Book Title: Shu Pratigya E Bandhan Che Author(s): Mahodaysagarji Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 5
________________ નજી. .... theses.soft. .. .. ****f-fon ..andeshoto see some of the whol131 અપેક્ષા કરવા....વળી શ્રેણિક મહારાજા પૂર્વે બાંધેલાં તથા વિવિધ પ્રકારનાં નિકાચિત અપ્રત્યાખ્યાન કષાય મેહનીય કર્મના ઉદયથી વ્રત-પચ્ચખાણ લઈ શકતા નહોતા કે કોઈ પણ વસ્તુને ત્યાગ કરી શકતા નહોતા, પરંતુ તેમના હૃદયમાં તે વિરતિ (પ્રતિજ્ઞા) ધર્મનો અને વિરતિધરો પ્રત્યે ભારોભાર બહુમાન હતું. જરા પગ અરુચિ કે ઉપેક્ષા ન હતી અને પોતે પ્રતિજ્ઞા ન લઈ શકવા બદલ તેમના અંતરમાં ખૂબ જ પશ્ચાત્તાપ રહ્યા કરતો હશે. તેથી જ તે પ્રતિજ્ઞા પ્રત્યેના સાપેક્ષમાવપૂર્વક પરમાત્મભક્તિના પ્રતાપે તીર્થકર થવાના છે; નહિ કે વ્રત–પશ્ચચાણ પ્રત્યેની ઉપેક્ષા હોવા છતાં પણ. વળી તે જ ભવમાં અવશ્ય કેવળજ્ઞાન પામી તીર્થકર બન મેક્ષે જનાર અને પદ્યસ્થ અવસ્થામાં પણ મેટે ભાગે સતત આત્મધ્યાનમાં લીન રહેનારા એવા ચરમ તીર્થપતિ શ્રવણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પણ જે જગપ્રસિદ્ધ મહાપ્રતિજ્ઞા લીધી હતી, અને જેના પ્રભાવે પાંચ (5) મહિના અને પચ્ચીસ (25) દિવસના ઉપવાસના અંતે પ્રતિજ્ઞાની બધી શરતે પૂર્ણ થવાથી ચંદનબાળાના હાથે તેમનું પારણું થયું હતું, એ વાત પણ ધ્યાન આદિની વાત કરી વ્રત–પચ્ચખાણની ઉપેક્ષા કરનારા આત્માઓએ ખાસ વિચારવા જેવી છે. વળી દરેક તીર્થકર ભગવંતોને દીક્ષા લેતી વખતે “કરિએ સામાઈયં” ઈત્યાદિ ચાવજીવ સામાચિક ભીષ્મ પ્રતિજ્ઞાના ઉચ્ચાર કરતાંની સાથે જ પરમ વિશુદ્ધ અધ્યવસાયો થવાથી અત્યંત નિર્મળ એવું મન:પર્યવ નામે ચોથું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ બાબત પણ પ્રતિજ્ઞાની મહત્તા સમજાવવા પૂરતી નથી શું ? દરેક આત્માઓ આ લેખ મનનપૂર્વક વાંચી, વિચારી પ્રતિજ્ઞા કે નિયમ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ માન્યતાઓને મગજમાંની દેશવટો આપીને વિધેયાત્મક અને નિષેધાત્મક નિયમમાંથી યથાશક્તિ નિયમોનો સ્વીકાર કરી તેનું સુંદર રીતે પાલન કરી દેવ-દુર્લભ માનવભવને સફળ બનાવે એ જ શુભેચ્છા ! | | શિવમતુ સર્વ કાત્ સાચો સાધક જીવવાની આશ અને મરણને ભય એ બંનેથી સર્વથા મુકત અધર્મ કરનારા આતમા એ સૂઈ રહે એ સારું છે, પણ ધર્મપરાયણ આત્માઓ જાગતા રહે એ સારું છે. - શ્રી ભગવતી સૂત્ર શ્રી આર્ય ક યાણૉતમસ્મૃતિગ્રંથ છE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5