Book Title: Tran Ratno
Author(s): Suresh Gandhi
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ શ્રી સુરેશ ગાંધી : ત્રણ રત્ના ૧૩૩ : આજે મહારાજાના એક અધિકારીએ સાવ ખાલી, અવાવરુ કૂવામાં એક સાનાની વી”ટી નાખીને જાહેર કર્યુ` છે કે “ જે કાઈ માણસ અંદર ઊતર્યાં વિના, કાઈ પણ સાધન વિના, એ વીંટી બહાર કાઢશે તેને રાજ્યના વડાપ્રધાનની પદવી આપવામાં આવશે.” કૂવા આગળ લાકાનુ માટુ ટાળું જામ્યુ છે. અંદરોઅંદર ખૂખ કાલાહલ થઈ રહ્યો છે. કૂવાના તળિયે પડેલી સેાનાની વીંટી અધારામાંય ચમકી રહી છે. વીટીમાં ત્રણ રત્ના જડેલાં છે. તેને વાંસડા વિના કે એવા ખીજા સાધન વિના અહાર કાઢવી કેવી રીતે અભયે ટાળું જોયું અને એ ટેાળામાં પેસીને એ ત્યાં ભેગા થયેલા માણસેાને કહેવા લાગ્યા, “અરે, ભાઈ એ ! તમે બધા ચિંતામાં કેમ પડ્યા છે ? ” એક જણે કહ્યું : “ જુએ ને, કૂવામાં કેવી સુંદર વીંટી ચમકી રહી છે! અરે, એને ત્રણ ત્રણ તા રત્ના જડેલાં છે! લાખ સેાનામહેારના માલ છે. એને અંદર ઊતર્યાં વગર કે ખીજા' સાધને વિના બહાર કાઢવાની છે. એ કાઢનારને મગધપતિ પેાતાના મહામંત્રી બનાવવાના છે. આમાં તેા ભલભલા બુદ્ધિશાળીની બુદ્ધિ પણ મુઠ્ઠી બની જાય એવું કામ છે,” અભયે કહ્યુ: “મારે મન તે આ રમત છે. તમે બધા ભાઈ એ અને બહેના સહકાર આપશે। ? ” બધાંએ હા પાડી એટલે અભય કૂવાની પાળ આગળ આવ્યો. એક માણુસને મેાકલી તાજા છાણુના પાદળા મગાબ્યા અને ખરાખર પેલી વીંટી પર નાખ્યા. પછી એક સુક્કા ઘાસના પૂળા મગાવી તેને સળગાવી એ છાણુ પર ફેંકયો. ઘાસના તાપથી છાણુ સુકાઈ ગયુ'. વી‘ટી એમાં ચાંટી ગઈ. પછી ખધાં ભાઈઓ અને બહેનને સાબદા કરી પાસેના ભરેલા કૂવામાંથી પાણીના હાંડા ખેંચી ખેંચી આ ખાલી કૂવામાં ઠાલવવા કહ્યું, પાતે પણ એમની સાથે કામે લાગી ગયા. પાણી છેક કૂવાના કાંઠા સુધી આવતાં છાણું પણ તરીને ઉપર આવ્યું. અભયે તે લઈ લીધુ અને અંદરની વીટી મહારાજાના અધિકારીના હાથમાં મૂકી. લાકો અભયની બુદ્ધિપ્રતિભાથી અંજાઈ આશ્ચયૅ માં ડૂબી ગયા. બધાંએ કહ્યુ', ધન્ય છે. અમલદાર પણ ખુશ ખુશ થઈ ગયા અને અભયને મહારાજા શ્રેણિક પાસે લઈ ગયા. રાજાજીએ બધી વાત સાંભળી એને વાંસે થાબડયો અને વીટી ભેટ આપીને એની એળખાણુ પૂછી. અભયે તેની માતાએ આપેલી મુદ્રિકા મહારાજાના હાથમાં મૂકીને પંદર વર્ષ પહેલાંના પ્રસંગ યાદ દેવડાવ્યેા. મહારાજા ઝાંખા પડી ગયા. એમને બધું યાદ આવ્યું. ગળગળા થઈ એમણે પુત્રને માથે હાથ મૂકયો અને દરબાર ભરી એને મહામંત્રીની પદ્મવી આપી. પછી ખેડૂતને ઘેર પાલખી મેાકલી નંદાને રાજમહેલમાં મેલાવી લીધી. ચાર આંખે ભેગી થતાં મહારાજાની આંખેામાં હર્ષોંનાં આંસુ આવ્યાં. નંદાએ પતિના પગમાં પડી કહ્યું: “ દેવ, હું તેા ભવાલવની દાસી. આ જન્મમાં તમે ન મળત તેા અનેક જન્મ સુધી રાહ જોઈને બેસી રહેત ! ” * રાજગ્રહી નગરીના દુગ પાલેાએ દાંડી પીટીને મહામંત્રી તરીકે અભયની વરણી થઈ ડાવાની જાહેરાત કરી દીધી છે. ચાકે અને ચૌટે એની બુદ્ધિમત્તાનાં વખાણ થઈ રહ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5