Book Title: Tran Ratno
Author(s): Suresh Gandhi
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230137/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રત્ના લેખક : શ્રી સુરેશ ગાંધી યુવાન વયે મગધની ગાદીએ આવેલ રાજા શ્રેણિક પેાતાના નવા ગેાઠિયાએ અને વાહવાહ કરનારા સામત-સરદારાના ર'ગમાં રંગાઈને વ્યભિચારી અને વ્યસની બની ગયા હતાં. નવવસ'તનાં ફૂલાએ જ્યારે ફાગણ પર પ્રેમને અભિષેક કર્યો અને વારાંગનાઓએ એમના મધુર કઠે બિહાગના રાગ છેડી દીધા, ત્યારે શ્રેણિકે એના ગાઠિયાને કહ્યુ : “ આજ તેા ખેરસલીની ગંધથી યૌવનનુ' પાનેતર ભીંજાઈ ગયું છે. મલય પવનના હિલેાળે ચંચલ મન ડોલી ઊઠયું છે. ચાલે શિકારે જઈ એ. ” અને એ ચાંદની રાતે શ્રેણિકની ટાળી વેણુવનમાં તૂટી પડી. મૃગલાં અને ખીજા' જે પશુએ હાથ આવ્યાં એમને મારીમારીને ધરતીને લાલ લેાહીથી રંગી દીધી! પણ શ્રેણિકને મન હજુ શાંતિ નથી. જૂઈની સુગધથી પાગલ બનેલા ભમરાની જેમ એ વિહવળ થઈ ને ચારેકાર ઘૂમી રહ્યો છે. ગોડિયાએની નજર ચુકાવી એણે રૂપની લાલસા છિપાવવા પેાતાના ઘેાડા દોડાવી મૂકચો. એને એના ગુપ્તચરાએ બાતમી આપી હતી કે દૂર એક ખેતરમાં એક ખેડૂત ઝૂંપડી બાંધીને ખેતી કરે છે અને તેની યુવાન પુત્રીને કામાંધ શિકારીઓની નજરથી બચાવી રહ્યો છે. મધરાતે જઈ શ્રેણિકે ખેડૂતની ઝૂંપડીનું બારણું ખખડાવ્યુ. ખેડૂતની યુવાન કન્યા નંદાએ બહાર આવીને પૂછ્યું : “ અત્યારે શા માટે આવ્યા છે, અતિથિ ? ” યૌવનમાં હિલેાળા લેતી આ કિસાન કન્યાને જોઈને શ્રેણિક પાગલ બની ગયા. એને કંઈ પણ ખેલવાની ઈચ્છા થઈ નહિ. માત્ર ધરાઈ ધરાઈને એ એનું રૂપ જોતા રહ્યો. શરમાઈને ના અંદર ચાલી ગઈ ત્યારે જ એને ભાન થયું કે વસ ંતે ધરતી પર ફૂલનાં પગલાં સૂકાં છે અને કેસૂડાના રંગે એનું પાનેતર રંગાઈ ગયુ છે. ઝૂંપડીની અંદર જઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ મહાત્સવપ્રથ એણે કહ્યું : “ આજની રાત રહીને કાલે સવારે મારે માર્ગે ચાલ્યા જઈશ. દૂરના પ્રવાસી છું', જગ્યા આપશે ? ’ ખેડૂત ખાપ-દીકરીએ અતિથિના આદર કર્યું. જે કાંઈ ભેાજન પેાતાની ઝૂ’પડીમાં હતું તે એમણે હાજર કર્યું, અને અતિથિની ખૂબ સરભરા કરી. ચાર દિવસ સુધી અતિથિને પેાતાને ત્યાં રાખ્યા. એટલા વખતમાં તેા શ્રેણિકે નંદાને પેાતાના પ્રેમપાશમાં લપેટી, ભેાળવી અને પતિત પણ કરી દીધી હતી! વિદાય થતી વખતે નંદાની આંગળીમાં રાજમુદ્રિકા પહેરાવતાં એ એટલું જ કહેતા ગયા : “હું મગધના રહેવાસી છું. કાઈક દિવસ મગધની રાજધાની રાજગૃહીમાં આવવાનું થાય તેા મારે આંગણે પધારજો ! ” નામઠામ આપ્યા વિના ભાળી ખેડૂત કન્યાને લેાળવી પ્રવાસી તા ચાલ્યા ગયા, પણુ નંદા, એ પ્રસંગના ચિંતાભર્યા સ્મરણરૂપે, ગ`ને ધારણ કરી રહી. પૂરા દિવસે એને પુત્ર અવતર્યું. થાડા દિવસ પછી એક મેઘલી રાતે સર્પદશથી નાના બાપ મૃત્યુ પામ્યા ! એકલી-અટૂલી નંદાએ, પેાતાના ભલાનેાળા સાથીઓની સહાયથી, મહેનત-મજૂરી કરીને, પંદર વર્ષ સુધી પેાતાના બાળક અભયને ઉછેરીને મેાટા કર્યાં. એ વાતને પંદર વર્ષ વીતી ગયાં છે. ફરી એ જ વસંતની અહાર ખીલી ઊઠી છે. વૃક્ષપલ્લવે નવા અંકુર ફૂટયા છે. ફૂલે ફૂલે ભ્રમર ગુંજી રહ્યા છે. યૌવનના ઉંબરે આવેલા નંદાના પુત્ર અભયે એક દિવસ માને કહ્યું : “મા ! મારા બાપુ કયાં છે ? ” તૂટેલી–જર્જરિત લાકડાની પેટીમાં મૂકેલી એક હાંડલીમાં સાચવી રાખેલી સેાનાની મુદ્રિકા કાઢી નદાએ અભયના હાથમાં મૂકીને કહ્યું: “હું જાણતી નથી બેટા, કે તારા પિતા શ્રેષ્ઠી છે કે સેનાપતિ છે. માત્ર આ મુદ્રિકા તારા પિતાની છે, અને મગધની રાજધાની રાજગૃહીમાં એ રહે છે, ” “ ચાલે મા, રાજગૃહીમાં જઈ એમને શેાધી કાઢીએ. ’ અભય અને નંદા રાજગૃહીને પાદર આવ્યાં. એમણે એક ખેડૂતને ઘેર ઉતારા કર્યાં. પછી માતાને પ્રણામ કરી, આશ્વાસન આપી, અભય એના પિતાની ખેાજમાં નીકળી પડયો. * છેલ્લા દશ વર્ષોંથી મગધપતિ શ્રેણિકના જીવનમાં મેટે। પલટો આવ્યા છે. ભિચારી અને વ્યસની મિત્રોની મ`ડળીને એણે વિદાય આપી છે. ભગવાન મહાવીરના ઉપદેશથી એણે મદિરા, માંસ અને વ્યભિચાર છેડયાં છે. પ્રભુના ધર્મોપદેશથી એનામાં ધર્મવૃત્તિ પ્રગટી છે; લેાકેા પ્રત્યે પ્રેમ અને દયાનાં ઝરણાં ફૂટયાં છે. પ્રજાનુ' સુખ એ જ એની ચિંતા છે. કૂવા, વાવ અને તળાવા ઠેરઠેર બંધાવી એણે પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા અને અહિ'સા રાખવા પ્રધાને અને રાજ્યના અધિકારીઓને આજ્ઞા આપી છે. મહારાજા શ્રેણિકને રાજકાજમાં મદદ કરવા માટે ચારસા નવ્વાણુ મંત્રીએ છે, પણ તેમાં મહામંત્રીની જગ્યા કે એવા કોઈ પણ વિચક્ષણ અને બુદ્ધિમાન પુરુષ હજી એની નજરે ચડતા નથી. એ હાદ્દા પર તેા મહાપ્રતાપી અને બુદ્ધિના ભંડાર હોય એવા જ માણુસ થેાલે, એટલે જુદી જુદી યુક્તિથી એવા માણસની શેાધ થઈ રહી છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુરેશ ગાંધી : ત્રણ રત્ના ૧૩૩ : આજે મહારાજાના એક અધિકારીએ સાવ ખાલી, અવાવરુ કૂવામાં એક સાનાની વી”ટી નાખીને જાહેર કર્યુ` છે કે “ જે કાઈ માણસ અંદર ઊતર્યાં વિના, કાઈ પણ સાધન વિના, એ વીંટી બહાર કાઢશે તેને રાજ્યના વડાપ્રધાનની પદવી આપવામાં આવશે.” કૂવા આગળ લાકાનુ માટુ ટાળું જામ્યુ છે. અંદરોઅંદર ખૂખ કાલાહલ થઈ રહ્યો છે. કૂવાના તળિયે પડેલી સેાનાની વીંટી અધારામાંય ચમકી રહી છે. વીટીમાં ત્રણ રત્ના જડેલાં છે. તેને વાંસડા વિના કે એવા ખીજા સાધન વિના અહાર કાઢવી કેવી રીતે અભયે ટાળું જોયું અને એ ટેાળામાં પેસીને એ ત્યાં ભેગા થયેલા માણસેાને કહેવા લાગ્યા, “અરે, ભાઈ એ ! તમે બધા ચિંતામાં કેમ પડ્યા છે ? ” એક જણે કહ્યું : “ જુએ ને, કૂવામાં કેવી સુંદર વીંટી ચમકી રહી છે! અરે, એને ત્રણ ત્રણ તા રત્ના જડેલાં છે! લાખ સેાનામહેારના માલ છે. એને અંદર ઊતર્યાં વગર કે ખીજા' સાધને વિના બહાર કાઢવાની છે. એ કાઢનારને મગધપતિ પેાતાના મહામંત્રી બનાવવાના છે. આમાં તેા ભલભલા બુદ્ધિશાળીની બુદ્ધિ પણ મુઠ્ઠી બની જાય એવું કામ છે,” અભયે કહ્યુ: “મારે મન તે આ રમત છે. તમે બધા ભાઈ એ અને બહેના સહકાર આપશે। ? ” બધાંએ હા પાડી એટલે અભય કૂવાની પાળ આગળ આવ્યો. એક માણુસને મેાકલી તાજા છાણુના પાદળા મગાબ્યા અને ખરાખર પેલી વીંટી પર નાખ્યા. પછી એક સુક્કા ઘાસના પૂળા મગાવી તેને સળગાવી એ છાણુ પર ફેંકયો. ઘાસના તાપથી છાણુ સુકાઈ ગયુ'. વી‘ટી એમાં ચાંટી ગઈ. પછી ખધાં ભાઈઓ અને બહેનને સાબદા કરી પાસેના ભરેલા કૂવામાંથી પાણીના હાંડા ખેંચી ખેંચી આ ખાલી કૂવામાં ઠાલવવા કહ્યું, પાતે પણ એમની સાથે કામે લાગી ગયા. પાણી છેક કૂવાના કાંઠા સુધી આવતાં છાણું પણ તરીને ઉપર આવ્યું. અભયે તે લઈ લીધુ અને અંદરની વીટી મહારાજાના અધિકારીના હાથમાં મૂકી. લાકો અભયની બુદ્ધિપ્રતિભાથી અંજાઈ આશ્ચયૅ માં ડૂબી ગયા. બધાંએ કહ્યુ', ધન્ય છે. અમલદાર પણ ખુશ ખુશ થઈ ગયા અને અભયને મહારાજા શ્રેણિક પાસે લઈ ગયા. રાજાજીએ બધી વાત સાંભળી એને વાંસે થાબડયો અને વીટી ભેટ આપીને એની એળખાણુ પૂછી. અભયે તેની માતાએ આપેલી મુદ્રિકા મહારાજાના હાથમાં મૂકીને પંદર વર્ષ પહેલાંના પ્રસંગ યાદ દેવડાવ્યેા. મહારાજા ઝાંખા પડી ગયા. એમને બધું યાદ આવ્યું. ગળગળા થઈ એમણે પુત્રને માથે હાથ મૂકયો અને દરબાર ભરી એને મહામંત્રીની પદ્મવી આપી. પછી ખેડૂતને ઘેર પાલખી મેાકલી નંદાને રાજમહેલમાં મેલાવી લીધી. ચાર આંખે ભેગી થતાં મહારાજાની આંખેામાં હર્ષોંનાં આંસુ આવ્યાં. નંદાએ પતિના પગમાં પડી કહ્યું: “ દેવ, હું તેા ભવાલવની દાસી. આ જન્મમાં તમે ન મળત તેા અનેક જન્મ સુધી રાહ જોઈને બેસી રહેત ! ” * રાજગ્રહી નગરીના દુગ પાલેાએ દાંડી પીટીને મહામંત્રી તરીકે અભયની વરણી થઈ ડાવાની જાહેરાત કરી દીધી છે. ચાકે અને ચૌટે એની બુદ્ધિમત્તાનાં વખાણ થઈ રહ્યાં છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ * શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ ગ્રંચ લોકો તે એ સમાચાર જાણી રાજી રાજી થઈ ગયા છે. ઘેર ઘેર આસપાલવનાં તારણા મ ધાયાં છે. રંગરાગ, ઉત્સવ અને નૃત્યગાન થઈ રહ્યાં છે. જેમ પ્રજાને કુશળ મહામંત્રી મળ્યા તેમ રાજાને પણ પદર વર્ષ પછી પેાતાનાં સ્ત્રી-પુત્ર મળ્યાં એના અધિક આનંદ છે. મહારાજા શ્રેણિકે મત્રીઓને કહ્યું : “ આજના મ`ગલ પ્રસંગે પ્રભુ મહાવીરને આશીર્વાદ આપવા રાજગ્રહીમાં પધારવા આમંત્રણ પાઠવેા.” ભગવાન મહાવીર વેણુવનમાં પેાતાના સાધુસંઘ સાથે બિરાજી રહ્યા છે. માનવજાતના કલ્યાણની અહેાનિશ કામનાથી એમનાં નયનેામાં કરુણાના નિધિ છલકાય છે. રાજસેવકાએ ઘેાડાપરથી ઊતરી એમના ચરણમાં પડી કહ્યું : “ પ્રભુની ચરણરજ લેવાની ઇચ્છાથી મગધનરેશ શ્રેણિકે આપને યાદ કર્યો છે.” ખીજા દિવસે શ્રમણુસોંઘ સાથે પ્રભુ મહાવીરે રાજગ્રહી નગરીને પાવન કરી. લોકોના આનંદ સમાતા નથી. એમના પવિત્ર પગલે દુદુભિ વાગી રહ્યા છે. અંતઃપુરના મેટા સ્ત્રીસમુદાય સાથે મહારાજા શ્રેણિક અને અભયે પ્રભુનું વંદન કર્યું. અભયે કહ્યું : કાદવમાં ડૂબેલા એવા અમને આપની અમૃતવાણી સંભળાવી પાવન કરી પ્રભુ ! ’ << પાપના ત્રણ ત્રણ દિવસ સુધી પ્રભુની અમૃતવાણીના પ્રવાહ નાના-મોટા, ઊંચ-નીચ સૌ જીવાને પુણ્યસ્નાન કરાવી રહ્યો છે. જીવનની વેણુ મ'ગલ સૂરે વાગી ઊઠી છે. જાણે આકાશમાં મેઘમાલા પણ થંભી ગઈ છે. ભગવાન મહાવીરની પ્રેમવાણીથી ભીંજાયેલા અભયે એમના પગમાં પડીને કહ્યું : “ હિંસામાંથી અહિંસામાં, અસત્યામાંથી સત્યમાં અને અંધકારમાંથી પ્રકાશમાં પ્રેરનારી આપની વાણી ધન્ય છે પ્રભુ ! ” અને પછી એણે પેાતાની આંગળીમાંથી ત્રણ રત્નાવાળી વીંટી કાઢી પ્રભુના ચરણમાં મૂકી દીધી. ભગવાન મહાવીરે કહ્યું : “ સાધુઓને સુવણ કે રત્નોની શી જરૂર છે? અમારા સંઘના બધા સાધુએ પાસે આથીયે વધુ મૂલ્યવાન ત્રણ રત્ના હાય છે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર. એ પેાતાની જાતને અને બીજાને પણ સમૃદ્ધિશાળી બનાવી શકે છે.’’ સમય થયે એટલે પ્રભુએ તેા શ્રમણુસંઘ સાથે વિદાય લીધી. પણ અભય વિચારોના ચકરાવામાં ચડયો : જેમણે ત્રણ રત્નાથી પોતાનું જીવન વિભૂષિત કર્યુ. હાય એવી વિભૂતિના ચરણે શા માટે ન જવું ? એવામાં ઘેાડા દિવસ પછી એક મુનિનું રાજગ્રહીમાં આગમન થયુ. પ્રભુ મહાવીર પાસે દીક્ષા લઈને નગર નગરમાં ઘૂમતે આ સાધુ રાજગૃહીની ગલીએમાં ઘૂમવા લાગ્યા. સાધુ બનેલા એ ગરીબ કઠિયારાને કાઈ એ પણુ ભીક્ષા ન આપી. કેટલાકે એમ પણ કહ્યું કે, પેટ નહેાતું ભરાતું એટલે સાધુ થયાં છે! લેાકેાના તિરસ્કાર અને ઉપાલંભાને સહન કરતા સાધુ મૂંગા મૂંગા રસ્તા પરથી નત મસ્તકે ચાલ્યા જતા હતા; એ કોઈની પણ સાથે ખેલતા નહેાતે. નગરચર્ચા જોવા નીકળેલા અભયે તેને જોયા. લેાકેાનું ટાળું મુનિની પાછળ પડ્યુ હતું અને અનેક જાતની વાતેા કરીને એને વગેાવી રહ્યું હતું. અભય પ્રભુ મહાવીરના ભક્ત હતા. તેનું હૃદય અનુક`પાથી ભરાઈ ગયું. સાધુ-મુનિઓને એ હમેશાં વદન કરતા અને ભાવ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુરેશ ગાંધીઃ ત્રણ રત્ન 135 પૂર્વક ભિક્ષા આપતે. એ મુનિને ઊભા રાખી પગે લાગી અભયે કહ્યું: “ગુણની પૂજા માટે વય કે જાતિ જેવાતી નથી. જ્ઞાન અને ગુણ તે સર્વત્ર પૂજ્ય છે.” મુનિએ આનંદ પામી અભયને આશીર્વાદ આપ્યા. પાછળ આવતા લોકોના ટોળાને આશ્ચર્ય થયું. તેઓ અભય અને મુનિને આજુબાજુથી ઘેરી વળ્યા. એક જણાએ તે મુનિ પર પથ્થર પણ ફેંક્યો. એથી ચેકીને ગંભીર બનેલા અભયે પોતાના હાથમાંની સોનાની વીંટીમાંથી ત્રણ રને બહાર કાઢી લેકના ટેળાને ઉદ્દેશીને કહ્યું: “શાંત થાઓ અને સાંભળે, મારે આ ત્રણ રત્ન આપવાનાં છે.” કોને આપવાના છે?” ટેળામાંથી અવાજ આવ્યો. અભયે કહ્યું: “જે ત્રણ વસ્તુ છેડે તેને એક ઠંડું પાણી, બીજી વસ્તુ અગ્નિ અને ત્રીજી સી.” લેકે કહે : “એ તે ભારે મુશ્કેલ. હંમેશા ગરમ પાણી પીવું, કઈ પણ જાતને અગ્નિ પિતાના માટે સળગાવ નહિ અને સ્ત્રી સાથે સંબંધ હંમેશ માટે છોડી દે એ તે ભાર કઠણ કામ. એ કેમ બને?” અભયે ગંભીર બનીને કહ્યું: “આ રત્નના અધિકારી તમે નહિ, પણ આ મુનિ છે. એમણે સાધુનાં વચ્ચે એઢી હમેશને માટે ઠંડું પાણી છોડવું છે, અગ્નિ છેડ્યો અને સ્ત્રીસંગ પણ છોડ છે.” સાધુએ કહ્યું: “અમોને એ વીટી ને ખપે. અમે અપરિગ્રહી છીએ. આવા પાર્થિવ રત્ન કરતાં વધુ કીમતી રત્નો અમારી પાસે છે.” ધન્ય છે, ધન્ય છે,” એ મુનિને જયજયકાર કર્યો. સ્વાર્થ અને સુખમાં અહેનિશ રારાતા લકે એ એમની ચરણવંદના કરી અને કહ્યું : “અમારી ભૂલ થઈ મુનિવર, અમને ક્ષમા આપે.” સાધુએ પિતાની પાસેનાં ત્રણે રત્નો માનવજાતના કલ્યાણ માટે આપી દીધાં. વીતરાગી સાધુની અમૃત વાણીથી તે દિવસે રાજગૃહી નગરી ધન્ય બની. બીજા દિવસે અભયે એ જ કઠિયારા સાધુ પાસે દીક્ષા લીધી અને તેમની સાથે વનને મારગ લીધે. આકાશમાં શ્યામ મેઘઘટા જામવા માંડી હતી. અષાઢને પવન જોરજોરથી આવીને રાજગૃહી નગરીનાં બારી-બારણું ખખડાવી રહ્યો હતે. મુનિ અને અભયના અંતરનાં દ્વાર પણ એ જ રીતે ઉઘાડ-બીડ થઈ રહ્યાં હતાં. કેઈ અપાર્થિવ તેજને ઝંખતા તેઓ આગળ 'ને આગળ ચાલ્યા જતા હતા. અને નગરનાં નર-નારીઓ એમને દૂર રહ્યાં રહ્યાં અંતરથી વંદન કરી રહ્યાં હતાં.