Book Title: Tirthankar 13 Vimalnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 4
________________ પાઠાંતર-ઉલ્લેખ: અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશતસ્થાનપ્રણ છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે ભગવંત ‘અજિત’ના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ ‘સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ0 સંભવ'ના ગણધરો ૧૦૨ કહ્યા પણ ‘તિર્થોદ્ગાલીક ’સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી કુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે- પ્રવચન સારોદ્વાર-૧૪૫૨, આવશ્યકનિğક્તીમાં ૧૪૪૮, ‘તિર્થોદ્ધાલીક’માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે. આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈ- કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત ‘અજિત’ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના ૫૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે. ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે.ત્યાં વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગ’માં મેં નોંધેલ છે. .. इति अलम्.. મુનિ દીપરત્નસાગર દીપરત્નસાગરજી સંકલિત [ 4 ] “શ્રી વિમલનાથ પરિચય”

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18