Book Title: Shripala ane Mayanasundari Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 2
________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ વગર જ મયણાને તેની સાથે પરણાવી દીધી. જરૂરી સાધન સામગ્રીથી સજ્જ નાનું સરખું ઘર આપી મયણાને કર્મના સહારે મોકલી દીધી. તેની માતા રૂપસુંદરી રાજાના નિર્ણયથી ખૂબ દુ:ખી થયાં. બીજી બાજુ સુરસુંદરીને શંખપુરીના રાજકુંવર અરિદમન સાથે પરણાવી. મયણા ખૂબ જ ધાર્મિક પ્રકૃતિની હતી. ઉંમરરાણાના વેશમાં રહેલા શ્રીપાલને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો અને તેની સેવા શ્રીપાલને પરણતી રાજકુમારી મયણા કરવા લાગી. પતિ સાથે તે દેરાસરમાં ભક્તિ કરતી તથા સાધુના મુખેથી પવિત્ર ઉપદેશ સાંભળતી. એક દિવસ મયણા અને તેનો પતિ વિદ્વાન આચાર્ય મુનિચંદ્રને વંદન કરવા ગયાં, અને પોતાના પ્રશ્નો તથા પતિના કોઢની પૃચ્છા કરી. તેમણે નવપદની આયંબિલની ઓળીની આરાધના કરવા કહ્યું. સાડાચાર વર્ષ એટલે કે નવ ઓળી કરવી પડે. ઓળીના ૯ દિવસ હોય છે અને તે સમય દરમિયાન અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ (પંચપરમેષ્ઠી) જ્ઞાન, દર્શન (શ્રદ્ધા), ચારિત્ર અને તપ એમ નવપદની આરાધના કરવી પડે. આયંબિલ એટલે દિવસમાં એક જ વાર એકદમ સાદું-મરી-મસાલા, ઘી-દૂધ, તેલ, મીઠું વગેરેનો ત્યાગ કરી લુખ્ખું જમવાનું. વર્ષમાં ચૈત્ર અને આસો એમ બે વાર ઓળી આવે. જૈન કથા સંગ્રહPage Navigation
1 2 3 4