Page #1
--------------------------------------------------------------------------
________________
શું પ્રતિજ્ઞા એ બંધન છે?
– મુનિ શ્રી મહોદયસાગરજી ગુણબાલ”
[“પ્રતિજ્ઞા (નિયમ) લઈ એ અને તૂટી જાય એના કરતાં પ્રતિજ્ઞા ન લેવી સારી” ઇત્યાદિ બેલનારાઓ આટલું તે જરૂર વિચારે.]
આજે ઘણા આત્માઓ “પ્રતિજ્ઞા (નિયમ) લેવાની શી જરૂર છે?” “અમે તે પ્રતિજ્ઞા લીધા વિના જ અમુક રીતે વર્તીશું, પરંતુ પ્રતિજ્ઞા તે નહિ લઈએ!”
પ્રતિજ્ઞા એ તે બંધન છે!” “પ્રતિજ્ઞા લઈએ અને પછી ભાંગી જાય એના કરતાં પ્રતિજ્ઞા ન લેવી સારી” ઈત્યાદિ માનતા, બેલતા કે પ્રચારતા જોવા મળે છે.
તેઓએ આટલું જરૂર વિચારવું ઘટે કે, જેમ વ્યવહારમાં પણ રેડિયે કે ટી. વી. વગેરે મને રંજનના સાધને ઘરમાં વસાવ્યા પછી કદાચ ૧૨ મહિના સુધી તેને ઉપયોગ બિલકુલ ન થાય તે પણ જે લાયસન્સ રદ ન કરાવ્યું હોય તે ૧ર મહિનાને અંતે તેને ટેક્ષ ભરવો જ પડે છે. મકાન ભાડે લીધા પછી સગવશાત્ તેનો ઉપયોગ ન કરી શકવા છતાં પણ મકાન વિધિપૂર્વક પાછું સુપ્રત ન કર્યું હોય તે તેનું ભાડું ભરવું જ પડે છે. તેવી જ રીતે દુનિયામાં થઈ રહેલાં અગણિત પાપનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કર્યો હોય ત્યાં સુધી, ગમે તે પળે ગમે તે પાપ કરી નાખવાની શક્યતા ખુલ્લી રહેલી હોવાથી તે પાપ ન કરવા છતાં પણ તે નિમિત્તે કર્મબંધ ચાલુ જ રહે છે. માટે જ તે નિગોદ (અનંતકાય-અનંત જીવોનું એક જ સૂક્ષ્મ શરીર)ના જીવ હિંસા, અસત્ય, ચેરી, મથુન જેવાં કઈ પણ પ્રકારનાં વ્યક્ત (સ્પષ્ટ) પાપ ન કરતા હોવા છતાં પણ પ્રતિજ્ઞા પૂર્વક પાપોના ત્યાગના અભાવ (અવિરતિ)થી થતા કર્મના આશયથી તેઓને અનંતકાળ સુધી નરક કરતાં પણ અનંતગણું દુઃખેવાળી નિગોદમાં જન્મ-મરણ કરવાં પડે છે; વળી પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવે મુખ ન હોવાથી કવલાહાર (મુખ દ્વારા કેળિયા રૂપે આહાર ગ્રહણ કરે તે) કરી શકતા નથી. તેમ છતાં પણ પ્રતિજ્ઞા (વિરતિ)ના અભાવે
મક શાઆર્ય કયાણામસ્મૃતિગ્રંથ કઈE
Page #2
--------------------------------------------------------------------------
________________
[૧૫૮]or
bacco aa sachch
ઉપવાસનું પુણ્ય પામી શકતા નથી અને અસખ્ય વર્ષો સુધી તેમને એકેન્દ્રિય ચેાનિએમાં જ જન્મમરણ કરવા પડે છે. માટે વિરિત ( પાપે। ન કરવાની પ્રતિજ્ઞાના અભાવ ) થી થતા નિરર્થીક ક`બંધથી બચવા માટે પ્રતિજ્ઞા એ ખૂબ જ જરૂરી છે.
વળી કેટલાક જીવા એમ પણ કહે છે કે “ અમુક પાપ ન કરવું એ જાતની પ્રતિજ્ઞા લેવાથી ઊલટું મન તે વાતને જ વારંવાર વિચાર કરવા માંડે છે, માટે પ્રતિજ્ઞા લેવી નહિ.” આ વાત પણ ખરાખર નથી. કારણ કે શરૂઆતમાં કદાચ પૂર્વના સંસ્કારવશાત્ તેમ થાય તેા પણ જો તે પાપનાં નુકસાન સમજવાપૂર્વક તેમ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હાય તા ધીરે ધીરે મન ટેવાઈ જાય છે કે, મારે તે અમુક કામ ન કરવાની પ્રતિજ્ઞા જ છે, એટલે મારે એ બાબતના વિચાર કરવા પણ વ્યર્થ છે. ઉપવાસનુ' મહત્ત્વ સમજવા પૂર્ણાંક તેનુ પચ્ચક્ખાણ લીધા પછી ગમે તેવી સુંદર રસવતી સામે આવે તે પણ “ મારે તે આજે ઉપવાસની પ્રતિજ્ઞા છે. ” એવા ખ્યાલથી પ્રાયઃ કરીને તે સુંદર રસવતીને ખાવાનુ` કે તેને વિચાર કરવાનું પણ મન થતું નથી. આ અનુભવસિદ્ધ હકીકત છે. આ તા થઈ નિષેધાત્મક નિયમની વાત.
વળી કરવા ચેાગ્ય સુંદર અનુષ્ઠાને માટે પણ “હું આમ જરૂર કરીશ.” આવી પ્રતિજ્ઞા લીધી ન હેાય પણ ફક્ત સકલ્પ જ કર્યાં હેાય તે આપણુ મન સામાન્ય નિમિત્તો મળતાં જ તરત એ શુભ સંકલ્પથી ચલિત થઈ જાય છે. દા. ત. દરરાજ પ્રભુદન કરવાને માત્ર સ`કલ્પ (પ્રતિજ્ઞા નહિ) કર્યાં હાય તે થાડુ પણ વ્યાવહારિક કાર્ય આવી પડતાં તરત જ મન નબળુ પડી જાય છે કે · આજે તે અમુક પ્રકારના સયેગા હોવાથી તારાથી દશન થઈ શકશે નિહ. કાલથી જરૂર કરીશ. આજે એક દિવસ દર્શન ન થાય તે શુ ખાટુ મેળું થઈ જવાનું હતું !' પણ જો પ્રભુદર્શન કરવાની પ્રતિજ્ઞા જ લીધી હેાય તે ‘મારે તે સવારના મુખમાં કાંઈ પણ નાખતાં પહેલાં પ્રભુદશ્તન કરવાની પ્રતિજ્ઞા છે, માટે મારે તેનુ પાલન કરવું જ જોઈ એ.’ આવા વિચારથી એ શુભ અનુષ્ઠાનમાં નિયમિતતા જળવાઈ રહે છે. માટે વિધેયાત્મક બાબતેની પણ પ્રતિજ્ઞા (નિયમ ) જરૂર લેવી જોઈ એ.
વળી પ્રતિજ્ઞાને બંધન માનનારાઓએ એટલું જરૂર વિચારવું જોઈ એ કે, જેમ મેટર, રેલવે, વિમાન વગેરેને બ્રેક હાય, ઘેાડા-બળદ વગેરેને લગામ હોય, સમુદ્ર-નદીને કાંઠાની મર્યાદા હોય તે જ તેએ ઉપયોગી બની રહે છે. પરંતુ બ્રેક વગરની મેટર, રેલવે, વિમાન તથા લગામ વગરના ઘેાડા-ખળદ વગેરે તેમ જ કાંડા વગરના સમુદ્ર – નદીથી અનેક હેાનારતે સય છે, તેવી જ રીતે જીવનમાં પણ ઇન્દ્રિયા અને મન ઉપર પ્રતિજ્ઞા
શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
ebsbhaveshbhai de dabbawma [[૫૯]
નિયમ રૂપી બ્રેક-લગામ કે મર્યાદા હોય તેા જ તે જીવન પેાતાને એને બીજા પણ અનેકાને ઉપયાગી બની શકે છે. પરંતુ નિયમ વગરનું નિરંકુશ જીવન તે અનાદિકાળના વિષય–કષાયેાના કુસંસ્કારાને કારણે સ્વ–પરને અનેક રીતે અભિશાપરૂપ ( નુકસાનકારક ) બની રહે તે પણ નવાઈ નહિ. માટે ટૂંકમાં પ્રતિજ્ઞા એ બંધન નથી, પણ ઊલટુ` રાગદ્વેષની વાસનાએના અને વિષય-કષાયના કુસંસ્કારોનાં અધનાથી આત્માને છેડાવવા માટે તીક્ષ્ણ અસિધારા (તલવારની ધાર)નું કામ કરે છે. પ્રતિજ્ઞા એ તે પ્રમાદરૂપી શત્રુનો ખાવૃષ્ટિથી આત્માનું રક્ષણ કરવા માટે મજબૂત કવચ છે, અખ્તર છે. આવી પ્રતિજ્ઞાને અંધન માનવું એ તે ખરેખર નરી આત્મવંચના જ છે.
વ્યવહારમાં પણ વેપારના અને સ્કૂલ-કોલેજોના, હાટલે! અને સિનેમા–ટોકિઝોના, કલા અને જીમખાનાંઓના, રેલવે અને મસાના, ટપાલખાતા અને બેન્કીના, કોટકચેરીએ અને મ્યુનિસિપાલિટીના, રેશનિંગ અને દૂધ કેન્દ્રોના, મ`ડળા અને સાસાયટીએના અનેક નિયમાને ડગલે પગલે આધીન રહી જીવન જીવનારે માનવી માત્ર ધાર્મિક નિયમાને જ બંધન રૂપ કહી તેની ઉપેક્ષા કરે તે એવા એ ભારેકમી માનવીની માત્ર ભાવ—યા ચિંતવવા સિવાય ખીન્ને ઉપાય પણ શું હોઈ શકે ?
વળી “ પ્રતિજ્ઞા લઈએ અને ભાંગી જાય તે ? ” એમ કહેનારા ‘મૂઆ પહેલાં જ મેકાણું' માંડે છે. પ્રતિજ્ઞા લીધા પહેલાં જ ભાંગી જવાની વાત કરનારા “રાતા જાય એ મૂઆની જ ખબર લાવે.” એ લોકોક્તિને ચિરતાં કરનારા છે, પરંતુ તેએ સાંસારિક કાર્યામાં આવું કશું જ વિચારતા નથી કે પ્લેનમાં બેસી ફોરેન (પરદેશ) જાઉ' તેા છેં. પણ અધવચ્ચે જ વિમાન સળગી જશે તે...? ’ ‘હજારો રૂપિયા ખર્ચીને ડોકટર, વકીલ કે એન્જિનિયર આદિની ડિગ્રીઓ પ્રાપ્ત કરવા માટે ભણું છું તેા ખરા પણ તે ડીગ્રીએ મળ્યા પછી હું તરત જ મરી જાઉં તે મારા બધા જ પૈસા અને સઘળી યે મહેનત નકામી તે નહિ જાય ને...? ” મકાન તેા બધાવુ છું પણ ધરતીક ́પના આંચકાથી પડી જશે તે...? ’ ‘ દુકાન તા ખેલું છું પણ દેવાળું નીકળશે તે...? ' ‘ દીકરી પરણાવું તે છું પણ થાડા જ વખતમાં રંડાપેા આવશે તે...? ’ ‘સ્ત્રીને પરણુ તો છું પણ થોડા જ વખતમાં મરી જાય અને બધા ખર્ચે નકામે જાય તે...? ’
ઉપરોક્ત બધા જ પ્રસંગામાં જો આવી રીતે ભવિષ્યના નુકસાનના વિકલ્પે કરવામાં આવે તે સંસારનુ એક પણ કાર્ય અની શકે નહિ.
વેપારમાં નુકસાની આવશે તે ?’એવી શકાથી વેપારને જ નહિ કરનારા ધન પ્રાપ્તિના લાભને મેળવી શકતે નથી. મરી જવાના ભયથી જે ભણતા જ નથી તે
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #4
--------------------------------------------------------------------------
________________
9
o
ltedodlade dodelado dosbootestostadostedada desde dados datos edestesteckdodestos dos dadosladadostasisesesedah dades desadoslastes dades
જિંદગીભર અભણ રહી જાય છે. તેવી જ રીતે “પ્રતિજ્ઞા લઉં અને ભાંગી જાય તે?' એવી ખોટી આશંકાથી પ્રતિજ્ઞા નહિ લેનારો પ્રતિજ્ઞાથી (પાપોના અટકાવવારૂપ) થતા લાભથી સદાને માટે વંચિત રહી જાય છે, અને આ ચંચળ મનુષ્યભવનું ક્ષણભંગુર આયુષ્ય પૂર્ણ થતાં દુર્ગતિમાં ધકેલાઈ જાય છે. માટે પ્રત્યેક સુજ્ઞ પુરુએ ઉપરોક્ત પ્રકારના માનસિક કુવિકલ્પને દૂર કરી, પ્રતિજ્ઞાથી થતા લાભોને વિચાર કરી યથાશક્તિ પ્રતિજ્ઞા સ્વીકારી તેનું સુંદર રીતે પાલન કરવા માટે તત્પર રહેવું જોઈએ. જેમ ઘરમાં ઉપરના માળે ચડવા માટે રાખેલી નીસરણી ઉપરથી પગ લપસતાં કઈ પડી જાય તે પણ નીસરણી કાઢી નંખાતી નથીપરંતુ પડવાથી થયેલ જખમને રૂઝાવવા માટે મલમપટ્ટી કરાવી બીજી વાર નીસરણી પર ચડતી વખતે વધારે સાવધાની રાખવામાં આવે છે.
તેવી જ રીતે, સુંદર રીતે પાલન કરવાના શુભ ઈરાદાપૂર્વક લીધેલી કોઈ પણ પ્રતિજ્ઞાને કદાચ ક્યારેક કેઈક તીવ્રતમ અશુભ કર્મના ઉદયથી કે શરતચૂકથી ભંગ પણ થઈ જાય તે પણ તરત ગુરુમહારાજને નિખાલસતાપૂર્વક જણાવી પ્રાયશ્ચિત્ત સ્વીકારી શુદ્ધ બની ફરીથી વધારે સાવધાનીપૂર્વક તે પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે પુરુષાર્થ કરે જોઈએ.
પરંતુ તૂટી જવાના ઇરાદાથી પ્રતિજ્ઞાને જ નહીં સ્વીકારનારો માણસ ખરેખર કબજિયાતના ભયથી ભજન ત્યાગ કરનારની પેઠે કે જૂ-લીખ પડવાના ભયથી કપડાને જ શરીર પર નહીં પહેરનારની પેઠે હાસ્યાસ્પદ જ ગણાયને?
વળી કેટલાક આત્માઓ અધ્યાત્મની કેરી વાત કરી કહેવાતી ધ્યાન અને ગની પ્રક્રિયાઓને કે કેવળ પ્રાર્થનાને જ વધારે પડતું મહત્ત્વ આપી વ્રત-પચ્ચખાણ તરફ અરુચિ દર્શાવે છે.
વ્રત નહીં પચ્ચખાણ નહિ, નહિ ત્યાગ કઈ વસ્તુનો;
મહાપ તીર્થકર થશે, શ્રેણિક ઠાણાંગ જોઈ લે. ઇત્યાદિ કેઈક અપેક્ષાથી કહેવાયેલાં ઉપરોક્ત પ્રકારના વાકને આગળ ધરી, શ્રેણિક આદિનાં દૃષ્ટાંત આપી કહે છે કે, “શ્રેણિક મહારાજાને કઈ પણ વસ્તુને ત્યાગ ન હોવા છતાં તેઓ પરમાત્મા શ્રી મહાવીરદેવ પ્રત્યેની અનન્ય શ્રદ્ધાભક્તિના પ્રતાપે આવતી ચોવીસીમાં પદ્મનાભ નામે તીર્થકર થશે. ઠાણાંગ નામે ત્રીજુ અંગસૂત્ર આ વાતની સાક્ષી પૂરે છે, માટે પચ્ચક્ખાણ લેવાની કોઈ જરૂર નથી.”
તે આત્માઓએ જરૂર વિચારવું પડે કે, ઉપરોક્ત લેક કેવળ ભક્તિયેગનું મહામ્ય વર્ણવવા માટે જ કહેવાયું છે, નહીં કે વન-પચ્ચખાણને નિષેધ કરવા કે
ગ્રી આર્ય કયાણાગતમ સ્મૃતિગ્રંથ
Page #5
--------------------------------------------------------------------------
________________ નજી. .... theses.soft. .. .. ****f-fon ..andeshoto see some of the whol131 અપેક્ષા કરવા....વળી શ્રેણિક મહારાજા પૂર્વે બાંધેલાં તથા વિવિધ પ્રકારનાં નિકાચિત અપ્રત્યાખ્યાન કષાય મેહનીય કર્મના ઉદયથી વ્રત-પચ્ચખાણ લઈ શકતા નહોતા કે કોઈ પણ વસ્તુને ત્યાગ કરી શકતા નહોતા, પરંતુ તેમના હૃદયમાં તે વિરતિ (પ્રતિજ્ઞા) ધર્મનો અને વિરતિધરો પ્રત્યે ભારોભાર બહુમાન હતું. જરા પગ અરુચિ કે ઉપેક્ષા ન હતી અને પોતે પ્રતિજ્ઞા ન લઈ શકવા બદલ તેમના અંતરમાં ખૂબ જ પશ્ચાત્તાપ રહ્યા કરતો હશે. તેથી જ તે પ્રતિજ્ઞા પ્રત્યેના સાપેક્ષમાવપૂર્વક પરમાત્મભક્તિના પ્રતાપે તીર્થકર થવાના છે; નહિ કે વ્રત–પશ્ચચાણ પ્રત્યેની ઉપેક્ષા હોવા છતાં પણ. વળી તે જ ભવમાં અવશ્ય કેવળજ્ઞાન પામી તીર્થકર બન મેક્ષે જનાર અને પદ્યસ્થ અવસ્થામાં પણ મેટે ભાગે સતત આત્મધ્યાનમાં લીન રહેનારા એવા ચરમ તીર્થપતિ શ્રવણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પણ જે જગપ્રસિદ્ધ મહાપ્રતિજ્ઞા લીધી હતી, અને જેના પ્રભાવે પાંચ (5) મહિના અને પચ્ચીસ (25) દિવસના ઉપવાસના અંતે પ્રતિજ્ઞાની બધી શરતે પૂર્ણ થવાથી ચંદનબાળાના હાથે તેમનું પારણું થયું હતું, એ વાત પણ ધ્યાન આદિની વાત કરી વ્રત–પચ્ચખાણની ઉપેક્ષા કરનારા આત્માઓએ ખાસ વિચારવા જેવી છે. વળી દરેક તીર્થકર ભગવંતોને દીક્ષા લેતી વખતે “કરિએ સામાઈયં” ઈત્યાદિ ચાવજીવ સામાચિક ભીષ્મ પ્રતિજ્ઞાના ઉચ્ચાર કરતાંની સાથે જ પરમ વિશુદ્ધ અધ્યવસાયો થવાથી અત્યંત નિર્મળ એવું મન:પર્યવ નામે ચોથું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ બાબત પણ પ્રતિજ્ઞાની મહત્તા સમજાવવા પૂરતી નથી શું ? દરેક આત્માઓ આ લેખ મનનપૂર્વક વાંચી, વિચારી પ્રતિજ્ઞા કે નિયમ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ માન્યતાઓને મગજમાંની દેશવટો આપીને વિધેયાત્મક અને નિષેધાત્મક નિયમમાંથી યથાશક્તિ નિયમોનો સ્વીકાર કરી તેનું સુંદર રીતે પાલન કરી દેવ-દુર્લભ માનવભવને સફળ બનાવે એ જ શુભેચ્છા ! | | શિવમતુ સર્વ કાત્ સાચો સાધક જીવવાની આશ અને મરણને ભય એ બંનેથી સર્વથા મુકત અધર્મ કરનારા આતમા એ સૂઈ રહે એ સારું છે, પણ ધર્મપરાયણ આત્માઓ જાગતા રહે એ સારું છે. - શ્રી ભગવતી સૂત્ર શ્રી આર્ય ક યાણૉતમસ્મૃતિગ્રંથ છE