Book Title: Smruti Shesha Dada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સ્મૃતિશેષ દાદા [૨૪] આજે દેશનું એવું કાઈ પણુ પ્રસિદ્ધ છાપુ' નથી જેમાં દાદાસાહેબ વિશે કાંઈ ને કાંઈ લખાયું ન હાય. • હિન્દુસ્તાન ટાઈમ્સ'ના તા. ૨૮-૨-૫૬ના અંકમાં પં. શ્રી નેહરુએ લોકસભામાં આપેલી ભગ્ય શ્રદ્ાંજલી. છપાયેલી છે, એથી વધારે સારા ખ્યાલ દાદાસાહેબ વિશે ખીજો ભાગ્યે જ આપી શકે. હું તે અત્રે તેમના વિશે જે કાંઈ લખવા ધારું છું તે મારા ઉપર તેમની સીધા પરિચયથી ઊપજેલી અસર જ છે. તે પ્રમાણમાં મર્યાદિત અને લગભગ અંગત જેવી છતાં અનેક રીતે સૌને ખાધપ્રદ થઈ પડે તેવી મને લાગી છે. ગાંધીજીએ સ્વરાજના શખ`કયો અને દેશના ખૂણે ખૂણે સૈનિકા ઊભરાવા લાગ્યા. અમદાવાદ એ તે મુખ્ય છાવણી હતી. ૧૯૨૧-૨૨માં હું અમદાવાદ આવી રહ્યો, અને જી. વી. માવળ કરનું નામ પ્રથમવાર જ સાંળલ્યું. ભણકારા સંભળાતા કે જી. વી. માવળંકર એક એજ્લી તરુંણુ છે, વકીલ છે અને ગાંધીજીના ચુસ્ત અનુયાયી છે. એ સાથે એમ પણ સાંભળ્યાનું કાંઈક યાદ છે કે બીજા એક માવળંકર છે, તે કટ્ટર સનાતની છે અને ગાંધીજીની હિલચાલના વિરોધી પણ છે. આ બધું સાંભળવા પૂરતું હતું, પણ આગળ જતાં એક સમય એવા આવ્યા જ્યારે જી, વી. માવળંકરને સાંભળવાની તક મળી, ઘણું કરી ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓએ હડતાળ પાડેલી એ દિવસે હતા. સાબરમતીના ખુલ્લા આકાશમાં વિદ્યાર્થીઓ અને નારિકાને મોટા સમુદાય મળેલા. સૌ રાહ જોતા હતા કે માવળ કર કચારે ઊભા થાય. તેઓ ઊભા થયા અને અગ્રેજીમાં ભાષણ ચાલ્યું. હું અંગ્રેજી તે વખતે ન જતા, એટલે તેમના સ્વર અને આરોહ-અવરોહથી જ કાંઈક કલ્પના કરતા. એ સ્વરમાં જેટલી મધુરતા હતી તેટલે જ અસ્ખલિત વેગ હતા. આથી વધારે પરિચય ત્યારે તે ન સધાયા, પણ મણે લાંબે ગાળે એવા અવસર અણુધારી રીતે લાખ્યા. ઘણું કરી ૧૯૪૫ ની વાત છે. શેઠ શ્રી ભાળાભાઈ જેશિ'ગભાઈ દલાલને ત્યાં ગિરિકુંજ (મુંબઈ)માં મળવાનું બન્યુ. ચર્ચાના વિષય હતા શ્રી ભાળાભાઈએ ગુજરાત વિદ્યાસભામાં આપવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5