Page #1
--------------------------------------------------------------------------
________________
સ્મૃતિશેષ દાદા [૨૪]
આજે દેશનું એવું કાઈ પણુ પ્રસિદ્ધ છાપુ' નથી જેમાં દાદાસાહેબ વિશે કાંઈ ને કાંઈ લખાયું ન હાય. • હિન્દુસ્તાન ટાઈમ્સ'ના તા. ૨૮-૨-૫૬ના અંકમાં પં. શ્રી નેહરુએ લોકસભામાં આપેલી ભગ્ય શ્રદ્ાંજલી. છપાયેલી છે, એથી વધારે સારા ખ્યાલ દાદાસાહેબ વિશે ખીજો ભાગ્યે જ આપી શકે.
હું તે અત્રે તેમના વિશે જે કાંઈ લખવા ધારું છું તે મારા ઉપર તેમની સીધા પરિચયથી ઊપજેલી અસર જ છે. તે પ્રમાણમાં મર્યાદિત અને લગભગ અંગત જેવી છતાં અનેક રીતે સૌને ખાધપ્રદ થઈ પડે તેવી મને લાગી છે. ગાંધીજીએ સ્વરાજના શખ`કયો અને દેશના ખૂણે ખૂણે સૈનિકા ઊભરાવા લાગ્યા. અમદાવાદ એ તે મુખ્ય છાવણી હતી. ૧૯૨૧-૨૨માં હું અમદાવાદ આવી રહ્યો, અને જી. વી. માવળ કરનું નામ પ્રથમવાર જ સાંળલ્યું. ભણકારા સંભળાતા કે જી. વી. માવળંકર એક એજ્લી તરુંણુ છે, વકીલ છે અને ગાંધીજીના ચુસ્ત અનુયાયી છે. એ સાથે એમ પણ સાંભળ્યાનું કાંઈક યાદ છે કે બીજા એક માવળંકર છે, તે કટ્ટર સનાતની છે અને ગાંધીજીની હિલચાલના વિરોધી પણ છે. આ બધું સાંભળવા પૂરતું હતું, પણ આગળ જતાં એક સમય એવા આવ્યા જ્યારે જી, વી. માવળંકરને સાંભળવાની તક મળી, ઘણું કરી ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓએ હડતાળ પાડેલી એ દિવસે હતા. સાબરમતીના ખુલ્લા આકાશમાં વિદ્યાર્થીઓ અને નારિકાને મોટા સમુદાય મળેલા. સૌ રાહ જોતા હતા કે માવળ કર કચારે ઊભા થાય. તેઓ ઊભા થયા અને અગ્રેજીમાં ભાષણ ચાલ્યું. હું અંગ્રેજી તે વખતે ન જતા, એટલે તેમના સ્વર અને આરોહ-અવરોહથી જ કાંઈક કલ્પના કરતા. એ સ્વરમાં જેટલી મધુરતા હતી તેટલે જ અસ્ખલિત વેગ હતા. આથી વધારે પરિચય ત્યારે તે ન સધાયા, પણ મણે લાંબે ગાળે એવા અવસર અણુધારી રીતે લાખ્યા. ઘણું કરી ૧૯૪૫ ની વાત છે. શેઠ શ્રી ભાળાભાઈ જેશિ'ગભાઈ દલાલને ત્યાં ગિરિકુંજ (મુંબઈ)માં મળવાનું બન્યુ. ચર્ચાના વિષય હતા શ્રી ભાળાભાઈએ ગુજરાત વિદ્યાસભામાં આપવા
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૦૮]
દર્શન અને ચિંતન ધારેલ રકમને કેવી રીતે ઉપયોગ કરે છે. જે પાંચ-સાત જણ મળેલ તેમાં દાદા ઉપરાંત સત રામનારાયણ પાઠક તથા ભાઈશ્રી રસિકલાલ માણેકલાલ દલાલ અને શ્રી રસિકલાલ છો. પરીખ પણ હતા. ચર્ચામાં દાદા સાહેબે એક અગત્યની વાત કહી જે આગળ જતાં તેમની સાથે લંબાએલ પરિચયને આધારે કહું તે એમનાં અનેક જીવનસૂત્રો પૈકી એક અફર જીવનસૂત્ર જેવી હતી. તે એ કે માત્ર વ્યાજ ઉપર જ સંસ્થાએ કામ કદી ન કરવું. જરૂર જણાતાં સંસ્થાની દઢતા અને વિકાસ માટે મૂળ બધી રકમ ખરચી નાખતાં કદી ખચકાવું જોઈએ નહિ. આ સૂત્ર પાછી એમની દૃષ્ટિ મુખ્યત્વે એ હતી કે પ્રાપ્ત થયેલી રકમો સંસ્થા સંભાળ્યા કરે અને માત્ર એના વ્યાજને જ કામમાં લે તો ઘણી વાર એ સંસ્થાને વિકાસ જ રૂંધાઈ જાય, એ પણ સમય આવેદાદાની દષ્ટિ મુખ્યપણે કામના પાયા પાકા કરવાની, તેને વિકાસ અને વિસ્તાર કરવાની હોઈ તે ફંડની રકમને માત્ર સાચવવાની તરફેણ કરતી ન હતી. હું અત્યાર લગી લગભગ મૌન હતા, પણ એમની એ દષ્ટિ મને તરત જ ગળે ઊતરી; કારણ કે, અતિ નાના ક્ષેત્રમાં પણ ભારે અનુભવ એ જ હતું કે જે ખરેખર કામ જમાવવું અને વિકસાવવું હોય, કામ કરનાર પણ સાચા અને જાગતા હોય તે જમા ફંડને જેમનું તેમ સાચવી માત્ર વ્યાજનો જ ઉપગ કર. વાથી ધારેલી નેમ બર નથી જ આવતી. તેથી મેં એમની દૃષ્ટિનું સમર્થન કર્યું કે છોડ ઉપર ફળ આવે ત્યારે જ વાવેતર સફળ છે એમ માનવું એ ધૂળ દૃષ્ટિ છે, ખરી રીતે જમીન–ખેડાણ, ખાતર આદિ પ્રાથમિક ક્રિયાઓ સુયોગ્ય રીતે થાય તે એમાં પણ એ ભાવિ દૃશ્ય-ફળ સમાયેલું જ છે; કેમકે, એવા ફળને આધાર મુખ્યપણે પાકી પ્રાથમિક તૈયારીમાં છે. આમ સીધી રીતે પરસ્પરની વાતચીત વિના પણ અમે બંને અંદરથી એક જ દિશામાં છીએ એવું મને ભાન થયું છે.
વચલા દિવસો બનારસમાં વીત્યા, પણ વળી અણધારી રીતે ૧૯૪૭ના જૂન માસમાં અમદાવાદ આવી રહેવાનું બન્યું. હવે દાદાસાહેબને મળવાના સીધા પ્રસંગે આવતા ગયા. તેઓ ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ. એ સભાને આશ્રયે ચાલતા . જે. વિદ્યાભવનના પણ પ્રમુખ. એટલે વિદ્યાસભાની કઈ સભા હોય તેય મળવાનું બને અને ભે. જે. વિદ્યાસભાની કાર્યવાહક સમિતિની બેઠક હોય તેય મળવાનું બને. ગુજરાત વિદ્યાસભાની સભા તે એ સભાના મકાનમાં મળે; પણ ભો. જે. વિદ્યાભવનની કાર્યવાહક સમિતિ દાદાના પિતાના મહારાષ્ટ્ર સંસાયટીમાંના મકાનમાં મળે. એમને મકાને
Page #3
--------------------------------------------------------------------------
________________
સ્મૃતિશેષ દાદા
[૧૦૯ સમિતિ મળે ત્યારે જ એમને ખરે પરિચય સાધવાની તક સાંપડે. વર્ષમાં અનેક વાર એ સમિતિ મળે. છેલ્લે છેલ્લે ૮-૨-૧૬ના રોજ પણ એમને ત્યાં જ સમિતિ ભળેલી. એક સભ્યના નાતે હું અમદાવાદ હોઉં ત્યારે તબિયત ગમે તેવી હૈય, છતાં એ બેઠકમાં હાજર રહેવાને લાભ ખાળી ન શકું એવું આકર્ષણ દાદાસાહેબની કાર્યપદ્ધતિ, વિચારસરણી અને ખુલ્લા દિલથી. સૌ સાથે વાત કરવાની ટેવ જન્માવ્યું હતું.
કાર્યસૂચિમાં લખાયેલ કામકાજને લગતી વિગતે એમણે પ્રથમથી જ સમજી લીધી છે, એટલે ગમે તેટલાં કામો પણ ત્વરાથી પતાવે. એ કામકાજ થયા પછી આપી શકાય તેટલું વધારે વખત આપીને પણ અનેક વાતે ઉપસ્થિત સભ્ય સમક્ષ એવી ખૂબીથી કરે કે સહેજે ઊઠવાનું મન જ ન થાય. એમની બધી વાતને સામાન્ય સૂર એક જ અને તે એ કે જે કામ અનેક જણે સાથે મળી કરવાનાં હોય તેમાં અરસપરસ પૂરો વિશ્વાસ કેળવવો જોઈએ. કાંઈ ગૂઢ નહિ અને કાંઈ અન્યથા નહિ. મને તેમના આ. સૂરમાં ગાંધીજીને જ સૂર સંભળાતે.
સભાનું કામ પતે ત્યારે દાદા કાર્યકર્તાઓને અને સભ્યોને એક વાત અકૃત્રિમ રીતે નમ્રપણે કહેતા, કે વિદ્યાના ક્ષેત્રમાં તમે જે જે કામ કરે છે તે બધા તે તે ક્ષેત્રમાં નિષ્ણાત છે. હું એ ક્ષેત્રનો માનવી નથી. એટલે. તમારા ક્ષેત્ર પર ઊંડાણમાં ઊતરી વિશેષ સૂચના ન કરી શકું, પણ બીજા ક્ષેત્રમાં પડ્યો છું છતાં વિદ્યા વિશે મારે રસ જરાય ઓછો નથી. તેથી હું મારી ફરજ એટલી જ સમજું છું કે વિદ્યાના ક્ષેત્રમાં કામ કરનારા
ને બને તેટલી વધારેમાં વધારે અનુકૂળતા કરી આપવી અને તેમને સાધન પૂરાં પાડવાં. મેં તેમના આ વિચારને જીવનમાં સાકાર થતો સદાર અનુભવ્યો છે.
દાદાની એક વિશેષતા તેમની સ્પષ્ટ દૃષ્ટિ ઉપરાંત તેમની ઉદારતામાં પણ જોયેલી. ઉદારતા પણ અનેકમુખી. સંપ્રદાય કે પંથને સંકુચિત ચેપ તે હોય જ શાને? પણ સામાન્ય રીતે ઘણું મોટી વ્યક્તિઓમાં અનુભવાય. છે તે સંસ્થા પ્રત્યેને સંકુચિત દૃષ્ટિકોણ પણ કદી મેં ન જે. આમ તે તેઓ સીધી રીતે ગુજરાત વિદ્યાસભા ને તેને આશ્રયે ચાલતી બીજી સંસ્થાઓના જ મુખિયા હતા, પણ તેઓ અવારનવાર સાચી રીતે કહેતા કે ગુજરાત વિદ્યાસભા હોય કે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિશ્વવિદ્યાલય હોય કે વલ્લભવિદ્યાનગર, વડોદરા યુનિવર્સિટી હોય કે લેકભારતી ગ્રામ
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૧૦]
દર્શન અને ચિંતન વિદ્યાપીઠ (સસરા, સૌરાષ્ટ્ર)–એ બધી સંસ્થાઓ મારે મન એક જ કામને પિતાપિતાની રીતે આગળ વધારનારી હેઈ તેમાં હું મૂળગત એકતા જોઉં છું અને તેથી સીધી રીતે જ્યાં જોડાયો ન હોઉં ત્યાંનું હિત પણ મારા મનમાં વસે છે.
પટાવાળાથી માંડી શિક્ષક, અધ્યાપક અને અધ્યક્ષ સુધીના બધા જ કાર્યકર્તાઓ પરસ્પર સભાવથી કેવી રીતે સંકળાઈ રહે અને સંસ્થા પ્રત્યે સૌ કેવી રીતે વધારે નિષ્ઠાવાન રહે એ એય મનમાં રાખી અનેક નિર્ણય એઓ કરતા. એવા નિર્ણ કરતી વખતે પાઈપાઈને હિસાબ ચોકસાઈથી તપાસનાર દાદા બહુ જ મોટું મન રાખી કામ કરતા. આને પરિણામે ભે. જે. વિદ્યાભવન અને બ્રહ્મચારીવાડીમાં કામ કરનાર શિક્ષક-અધ્યાપકને મેટો વર્ગ નિકાના અને સદ્ભાવના સળગસૂત્રમાં સંકળાઈ આજ લગી કામ કરતે રહ્યો છે. ગાંધીજીની હયાતી વખતે તેમની દેરવણ પ્રમાણે કામ કરનારને જેમ ગાંધીજીમાં છેલ્લી દૂફ અનુભવાતી તેમ ગુજરાત વિદ્યાસભાના આ વર્તુળમાં કામ કરનાર વિશે પણ મેં જોયું કે સૌનાં દિલમાં દાદાનું શું સ્થાન છે. આર્થિક અને બીજે કારણે જ્યારે જે. જે. વિદ્યાભવનમાં કામ કરનાર મોટા અધ્યાપકવર્ગને સાથે રહી કામ કરવાનું મુશ્કેલ બન્યું ત્યારે જે કાર્યકર્તાવમાં એકત્ર થયે છે તે છૂટે પડી જ્યાં ત્યાં વીખરાઈ ન જાય, એવી દીર્ધદષ્ટિથી દાદાએ રામાનંદ કોલેજ શરૂ કરવાની સંમતિ આપી અને એમાં પિતે સક્રિય ભાગ લીધે.
એમની વિદ્યાકાર્યની મૂલવણું પણ અનોખી જોઈ છે. કોઈ એ ઉત્તમ સંપાદન, સંશોધન કે ભાષાન્તર આદિનું કાર્ય કર્યું હોય અને પુરસ્કાર આપવાની વાત નીકળે છે તેમણે કદી વેશ્યવૃત્તિથી નિર્ણય કર્યો હોય એમ મેં નથી જોયું. એ તે કહે કે જે કામ ઉત્તમ હોય તે બદલે પૂરતા આપવો જ જોઈએ. સારું કામ સમજનાર મળી રહેશે અને એ દ્વારા પૈસા આપનાર પણ મળી રહેશે, ઇત્યાદિ.
દાદા અમદાવાદમાં આવે ત્યારે હરિજન આશ્રમમાં જવાનું ન ચૂકે. એમનાં વૃદ્ધ માતુશ્રી હતાં ત્યારે તેમને પણ ક્યારેક આશ્રમમાં લઈ જાય. ત્યાં પ્રાર્થના થાય અને આશ્રમવાસી બધાને હૂંફ મળે, જાણે કે ગાંધીજીની સજીવ છાયા જ આવી ન હોય !
જેમ ગાંધીજી પાસે અનેક કામોને ઢગલે અને કામ કરનારાઓને
Page #5
--------------------------------------------------------------------------
________________ સ્મૃતિષ દાદા [111 સંધ સદા જોવા મળતું, તેમ જ એક પછી એક કામ ઉકેલાતું પણ જોવા મળતું; એ જ રીતે દાદા પાસે પણ જોવા મળતું. ગાંધીસ્મારકને લગતાં કામે હોય, કરતૂરબા ટ્રસ્ટમાંથી ચાલતી અનેક સંસ્થાઓના કાર્યકર્તાઓ આવેલા હેય, શહેરના અને બીજા પ્રશ્નો હોય, કેટલાક જણ એમ ને એમ સલાહ લેવા આવ્યા છે, પણ એ બધાનો ઉકેલ ધીરજ અને સમજણપૂર્વક કરે અને કોઈને અણગમતે નિર્ણય સંભળાવ્યો હોય તેય તેને હસતે કરી વિદાય કરે. આ તેમની સિદ્ધિ, એ ગાંધીજીની સિદ્ધિની જ યાદ આપતી. –બુદ્ધિપ્રકાશ, માર્ચ 1956