Book Title: Swatantratano Arth Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ ૧૫૪] દર્શન અને ચિંતન અને અંગ્રેજી હકૂમત સ્થાપિત થઈ ત્યાર સુધીની જ દેશની સ્થિતિને વિચાર કરીએ અને તેને અંગ્રેજી હકૂમત સ્થપાયા પછીની દેશની સ્થિતિ સાથે સરખાવીએ તે આપણને સમજવું વધારે સરળ થઈ પડે કે અંગ્રેજી હકૂમત દરમ્યાન અને તે પહેલાંની દેશની સ્થિતિ વચ્ચે કેટલું અને કેવું અંતર હતું. વળી એ પણ સમજવું વધારે સહેલું થઈ પડે કે અંગ્રેજી શાસને કઈ કઈ બાબતમાં ગુલામી લાદી અગર પિપી અને કઈ બાબતમાં એણે જૂની ગુલામીનાં મૂળ ઉખેડ્યાં કે ઢીલાં કર્યા. એ પણ સમજવું વધારે સરળ થઈ પડે કે વિદેશી હકૂમતે, આપણે ઈચ્છીએ તેવા અર્થમાં, સ્વતંત્રતાનાં નવાં બીજે. આ દેશમાં ઇચ્છાએ કે અનિચ્છાએ, જાણે કે અજાણે ક્યાં ક્યાં અને કેટલા પ્રમાણમાં રેયાં કે જેના પરિણામે આજે આપણે સ્વતંત્રતા પ્રાપ્ત થયાની કૃતાર્થતા એક અથવા બીજી રીતે અનુભવીએ છીએ. અંગ્રેજી શાસન સ્થપાયા પહેલાં દેશનું આર્થિક જીવન સ્વતંત્ર હતું, એટલે દેશની ખેતીવાડીનું ઉત્પાદન, તેની વહેચણ, ઉદ્યોગ-ધંધા, કળા-કારીગરી એ બધાનું જીવનદાયી વહેણ માત્ર દેશાભિમુખ હતું. તેથી ગમે તેવા દુષ્કાળમાં પણ પેટને ખાડો પૂરવાનું કામ બ્રિટિશ શાસનને સુકાળના દિવસે કરતાં અનેકગણું સહેલું હતું. માનવજીવનના મુખ્ય આધારરૂપ પશુછવન અને વનસ્પતિજીવન તદ્દન આબાદ લીલાંછમ અને સમૃદ્ધ હતાં, જે બ્રિટિશ શાસનની સ્થાપના પછી ઉત્તરોત્તર હાસ પામતાં પામતાં આજે ક્ષીણપ્રાય થઈ ગયાં છે અને સાવ સુકાઈ કરમાઈને વણસી ગયાં છે, જેને લીધે સંખ્યાની દૃષ્ટિએ માનવસમાજની આબાદી હોવા છતાં જીવનની દૃષ્ટિએ દેશને માનવસમાજ કંકાલ જે રક્ત માંસ અને વીર્યહીન બની ગયા છે. અંગ્રેજી શાસન પહેલાંની દેશમાં પ્રવર્તતી ધાર્મિક, સામાજિક અને કેળવણીની સ્થિતિ અંગ્રેજી શાસન સ્થપાયા પછીની તે વિષયની સ્થિતિની સરખામણીમાં એકંદર પામર અને એક દેશીય જ હતી. દેશમાં ધાર્મિક વાતાવરણ વ્યાપક અને ધન હતું ખરું, પણ એ વાતાવરણમાં જેટલી પરકાભિમુખતાની અને વહેમી ક્રિયાકાંડની પ્રચુરતા હતી તેટલી જ અહિક જીવનના સળગતા અને તત્કાળ ઉકેલ માગતા પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા તેમ જ પુરુષાર્થહીનતા હતી. શ્રદ્ધાનું અતિ અને આંધળું દબાણ બુદ્ધિ તેમ જ તર્કના પ્રકાશને બહુ સરળતાથી ગૂંગળાવી નાખતું. સમાજમાં સ્ત્રીશક્તિ સાવ ઉપેક્ષિત અને સુખ હતી. તેનું સ્વાતંત્ર્ય હતું તો તે માત્ર ઘરઆંગણાના જીવનને દીપાવવા કે ક્ષુબ્ધ કરવા પૂરતું. વર્ણવ્યવસ્થાનું સમગ્ર બળ નાતજાતના અસંખ્ય વાડાઓ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6