Book Title: Tran Prakirna Abhilekho Author(s): Lakshman Bhojak Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 1
________________ ત્રણ પ્રકીર્ણ અભિલેખો લક્ષ્મણ ભોજક શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહના ત્રણ અદ્યાવધિ અપ્રકટ રહેલ અભિલેખોની. સવિવેચન વાચના અત્રે પ્રસ્તુત કરવામાં આવે છે. આ લેખ સં ૧૧૬૦ (ઈ. સ. ૧૧૦૪)ની આરસની જિન પ્રતિમાના કપડવંજથી પ્રાપ્ત થયેલ (અને સંસ્થાને ભેટ મળેલ) પબાસણ પર અંકિત થયો છે. (લા. દ. ભૂ, ક્રમાંક ૧૨૨૫). આની નોંધ તો આગાઉ પ્રકટ થઈ ચૂકેલી છે'; પણ લેખની વાચના ત્યાં ન દીધેલ હોઈ અહીં પૂરો પાઠ આપવો ઉપયુકત છે: [पं०१]९ संवत् ११६० श्रीचंद्रकुले श्रीवीरभद्राचार्य संताने श्रेष्ठि नाग पापा थानट्टे हाला लाजा [go ૨) તથા શ્રાવિ પાદ પત્ર (નાર્થ?) શ્રીમદ્ अनंतस्वामि प्रतिमा मोक्षार्थं प(प्रणमंति ।। ' ચંદ્રકલના વીરભદ્રાચાર્ય આમ્નાયને અનુસરતા પરિવારે ભરાવેલી પ્રતિમા સમ્બન્ધના આ લેખમાં શ્રેષ્ઠિ નાગ પછીના પાંચ અક્ષરોનો અર્થ અસ્પષ્ટ છે, પછી આવતા (શ્રાવકોના)નામ (પાપા થાનટ્ટ ? તથા હાલા, લાજા) તથા શ્રાવિકા પાણીનું નામ બરોબર વંચાય છે. પ્રતિમા જિન અનંત(નાથ)ની છે. લેખને અંતે “મોક્ષ પ્રગતિ' જેવા બેતામ્બર સંપ્રદાય માટે અલાક્ષણિક પણ દિગમ્બર સંપ્રદાયની પરિપાટીના અભિલેખોમાં જોવા મળતા શબ્દો છે. વીરભદ્રાચાર્ય કોણ હશે તે આમ તો કહેવું કઠણ છે. ઈસ્વીસનની ૧૧મી સદીના પૂર્વાર્ધમાં એક અજ્ઞાત-ગચ્છીય વીરભદ્રાચાર્ય પ્રણીત આરાધના-પતાકા (સં૧૦૮ ઈસ. ૧૦૨૨), ભક્તપરિજ્ઞા, અને આતુરપ્રત્યાખ્યાન (તૃતીય) નામક ત્રણેક પ્રકીર્ણક વર્ગની રચનાઓ મળે છે. અભિલેખમાં એમના નામ પછી “સંતાને” શબ્દ હોવાથી તેઓ ઈ. સ. ૧૧૦૪ થી પૂર્વે થઈ ગયેલા છે એટલું તો ચોકકસ. સંભવ છે કે પ્રસ્તુત વીરભદ્રાચાર્ય જ અહીં વિવક્ષિત. હોય. લેખનું બીજું મહત્ત્વ એ છે કે ચંદ્રકુલીન નવાંગવૃત્તિકારના પ્રશિષ્ય દેવભદ્રકૃત પાર્શ્વનાથચરિત્ર (પ્રાકૃત: વિ. સં ૧૧૬૮ / ઈ. સ. ૧૧૧૨)માં કપડવંજમાં વાયટજ્ઞાતીય શ્રેષ્ઠિ ગોવર્ધને (પ્રાય: ઈ. સ. ૧૦૫૦માં) બાવન જિનાલય કરાવેલું એવી નોંધ છે. સંભવ છે કે સંદર્ભગત પ્રતિમાની પ્રસ્તુત મંદિર અંતર્ગત કોઈ દેવકુલિકાદિમાં પ્રતિષ્ઠા થઈ હોય. વૈધે પ્રસ્તુત મંદિરનો ઉલ્લેખ ગણચંદ્રકત મહાવીરચરિય (સં૧૧૩૯ | ઈસ. ૧૮૩)માં થયેલો છે એવી નોંધ કરી છે. મંદિર વાયટગચ્છીય જીવદેવસૂરિશિષ્ય જિનદત્તસૂરિના ઉપદેશથી બનેલું. (૨) તારંગા પર્વત, મધ્યકાલીન તારણદુર્ગ વા તારણગઢ, પર ગર્જરેશ્વર કુમારપાળે અહંતુ અજિતનાથના મેરુપ્રાસાદનું નિર્માણ કરાવેલું. મૂળનાયકની અસલી પ્રતિમા તથા મંદિરના મૂળ પ્રશસ્તિ-લેખાદિ તો મુસ્લિમ આક્રમણ સમયે નષ્ટ થઈ ચૂકયાં છે, પરન્તુ વાઘેલાયુગ, અને તે કાળ પછીના, કેટલાક અભિલેખો બચ્યા છે ખરા, તેમાં મન્તીશ્વર વસ્તુપાળે કરાવેલ બે જિન પ્રતિમાઓના સં. ૧૨૮૪ | ઈ. સ. ૧૨૨૮ના લેખ ધરાવતા પબાસણો' તથા સં૧૩૦૫ | ઈ. સ. ૧૨૪૯ના ધર્મઘોષસૂરિની આમ્નાયના આચાર્ય ભવનચન્દ્ર દ્વારા પ્રતિષ્ઠિત બે લેખો પ્રસિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6