Book Title: Tap ane Parishaha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ તપ અને પરિવહ [ ૪૪૧ ભિક્ષુ અને શ્રમણ એ ત્રણે નામેાનું મૂળ તપમાં જ છે. બ્રહ્મ તરફ ઝૂકનાર અને તે માટે બધુ ત્યાગનાર તે બ્રાહ્મણ. માત્ર ભિક્ષા ઉપર નભનાર અને કરો જ સય ન કરનાર તે ભિક્ષુ. કલ્યાણ માટે બધા જ શ્રમ ઇચ્છાપૂર્વક સહનાર તે શ્રમણ, ભગવાન બુદ્ધે ભિક્ષુકા માટે તપ બતાવ્યું છે, પણ તે સખત નથી. એમણે જીવનના નિયમેામાં સખતાઈ કરી છે, પણ તે બાહ્ય નિયમોમાં નહિ; મુખ્યપણે તેમની સખતાઈ ચિત્ત શુદ્ધ રાખવાના આંતરિક નિયમેમાં છે. પરંતુ ભગવાન મહાવીરતી સખતાઈ તે ખાદ્ય અને આંતરિક અને પ્રકારના નિયમોમાં છે. બૌદ્ધ ગ્રંથામાં જે કાયકલેશ અને દમનના પરિહાસ કરવામાં આવ્યું છે તે કાયક્લેશ અને દેહદમનની જૈન આગમ પૂરી હિમાયત કરે છે, પરંતુ આ હિમાયતની પાછળ ભગવાન મહાવીરની જે મુખ્ય શરત છે તે શરત તરફ્ જાણે કે અજાણે ધ્યાન ન અપાયાથી જ બૌદ્ધ ગ્રંથામાં જૈન તપના પરિહાસ થયેલા દેખાય છે. જે તપના મુદ્દે પરિહાસ કર્યો છે અને જે તપતે તેમણે નિરચક બતાવ્યું છે, તે તપતે તે મહાવીરે પણ માત્ર કાયક્લેશ, મિથ્યા તપ કે અકામ નિર્જરા કહી તેની નિરર્થકતા બતાવી છે. તામલી તાપસ અને પૂરણ જેવા તાપસાનાં અતિ ઉગ્ર અને અતિ લાંખા વખતનાં તપાને ભગવાને મિથ્યા તપ કહેલ છે. આનું શું કારણ ? જે ઉગ્ર તપ, જે ઉગ્ર કાયલેશ અને જેમ દેહદમન ભગવાન આચરે તે જ તપ, તે જ કાયક્લેશ અને તે જ દેહદમન જો બીજો આચરે તો એને વિરેધ ભગવાન શા માટે કરે? શું એમને ખીજાની અદેખાઈ હતી ? કે બીજાના તપને સમજવાનું અજ્ઞાન હતું ? આ બેમાંથી એક ભગવાન મહાવીરનાં હોય એમ કલ્પવું એ એમને ન સમજવા બરાબર છે. ભગવાનનો વિરોધ એ તાપસેાના દેવદમન પરત્વે ન હતો, કારણ કે એવાં દેહદમના તેા તેમણે પોતે આચરેલાં છે, અને તેમની સામે વર્તમાન ધના અણુગાર જેવા તેમના અનેક શિષ્યાએ એવાં જ દેહદમનેા સેવેલાં છે; જેના પુરાવા જૈન આગમામાં મોજૂદ છે. ત્યારે જૂની ચાલી આવતી તાપસ સંસ્થાએ અને તેનાં વિવિધ તપા સામે ભગવાનના વિરાધ કઈ બાબતમાં હતા ? એમને એમાં શી ઊણપ લાગેલી એ સવાલ છે. એને ઉત્તર ભગવાનના પેાતાના જીવનમાંથી અને જૈન પરંપરામાં ચાલ્યા આવતા એ જીવનની ભાવનાના વારસામાંથી મળી આવે છે. ભગવાને તપની શોધ કાંઈ નવી કરી ન હતી; તપ તે એમને કુળ અને સમાજના વારસામાંથી જ સાંપડ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11