Book Title: Shu Pratigya E Bandhan Che Author(s): Mahodaysagarji Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 1
________________ શું પ્રતિજ્ઞા એ બંધન છે? – મુનિ શ્રી મહોદયસાગરજી ગુણબાલ” [“પ્રતિજ્ઞા (નિયમ) લઈ એ અને તૂટી જાય એના કરતાં પ્રતિજ્ઞા ન લેવી સારી” ઇત્યાદિ બેલનારાઓ આટલું તે જરૂર વિચારે.] આજે ઘણા આત્માઓ “પ્રતિજ્ઞા (નિયમ) લેવાની શી જરૂર છે?” “અમે તે પ્રતિજ્ઞા લીધા વિના જ અમુક રીતે વર્તીશું, પરંતુ પ્રતિજ્ઞા તે નહિ લઈએ!” પ્રતિજ્ઞા એ તે બંધન છે!” “પ્રતિજ્ઞા લઈએ અને પછી ભાંગી જાય એના કરતાં પ્રતિજ્ઞા ન લેવી સારી” ઈત્યાદિ માનતા, બેલતા કે પ્રચારતા જોવા મળે છે. તેઓએ આટલું જરૂર વિચારવું ઘટે કે, જેમ વ્યવહારમાં પણ રેડિયે કે ટી. વી. વગેરે મને રંજનના સાધને ઘરમાં વસાવ્યા પછી કદાચ ૧૨ મહિના સુધી તેને ઉપયોગ બિલકુલ ન થાય તે પણ જે લાયસન્સ રદ ન કરાવ્યું હોય તે ૧ર મહિનાને અંતે તેને ટેક્ષ ભરવો જ પડે છે. મકાન ભાડે લીધા પછી સગવશાત્ તેનો ઉપયોગ ન કરી શકવા છતાં પણ મકાન વિધિપૂર્વક પાછું સુપ્રત ન કર્યું હોય તે તેનું ભાડું ભરવું જ પડે છે. તેવી જ રીતે દુનિયામાં થઈ રહેલાં અગણિત પાપનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કર્યો હોય ત્યાં સુધી, ગમે તે પળે ગમે તે પાપ કરી નાખવાની શક્યતા ખુલ્લી રહેલી હોવાથી તે પાપ ન કરવા છતાં પણ તે નિમિત્તે કર્મબંધ ચાલુ જ રહે છે. માટે જ તે નિગોદ (અનંતકાય-અનંત જીવોનું એક જ સૂક્ષ્મ શરીર)ના જીવ હિંસા, અસત્ય, ચેરી, મથુન જેવાં કઈ પણ પ્રકારનાં વ્યક્ત (સ્પષ્ટ) પાપ ન કરતા હોવા છતાં પણ પ્રતિજ્ઞા પૂર્વક પાપોના ત્યાગના અભાવ (અવિરતિ)થી થતા કર્મના આશયથી તેઓને અનંતકાળ સુધી નરક કરતાં પણ અનંતગણું દુઃખેવાળી નિગોદમાં જન્મ-મરણ કરવાં પડે છે; વળી પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવે મુખ ન હોવાથી કવલાહાર (મુખ દ્વારા કેળિયા રૂપે આહાર ગ્રહણ કરે તે) કરી શકતા નથી. તેમ છતાં પણ પ્રતિજ્ઞા (વિરતિ)ના અભાવે મક શાઆર્ય કયાણામસ્મૃતિગ્રંથ કઈE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5