SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ebsbhaveshbhai de dabbawma [[૫૯] નિયમ રૂપી બ્રેક-લગામ કે મર્યાદા હોય તેા જ તે જીવન પેાતાને એને બીજા પણ અનેકાને ઉપયાગી બની શકે છે. પરંતુ નિયમ વગરનું નિરંકુશ જીવન તે અનાદિકાળના વિષય–કષાયેાના કુસંસ્કારાને કારણે સ્વ–પરને અનેક રીતે અભિશાપરૂપ ( નુકસાનકારક ) બની રહે તે પણ નવાઈ નહિ. માટે ટૂંકમાં પ્રતિજ્ઞા એ બંધન નથી, પણ ઊલટુ` રાગદ્વેષની વાસનાએના અને વિષય-કષાયના કુસંસ્કારોનાં અધનાથી આત્માને છેડાવવા માટે તીક્ષ્ણ અસિધારા (તલવારની ધાર)નું કામ કરે છે. પ્રતિજ્ઞા એ તે પ્રમાદરૂપી શત્રુનો ખાવૃષ્ટિથી આત્માનું રક્ષણ કરવા માટે મજબૂત કવચ છે, અખ્તર છે. આવી પ્રતિજ્ઞાને અંધન માનવું એ તે ખરેખર નરી આત્મવંચના જ છે. વ્યવહારમાં પણ વેપારના અને સ્કૂલ-કોલેજોના, હાટલે! અને સિનેમા–ટોકિઝોના, કલા અને જીમખાનાંઓના, રેલવે અને મસાના, ટપાલખાતા અને બેન્કીના, કોટકચેરીએ અને મ્યુનિસિપાલિટીના, રેશનિંગ અને દૂધ કેન્દ્રોના, મ`ડળા અને સાસાયટીએના અનેક નિયમાને ડગલે પગલે આધીન રહી જીવન જીવનારે માનવી માત્ર ધાર્મિક નિયમાને જ બંધન રૂપ કહી તેની ઉપેક્ષા કરે તે એવા એ ભારેકમી માનવીની માત્ર ભાવ—યા ચિંતવવા સિવાય ખીન્ને ઉપાય પણ શું હોઈ શકે ? વળી “ પ્રતિજ્ઞા લઈએ અને ભાંગી જાય તે ? ” એમ કહેનારા ‘મૂઆ પહેલાં જ મેકાણું' માંડે છે. પ્રતિજ્ઞા લીધા પહેલાં જ ભાંગી જવાની વાત કરનારા “રાતા જાય એ મૂઆની જ ખબર લાવે.” એ લોકોક્તિને ચિરતાં કરનારા છે, પરંતુ તેએ સાંસારિક કાર્યામાં આવું કશું જ વિચારતા નથી કે પ્લેનમાં બેસી ફોરેન (પરદેશ) જાઉ' તેા છેં. પણ અધવચ્ચે જ વિમાન સળગી જશે તે...? ’ ‘હજારો રૂપિયા ખર્ચીને ડોકટર, વકીલ કે એન્જિનિયર આદિની ડિગ્રીઓ પ્રાપ્ત કરવા માટે ભણું છું તેા ખરા પણ તે ડીગ્રીએ મળ્યા પછી હું તરત જ મરી જાઉં તે મારા બધા જ પૈસા અને સઘળી યે મહેનત નકામી તે નહિ જાય ને...? ” મકાન તેા બધાવુ છું પણ ધરતીક ́પના આંચકાથી પડી જશે તે...? ’ ‘ દુકાન તા ખેલું છું પણ દેવાળું નીકળશે તે...? ' ‘ દીકરી પરણાવું તે છું પણ થાડા જ વખતમાં રંડાપેા આવશે તે...? ’ ‘સ્ત્રીને પરણુ તો છું પણ થોડા જ વખતમાં મરી જાય અને બધા ખર્ચે નકામે જાય તે...? ’ ઉપરોક્ત બધા જ પ્રસંગામાં જો આવી રીતે ભવિષ્યના નુકસાનના વિકલ્પે કરવામાં આવે તે સંસારનુ એક પણ કાર્ય અની શકે નહિ. વેપારમાં નુકસાની આવશે તે ?’એવી શકાથી વેપારને જ નહિ કરનારા ધન પ્રાપ્તિના લાભને મેળવી શકતે નથી. મરી જવાના ભયથી જે ભણતા જ નથી તે શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230245
Book TitleShu Pratigya E Bandhan Che
Original Sutra AuthorN/A
AuthorMahodaysagarji
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size488 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy