________________
પણ કામ
H
CONTAI
શ્રુતઉપાસક રમણભાઈ | ‘શ્રુતઉપાસક રમણભાઈ ગ્રંથ ડૉ. રમણલાલ ચી. શાહ (ઈ.સ. ૧૯૨૯૨૦૦૫)ના વ્યક્તિત્વ તથા કૃતિત્વને ઉજાગર કરતો ગ્રંથ છે. તેમાં બસોથી પણ વધુ લેખકોએ સ્વ. રમણભાઈને હૃદયપૂર્વક સ્મરણાંજલિ આપી છે.
મુંબઈની સુપ્રસિદ્ધ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં વર્ષો સુધી ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક તથા એન. સી. સી.ના ઑફિસર રહીને પછી મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ બનનાર ડૉ. રમણલાલ ચી. શાહ એક ઉત્તમ અધ્યાપક હોવા ઉપરાંત વિદ્વાન વિવેચક, સંશોધક, સંપાદક તથા પીએચ. ડી.ના માર્ગદર્શક પણ હતા. તેમના હાથ નીચે અઢાર જેટલા વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ પ્રાપ્ત થઈ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ તથા ‘પ્રબુદ્ધ જીવન”ના તંત્રી તરીકે દાયકાઓ સુધી સેવા આપનાર રમણભાઈએ સંઘ દ્વારા પ્રાયોજીત પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સુકાન સંભાળી તેને અનોખી ગરિમા બક્ષી વર્ષો સુધી જૈન સાહિત્ય સમારોહમાં સક્રિય રહી લોકોને જૈન ધર્મ-તત્ત્વ સાહિત્ય પ્રતિ અભિમુખ કર્યા. અધ્યયન, અધ્યાપન તથા જ્ઞાન તેમજ સેવા મૂલક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીને પણ તેમણે વિશ્વભરના દેશોના પ્રવાસ ખેડ્યા, જેના અનુભવને તેમણે અનેક ગ્રંથોમાં શબ્દસ્થ કર્યા. તેમના સોથી પણ અધિક પુસ્તકોમાં તેમની બહુશ્રુત-બહુમુખી પ્રતિભાના દર્શન થાય છે. તેમના પ્રવચનોની સી. ડી.માં તેમની વક્તા તરીકેની કાબેલિયત જોવા મળે છે. આવી વિરલ પ્રતિભાની વિદાયથી એક શૂન્યાવકાશ રચાય એ સ્વાભાવિક છે. | શ્રુત ઉપાસક ૨મણભાઈ ‘ગ્રંથમાં સ્વ ૨મણભાઈને નિકટથી જાણનાર સ્વજનો, સ્નેહીજનો, સહધર્મીઓ, સહકર્મીઓ, સાધુ-સાધ્વીગણ, વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા અસંખ્ય ચાહકોએ તેમને આદરરાંજલિ આપીને તેમનાં સ્મરણો આલેખ્યાં છે. અનેક જાણીતી, ઓછી જાણીતી કે અજાણી કલમોની પ્રસાદીરૂપ આ ગ્રંથમાં સ્વ. રમણભાઈનાં જીવન તથા કવન વિશે અનોખી અને રસિક જાણકારી મળે છે. રમણભાઈના સભર વ્યક્તિત્વને ઉજાગર કરતો આ ગ્રંથ તેમના ચાહકો માટે મોધી મિરાત બની. ૨હેશે.’
2
દUSE OTHig
www.jelih
More