ચલાવે. જ્યારે સ્વભાષાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2