Book Title: Shripala ane Mayanasundari Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 3
________________ શ્રીપાલ અને મયણાસુંદરી મયણા અને શ્રીપાલે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી ઓળીનું તપ શરૂ કર્યું. ઓળીમાં સળંગ નવ દિવસ સુધી એક ટાઈમ લુખ્ખો આહાર લેવાનો પરિણામ આશ્ચર્ય પમાડે તેવું હતું. શ્રીપાલની ચામડી પરથી ડાઘા ધીમે ધીમે જતા રહેવા લાગ્યા. એમ કરતાં પહેલાં જેવી કાંતિમય ચામડી થઈ ગઈ. ચામડી પરના સમગ્ર ડાઘા જતા રહ્યા. હવે તે રાજકુમાર જેવો સુંદર દેખાતો હતો. મયણા પોતાના કર્મને ધન્યવાદ આપવા લાગી. નવપદની ઓળી નવ વાર થઈ જવા છતાં તેઓએ ચાલુ જ રાખી. એકવાર તેઓ દેરાસરમાં હતા ત્યાં મયણાની માતા રૂપસુંદરી તેમને અચાનક મળ્યાં. મયણાને કોઈ કોઢિયાને બદલે સુંદર રાજકુમાર સાથે જોઈને તેમને ધ્રાસ્કો પડ્યો. મયણાએ વિગતવાર બધી વાત કરી. રૂપસુંદરી વાત જાણી ખૂબ જ પ્રસન્ન થયાં. તેમણે જઈને નવપદની સચોટ આરાધના કરતા શ્રીપાલ અને મયણા રાજાને વાત કરી કે મયણાની કર્મ વિશેની વાતો સાચી ઠરી છે. રાજાએ પણ સત્ય જોયું. મનમાં ને મનમાં પોતાની જાતને ધિક્કારવા લાગ્યા કે મેં મારી લાડકી દીકરીને દુઃખી કરી. હવે તેમણે દીકરી-જમાઈને પોતાના ઘેર આવવા તેડું મોકલ્યું. શ્રીપાલ વાસ્તવમાં કોણ છે તેની બધાંને જાણ થઈ. નસીબજોગે શ્રીપાલની માતા પણ મહેલમાં આવીને સાથે રહેવા લાગ્યાં. એકવાર રાજાની સવારી નીકળી હતી તે સમયે શ્રીપાલ પ્રજાપાલ રાજા સાથે હાથી પર બેઠો હતો. કોઈએ શ્રીપાલ તરફ હાથ કરીને 15 જૈન કથા સંગ્રહ 75Page Navigation
1 2 3 4