Book Title: Tran Ratno
Author(s): Suresh Gandhi
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ ૧૩૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ મહાત્સવપ્રથ એણે કહ્યું : “ આજની રાત રહીને કાલે સવારે મારે માર્ગે ચાલ્યા જઈશ. દૂરના પ્રવાસી છું', જગ્યા આપશે ? ’ ખેડૂત ખાપ-દીકરીએ અતિથિના આદર કર્યું. જે કાંઈ ભેાજન પેાતાની ઝૂ’પડીમાં હતું તે એમણે હાજર કર્યું, અને અતિથિની ખૂબ સરભરા કરી. ચાર દિવસ સુધી અતિથિને પેાતાને ત્યાં રાખ્યા. એટલા વખતમાં તેા શ્રેણિકે નંદાને પેાતાના પ્રેમપાશમાં લપેટી, ભેાળવી અને પતિત પણ કરી દીધી હતી! વિદાય થતી વખતે નંદાની આંગળીમાં રાજમુદ્રિકા પહેરાવતાં એ એટલું જ કહેતા ગયા : “હું મગધના રહેવાસી છું. કાઈક દિવસ મગધની રાજધાની રાજગૃહીમાં આવવાનું થાય તેા મારે આંગણે પધારજો ! ” નામઠામ આપ્યા વિના ભાળી ખેડૂત કન્યાને લેાળવી પ્રવાસી તા ચાલ્યા ગયા, પણુ નંદા, એ પ્રસંગના ચિંતાભર્યા સ્મરણરૂપે, ગ`ને ધારણ કરી રહી. પૂરા દિવસે એને પુત્ર અવતર્યું. થાડા દિવસ પછી એક મેઘલી રાતે સર્પદશથી નાના બાપ મૃત્યુ પામ્યા ! એકલી-અટૂલી નંદાએ, પેાતાના ભલાનેાળા સાથીઓની સહાયથી, મહેનત-મજૂરી કરીને, પંદર વર્ષ સુધી પેાતાના બાળક અભયને ઉછેરીને મેાટા કર્યાં. એ વાતને પંદર વર્ષ વીતી ગયાં છે. ફરી એ જ વસંતની અહાર ખીલી ઊઠી છે. વૃક્ષપલ્લવે નવા અંકુર ફૂટયા છે. ફૂલે ફૂલે ભ્રમર ગુંજી રહ્યા છે. યૌવનના ઉંબરે આવેલા નંદાના પુત્ર અભયે એક દિવસ માને કહ્યું : “મા ! મારા બાપુ કયાં છે ? ” તૂટેલી–જર્જરિત લાકડાની પેટીમાં મૂકેલી એક હાંડલીમાં સાચવી રાખેલી સેાનાની મુદ્રિકા કાઢી નદાએ અભયના હાથમાં મૂકીને કહ્યું: “હું જાણતી નથી બેટા, કે તારા પિતા શ્રેષ્ઠી છે કે સેનાપતિ છે. માત્ર આ મુદ્રિકા તારા પિતાની છે, અને મગધની રાજધાની રાજગૃહીમાં એ રહે છે, ” “ ચાલે મા, રાજગૃહીમાં જઈ એમને શેાધી કાઢીએ. ’ અભય અને નંદા રાજગૃહીને પાદર આવ્યાં. એમણે એક ખેડૂતને ઘેર ઉતારા કર્યાં. પછી માતાને પ્રણામ કરી, આશ્વાસન આપી, અભય એના પિતાની ખેાજમાં નીકળી પડયો. * છેલ્લા દશ વર્ષોંથી મગધપતિ શ્રેણિકના જીવનમાં મેટે। પલટો આવ્યા છે. ભિચારી અને વ્યસની મિત્રોની મ`ડળીને એણે વિદાય આપી છે. ભગવાન મહાવીરના ઉપદેશથી એણે મદિરા, માંસ અને વ્યભિચાર છેડયાં છે. પ્રભુના ધર્મોપદેશથી એનામાં ધર્મવૃત્તિ પ્રગટી છે; લેાકેા પ્રત્યે પ્રેમ અને દયાનાં ઝરણાં ફૂટયાં છે. પ્રજાનુ' સુખ એ જ એની ચિંતા છે. કૂવા, વાવ અને તળાવા ઠેરઠેર બંધાવી એણે પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા અને અહિ'સા રાખવા પ્રધાને અને રાજ્યના અધિકારીઓને આજ્ઞા આપી છે. મહારાજા શ્રેણિકને રાજકાજમાં મદદ કરવા માટે ચારસા નવ્વાણુ મંત્રીએ છે, પણ તેમાં મહામંત્રીની જગ્યા કે એવા કોઈ પણ વિચક્ષણ અને બુદ્ધિમાન પુરુષ હજી એની નજરે ચડતા નથી. એ હાદ્દા પર તેા મહાપ્રતાપી અને બુદ્ધિના ભંડાર હોય એવા જ માણુસ થેાલે, એટલે જુદી જુદી યુક્તિથી એવા માણસની શેાધ થઈ રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5