SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮] દર્શન અને ચિંતન ધારેલ રકમને કેવી રીતે ઉપયોગ કરે છે. જે પાંચ-સાત જણ મળેલ તેમાં દાદા ઉપરાંત સત રામનારાયણ પાઠક તથા ભાઈશ્રી રસિકલાલ માણેકલાલ દલાલ અને શ્રી રસિકલાલ છો. પરીખ પણ હતા. ચર્ચામાં દાદા સાહેબે એક અગત્યની વાત કહી જે આગળ જતાં તેમની સાથે લંબાએલ પરિચયને આધારે કહું તે એમનાં અનેક જીવનસૂત્રો પૈકી એક અફર જીવનસૂત્ર જેવી હતી. તે એ કે માત્ર વ્યાજ ઉપર જ સંસ્થાએ કામ કદી ન કરવું. જરૂર જણાતાં સંસ્થાની દઢતા અને વિકાસ માટે મૂળ બધી રકમ ખરચી નાખતાં કદી ખચકાવું જોઈએ નહિ. આ સૂત્ર પાછી એમની દૃષ્ટિ મુખ્યત્વે એ હતી કે પ્રાપ્ત થયેલી રકમો સંસ્થા સંભાળ્યા કરે અને માત્ર એના વ્યાજને જ કામમાં લે તો ઘણી વાર એ સંસ્થાને વિકાસ જ રૂંધાઈ જાય, એ પણ સમય આવેદાદાની દષ્ટિ મુખ્યપણે કામના પાયા પાકા કરવાની, તેને વિકાસ અને વિસ્તાર કરવાની હોઈ તે ફંડની રકમને માત્ર સાચવવાની તરફેણ કરતી ન હતી. હું અત્યાર લગી લગભગ મૌન હતા, પણ એમની એ દષ્ટિ મને તરત જ ગળે ઊતરી; કારણ કે, અતિ નાના ક્ષેત્રમાં પણ ભારે અનુભવ એ જ હતું કે જે ખરેખર કામ જમાવવું અને વિકસાવવું હોય, કામ કરનાર પણ સાચા અને જાગતા હોય તે જમા ફંડને જેમનું તેમ સાચવી માત્ર વ્યાજનો જ ઉપગ કર. વાથી ધારેલી નેમ બર નથી જ આવતી. તેથી મેં એમની દૃષ્ટિનું સમર્થન કર્યું કે છોડ ઉપર ફળ આવે ત્યારે જ વાવેતર સફળ છે એમ માનવું એ ધૂળ દૃષ્ટિ છે, ખરી રીતે જમીન–ખેડાણ, ખાતર આદિ પ્રાથમિક ક્રિયાઓ સુયોગ્ય રીતે થાય તે એમાં પણ એ ભાવિ દૃશ્ય-ફળ સમાયેલું જ છે; કેમકે, એવા ફળને આધાર મુખ્યપણે પાકી પ્રાથમિક તૈયારીમાં છે. આમ સીધી રીતે પરસ્પરની વાતચીત વિના પણ અમે બંને અંદરથી એક જ દિશામાં છીએ એવું મને ભાન થયું છે. વચલા દિવસો બનારસમાં વીત્યા, પણ વળી અણધારી રીતે ૧૯૪૭ના જૂન માસમાં અમદાવાદ આવી રહેવાનું બન્યું. હવે દાદાસાહેબને મળવાના સીધા પ્રસંગે આવતા ગયા. તેઓ ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ. એ સભાને આશ્રયે ચાલતા . જે. વિદ્યાભવનના પણ પ્રમુખ. એટલે વિદ્યાસભાની કઈ સભા હોય તેય મળવાનું બને અને ભે. જે. વિદ્યાસભાની કાર્યવાહક સમિતિની બેઠક હોય તેય મળવાનું બને. ગુજરાત વિદ્યાસભાની સભા તે એ સભાના મકાનમાં મળે; પણ ભો. જે. વિદ્યાભવનની કાર્યવાહક સમિતિ દાદાના પિતાના મહારાષ્ટ્ર સંસાયટીમાંના મકાનમાં મળે. એમને મકાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249286
Book TitleSmruti Shesha Dada
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Society
File Size89 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy