Book Title: Smruti Shesha Dada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૧૦] દર્શન અને ચિંતન વિદ્યાપીઠ (સસરા, સૌરાષ્ટ્ર)–એ બધી સંસ્થાઓ મારે મન એક જ કામને પિતાપિતાની રીતે આગળ વધારનારી હેઈ તેમાં હું મૂળગત એકતા જોઉં છું અને તેથી સીધી રીતે જ્યાં જોડાયો ન હોઉં ત્યાંનું હિત પણ મારા મનમાં વસે છે. પટાવાળાથી માંડી શિક્ષક, અધ્યાપક અને અધ્યક્ષ સુધીના બધા જ કાર્યકર્તાઓ પરસ્પર સભાવથી કેવી રીતે સંકળાઈ રહે અને સંસ્થા પ્રત્યે સૌ કેવી રીતે વધારે નિષ્ઠાવાન રહે એ એય મનમાં રાખી અનેક નિર્ણય એઓ કરતા. એવા નિર્ણ કરતી વખતે પાઈપાઈને હિસાબ ચોકસાઈથી તપાસનાર દાદા બહુ જ મોટું મન રાખી કામ કરતા. આને પરિણામે ભે. જે. વિદ્યાભવન અને બ્રહ્મચારીવાડીમાં કામ કરનાર શિક્ષક-અધ્યાપકને મેટો વર્ગ નિકાના અને સદ્ભાવના સળગસૂત્રમાં સંકળાઈ આજ લગી કામ કરતે રહ્યો છે. ગાંધીજીની હયાતી વખતે તેમની દેરવણ પ્રમાણે કામ કરનારને જેમ ગાંધીજીમાં છેલ્લી દૂફ અનુભવાતી તેમ ગુજરાત વિદ્યાસભાના આ વર્તુળમાં કામ કરનાર વિશે પણ મેં જોયું કે સૌનાં દિલમાં દાદાનું શું સ્થાન છે. આર્થિક અને બીજે કારણે જ્યારે જે. જે. વિદ્યાભવનમાં કામ કરનાર મોટા અધ્યાપકવર્ગને સાથે રહી કામ કરવાનું મુશ્કેલ બન્યું ત્યારે જે કાર્યકર્તાવમાં એકત્ર થયે છે તે છૂટે પડી જ્યાં ત્યાં વીખરાઈ ન જાય, એવી દીર્ધદષ્ટિથી દાદાએ રામાનંદ કોલેજ શરૂ કરવાની સંમતિ આપી અને એમાં પિતે સક્રિય ભાગ લીધે. એમની વિદ્યાકાર્યની મૂલવણું પણ અનોખી જોઈ છે. કોઈ એ ઉત્તમ સંપાદન, સંશોધન કે ભાષાન્તર આદિનું કાર્ય કર્યું હોય અને પુરસ્કાર આપવાની વાત નીકળે છે તેમણે કદી વેશ્યવૃત્તિથી નિર્ણય કર્યો હોય એમ મેં નથી જોયું. એ તે કહે કે જે કામ ઉત્તમ હોય તે બદલે પૂરતા આપવો જ જોઈએ. સારું કામ સમજનાર મળી રહેશે અને એ દ્વારા પૈસા આપનાર પણ મળી રહેશે, ઇત્યાદિ. દાદા અમદાવાદમાં આવે ત્યારે હરિજન આશ્રમમાં જવાનું ન ચૂકે. એમનાં વૃદ્ધ માતુશ્રી હતાં ત્યારે તેમને પણ ક્યારેક આશ્રમમાં લઈ જાય. ત્યાં પ્રાર્થના થાય અને આશ્રમવાસી બધાને હૂંફ મળે, જાણે કે ગાંધીજીની સજીવ છાયા જ આવી ન હોય ! જેમ ગાંધીજી પાસે અનેક કામોને ઢગલે અને કામ કરનારાઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5