Book Title: Tran Prakirna Abhilekho Author(s): Lakshman Bhojak Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 4
________________ Vol. 1995 ત્રણ પ્રકીર્ણ અભિલેખો પામ્હણદેવ ઉલ્લિખિત છે. પં. ૧૭માં કોઈ સૂરિ દ્વારા પ્રતિષ્ઠા સંપન્ન થયાનો ઉલ્લેખ છે. પં. ૧૮માં પ્રશસ્તિકારનું નામ મલ્લદેવપુત્ર રાજકવિ પ્રાગ્વાટ [+] દેવનું નામ આપ્યું છે, અને પં. ૧૯માં લેખ કોતરનાર તરીકે સૂત્રધાર હરિપાલનું નામ આપ્યું છે. લેખમાં અપાયેલ વ્યકિતઓમાંથી મેળ બેસી શકે છે તેમનું કોષ્ટક આ રીતે બની શકે: પ્રાગ્વાટવંશીય ? ? ? યશોદેવ મંત્રી અભયદ (+)હિંડુ(દુક (મહિંદુક) મુનિચન્દ્ર મોક્ષસિંહ મહાણિસિંહ) નાયિકીદેવી, મહિમરાજ, આભાક, સાહુ પામ્હણદેવ આદિનો ઉપરની વ્યકિતઓ સાથેનો સંબંધ બેસાડી શકાતો નથી. પણ તે આગળની એકાદ બે વિશેષ પેઢીઓના સભ્યો હોઈ શકે છે. લેખના અક્ષરો મોટા છે, તેની લિપિ ઈસ્વીસનના તેરમા શતકના ઉત્તરાર્ધ અને ચૌદમા શતકના પ્રારંભની જણાય છે. લેખમાં કહેલ યશોદેવ-પુત્ર મંત્રી અભયદ તે અન્ય કોઈ નહીં પણ કુમારપાળનો દંડનાયક, જસદેવનો પુત્ર અભયડ છે. એની દેખરેખ નીચે કુમારપાળે તારંગા પર પ્રસિદ્ધ અજિતનાથનો (મેરુ જાતિનો) પ્રાસાદ (પ્રાય: ઈ. સ. ૧૧૬૦-૧૧૬૬ના અરસામાં) બંધાવેલો એવું સમીપકાલિક સ્રોત બૃહદગચ્છીય સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ (સં. ૧૨૪૧ ( ઈ. સ. ૧૧૮૫) પરથી સિદ્ધ છે. અભયદ ભીમદેવ દ્વિતીયના સમયમાં કર્ણાવતીનો દંડનાયક હતો, અને બૃહચ્છીય વાદી દેવસૂરિના સંતાનીય ચૈત્યવાસી પ્રદ્યુમ્નસૂરિના આમ્નાયમાં ઉપાસક હતો. પ્રસ્તુત શિલાલેખ સોલંકીયુગના એક પ્રસિદ્ધ મંત્રીવંશનો હોઈ, ખંડિત હોવા છતાં પણ, મહત્ત્વનો છે. લેખ પૂર્ણ રૂપે મળી શક્યો હોત તો ગુજરાતના મધ્યકાલીન રાજકીય, સાંસ્કૃતિક તેમ જ ધાર્મિક ઇતિહાસના એક અજ્ઞાત પાસા પર નવીન જ પ્રકાશ લાધી શકાયો હોત. પ્રશસ્તિકાર મલ્લદેવનો પુત્ર દેવાન્ત નામધારી કોઈ રાજકવિ હતો. એના વિષે તો ભવિષ્યમાં કોઈ સ્રોતમાંથી પ્રકાશ પડી આવે ત્યારે ખરી. લેખનો સમય ઈસ્વીસનની ૧૩મી શતીના ઉત્તરાર્ધનો હશે. શિલા કોરનાર શિલ્પી સૂત્રધાર હરિપાલ હતો. ટિપ્પણો : ૧. જુઓ પોપટલાલ દોલતરામ વૈધ, કપડવંજની ગૌરવગાથા, આગમોદ્ધારક ગ્રંથમાળા, કપડવણજ (કપડવંજ) ૧૯૮૪, પૃ. ૬, ૮, અને ૧૮૭, તથા ચિત્ર ૩. ૨. પોપટલાલ વૈધ શ્રેષ્ઠિ યશોનાગ એવું વાંચે છે અને શ્રાવિકાનું નામ પાલિ વાંચે છે તે બરોબર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6