Book Title: Syadi Shabda Samuchhay
Author(s): Vijaymahimaprabhsuri
Publisher: Mahimaprabhvijay Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ યત્કિંચિત સ્વાદિશબ્દસમુચ્ચય નામને આ ગ્રન્થ વિક્રમ સંવતની તેરમીચૌદમી શતાબ્દી વચ્ચે મહારાજા વીણલદેવના રાજયશાસન દરમ્યાન રચાયેલ જણાય છે. આ ગ્રન્થના ચયિતા કવિચકચક્રવતી ખેતામ્બર જૈનાચાર્ય શ્રી અમર કસૂરીશ્વરજી મહારાજ છે જેમને કવિ શિક્ષા છન્દોરનાકર, બાલભારતી તથા કલાકપામ્ય વગેરે અનેક ગ્રન્થનું નિર્માણ કરેલ છે. જેમને તે સમયના વિશ્વમાં સિદ્ધવ તરીખે મહા ખ્યાતિ મેળવેલ હતી. એમની વિદત્તા અને કવિત્વશક્તિના અનેક રાજા મહારાજાએ પણ પ્રશંસક બન્યા હતા. શ્રીરત્નમહિરગણિ રચિત ઉપદેશતરંગિણ નામના ગ્રન્થમાં કોઈક પ્રસંગને અનુલક્ષીને જણાવે છે, કે એક વખત કવિરાજ શ્રી અમરચંદ્રસૂરીશ્વરજી પHદા વચ્ચે એક નૂતન શ્લેકની રચના કરતાં જણાવે છે કે__ अस्मिन्नसारं संसारे सारं सारङ्गलोचना । ... આ સંસારમાં સારભૂત કેઈ હોય તે મૃગનયના નારી છે. આ સાંભળતાં જ વંદનાથે' આવેલ વસ્તુપાલ મંગીશ્વર દરવાજા પાસે અટકી જઈ વિચારે છે, કે શું વીતરાગ શાસનના મહાન આચાર્યને રાગભરેલ સ્ત્રીકથા કરવી યોગ્ય છે! આમ વિચારી આચાર્યશ્રી પાસે વંદન કર્યા વિના ઉભા રહ્યા. વસ્તુપાલ મંત્રીશ્વરની મુખમુદ્દા ઉપરથી હૃદયના ભાવ સમજી જઈ તુરત જ બાકીના બે પદ કહે છે, કે- ' यत्कुक्षिप्रभवा एते वस्तुपाल ! भवादृशाः ॥ જે માતાની કુક્ષિમાં આવા વસ્તુપાલ જેવા મહાન પુત્રરત્ન ઉત્પન્ન થયેલ છે. આ સાંભળી મંત્રીશ્વર વસ્તુપાલ હાચિત્ત બની શીઘ્રકવિ તરીખે પ્રશંસક બને છે. આવા સરસ્વતીદેવીની કૃપા પ્રાપ્ત કરનાર કવિકુલકીરીટ અમરચંદ્રસૂરીશ્વર રચિત સ્થાડિશબ્દસમુચ્ચયના ચાર ઉલ્લાસવિભાગે છે જેમાં પ્રથમ વિભાગમાં સ્વરાન્ત પુલિંગ, સ્ત્રીલિંગ અને

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 254