Book Title: Siri Usahanahchariyam
Author(s): Vijaykastursuri, Chandrodayvijay Gani
Publisher: Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 9
________________ પ્રકાશકીય જેનગ્રન્થકારો પૈકી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે વિવિધ વિષયના ગ્ર રચ્યા છે. એમાનાં એકનું-નામ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર છે. આ સંસ્કૃત મહાકાવ્ય-૧૦ -પર્વમાં વિભકત છે એના પ્રથમ પર્વમાં મુખ્યત્વે કૌશલિક-શ્રી ઋષભદેવ ભગવંતનું વિસ્તૃત ચરિત્ર છે. એનું પ્રાકૃત રૂપાન્તર પરમપૂજ્ય પ્રાકૃતવિશારદઆચાર્ય મહારાજ શ્રીવિજ્ય કસ્તુરસૂરીશ્વરજી મહારાજશ્રીએ કર્યું છે. આ પુસ્તકનું પ્રકાશન કરતાં અમો અતિ આનંદ અનુભવીએ છીએ એના ખાસ કરીને બે કારણે છે. એક તે આ ઉસહનાહચરિય દ્વારા ત્રિષષ્ઠિ શલાકા પુરુષચરિત્રનું પ્રથમ પર્વ ચિરકાલીન બને છે. બીજુ આજકાલ પ્રાકૃતમાં કૃતિઓ રચનારાઓની સંખ્યા અતિવિરલ છે. એટલે આ પ્રાકૃત રૂપાન્તરથી પ્રાકૃત-સાહિત્યમાં વૃદ્ધિ થાય છે. પ્રસ્તુત ગ્રન્થકાર શાસન સમ્રાટુ અનેક તીર્થોદ્ધારક-આબાલ બ્રહ્મચારિ પરમકૃપાળુ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર-પરમપૂજ્ય સમયજ્ઞ શાન્તસૂતિ આચાર્ય મહારાજ શ્રીવિજ્ય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શિષ્ય થાય છે. જગવિખ્યાત શાસન સમ્રાશ્રીની તથા તેઓશ્રીના વિદ્વાન સૂરિશિષ્ય પ્રશિષ્યની સર્વમુખી સાહિત્ય સેવા પ્રશંસાપાત્ર બની છે. તે પૈકી આ ઉસહનાહચરિયના રચયિતા આચાર્યશ્રીજીની પણ કૃતોપાસના-સાહિત્યસેવા આદર પાત્ર બની છે. તેઓશ્રીરચિત-અનુવાદિત સંકલિત-સંગૃહીત તેમ-સંપાદિત-સાહિત્યરાશિ કેટલેક પ્રકાશિત થયો છે. જ્યારે અપ્રકાશિત–પણ બહુ સંખ્યક રહ્યો છે. જીવનભર ગુરુકુલવાસમાં રહી અજબ ગજબના રત્નત્રયીના સાધનાના વાતાવરણમાં જ્ઞાનગના પરિપાકના પરિણામે તેઓશ્રીએ પોતાના શિષ્ય સમૂહને પણ તે માર્ગે દોરી કૃપાસનાના સાધક બનાવી શાસનને સમર્પિત કર્યો છે અને કરે છે. વાત્સલ્યવારિધિ પૂઃ ગુરુદેવ શ્રીમાન વિવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ શ્રીજીની ત્રિષષ્ઠિના પ્રાકૃતમાં રૂપાન્તર કરવાની પ્રેરણુ પૂજ્ય વિજ્ય કસ્તૂરસૂરિજી મહારાજને મળતાં વિ. સં. 2015 ના મુંબઈ પાયધુની શ્રીનમિનાથજી ઉપાશ્રયના ચાતુર્માસ પ્રસંગે મંગલ પ્રારંભ થયો અને વિ. સં. 2016 ના શ્રીગેડીજી ઉપાશ્રયના ચાતુર્માસમાં પ્રથમપર્વના પ્રાકૃતરૂપાન્તરની પૂર્ણાહુતિ થઈ છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 250