Book Title: Shripala ane Mayanasundari
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201016/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ અને મયણાસુંદરી ૧૯. શ્રીપાલ અને મયણાસુંદરી ચંપાનગરના રાજા સિંહ૨થ અને રાણી કમલપ્રભાને શ્રીપાલ નામે એક દીકરો હતો. શ્રીપાલ પાંચ વર્ષનો હતો ત્યારે રાજાનું અવસાન થયું. રાજા સિંહસ્થનો ભાઈ અજિતસેન મહત્ત્વાકાંટી હતો, તેથી આ તકનો લાભ લઈ રાજ્ય લઈ લીધું. પોતાના રાજ્યપદ માટે શ્રીપાલ કાંટા બરાબર હતો. માતા કમલપ્રભાને અજિતસેનના ખરાબ ઇરાદાની જાણ થઈ એટલે કુંવરને લઈને રાજ છોડી જતી રહી. આ વાતની જાણ અજિતસેનને થઈ એટલે તેના વિશ્વાસુ સિપાઈઓને તેમની પાછળ દોડાવ્યા. એક સ્ત્રી બાળકને ઊંચકી દોડતી કેટલે દૂર જઈ શકે? સિપાઈઓ તેની નજીક આવી ગયા જાણીને એક કોઢીયાઓનું ટોળું જતું હતું તેમાં તેમની સાથે જોડાઈ ગઈ. તેઓએ બાળકને કોઢના રોગનો ચેપ લાગશે તેવી ચેતવણી આપી પણ બાળકને બચાવવા આટલું જોખમ તો ઉઠાવવું પડે તેમ હતું. શ્રીપાલ ઘણો બહાદુર અને દેખાવડો હતો. તેથી કોઢીયાઓ તેની ખૂબ જ કાળજી રાખતા હતા. છતાં શ્રીપાલને પણ આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. શ્રીપાલ યુવાન થયો એટલે તેને પોતાનો નેતા બનાવ્યો અને તેને ઉંમરરાણા નામે ઓળખવા લાગ્યા. ફરતાં કરતાં એક દિવસ તેઓ માળવાની રાજધાની ઉજ્જયિનીમાં આવી ચઢ્યા. ઉજ્જયિનીમાં પ્રજાપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સૌભાગ્યસુંદરી તથા રૂપસુંદરી નામે બે રાણી હતી. સૌભાગ્યસુંદરીને સુરસુંદરી અને રૂપસુંદરીને મયણાસુંદરી નામે દીકરી હતી. તે બંને ખૂબ સુંદર અને ચતુર હતી. રાજાને બંને દીકરીઓ ખૂબ જ વહાલી હતી. બંનેના યોગ્ય અને ઉત્તમ ઘડતર માટે ખાસ સગવડ કરી હતી. બંને દીકરીઓ બધી કળામાં પારંગત થઈ ગઈ, એટલે રાજાએ તેમની પરીક્ષા લેવાનું વિચાર્યું. બંનેને દરબારમાં બોલાવી રાજાએ જે કંઈ પ્રશ્નો પૂછ્યા તેના સરસ જવાબો આપ્યા. અંતે છેલ્લા પ્રશ્નરૂપે રાજાએ પૂછ્યું કે આ બધી સાહ્યબી તથા સગવડો તમને કોના પ્રતાપે મળી? ખૂબ જ નમ્રતાપૂર્વક સુરસુંદરીએ રાજાની મહેરબાનીથી મળ્યું છે તેમ જણાવ્યું. રાજા ખૂબ જ પ્રસન્ન થયા. પછી રાજાએ મયણાસુંદરીને પણ પ્રશ્નો પૂછી જ્ઞાનની ચકાસણી કરી અંતમાં તેને પણ પૂછ્યુ કે તને કોના પ્રતાપથી આ બધું મળ્યું છે ? એવા પ્રશ્નના જવાબમાં મયણાસુંદરી એ જણાવ્યું, “પિતાજી! આપને પ્રણામ! પણ મને મળેલ આ રાજવી વૈભવ મારા પૂર્વ જન્મોના પુણ્ય કર્મનું જ ફળ છે. દરેકને પોતાના ભાગ્યમાં નિર્માયેલું જ મળે છે. કોઈ કોઈને કંઈ આપી કે લઈ શકતા નથી.” રાજા તો મયણાસુંદરીનો જવાબ સાંભળીને ડઘાઈ જ ગયા. ફરી ફરી મયણાને એ સવાલ પૂછ્યો પણ મયણાએ તો નમ્રતાપૂર્વક પોતાના કર્મોનું જ ફળ છે તેમ જણાવ્યું. રાજકુંવરી તરીકેનો જન્મ પણ કર્મના પરિણામે છે તેમાં કોઈ મુખ મારી ન શકે. રાજા તો ખુબ ગુસ્સે થઈ ગયા. કર્મ વિશે તેઓ કંઈ પણ માનવા તૈયાર જ ન હતા. તેથી મયણાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેના માણસોને તદ્દન કદરૂપો ગરીબ માણસ શોધી લાવવાનું કહ્યું. માણસો કોઢિયા ઉંમરાણાને લઈ આવ્યા અને રાજાએ વિચાર્યા જૈન કથા સંગ્રહ 73 Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ વગર જ મયણાને તેની સાથે પરણાવી દીધી. જરૂરી સાધન સામગ્રીથી સજ્જ નાનું સરખું ઘર આપી મયણાને કર્મના સહારે મોકલી દીધી. તેની માતા રૂપસુંદરી રાજાના નિર્ણયથી ખૂબ દુ:ખી થયાં. બીજી બાજુ સુરસુંદરીને શંખપુરીના રાજકુંવર અરિદમન સાથે પરણાવી. મયણા ખૂબ જ ધાર્મિક પ્રકૃતિની હતી. ઉંમરરાણાના વેશમાં રહેલા શ્રીપાલને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો અને તેની સેવા શ્રીપાલને પરણતી રાજકુમારી મયણા કરવા લાગી. પતિ સાથે તે દેરાસરમાં ભક્તિ કરતી તથા સાધુના મુખેથી પવિત્ર ઉપદેશ સાંભળતી. એક દિવસ મયણા અને તેનો પતિ વિદ્વાન આચાર્ય મુનિચંદ્રને વંદન કરવા ગયાં, અને પોતાના પ્રશ્નો તથા પતિના કોઢની પૃચ્છા કરી. તેમણે નવપદની આયંબિલની ઓળીની આરાધના કરવા કહ્યું. સાડાચાર વર્ષ એટલે કે નવ ઓળી કરવી પડે. ઓળીના ૯ દિવસ હોય છે અને તે સમય દરમિયાન અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ (પંચપરમેષ્ઠી) જ્ઞાન, દર્શન (શ્રદ્ધા), ચારિત્ર અને તપ એમ નવપદની આરાધના કરવી પડે. આયંબિલ એટલે દિવસમાં એક જ વાર એકદમ સાદું-મરી-મસાલા, ઘી-દૂધ, તેલ, મીઠું વગેરેનો ત્યાગ કરી લુખ્ખું જમવાનું. વર્ષમાં ચૈત્ર અને આસો એમ બે વાર ઓળી આવે. જૈન કથા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ અને મયણાસુંદરી મયણા અને શ્રીપાલે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી ઓળીનું તપ શરૂ કર્યું. ઓળીમાં સળંગ નવ દિવસ સુધી એક ટાઈમ લુખ્ખો આહાર લેવાનો પરિણામ આશ્ચર્ય પમાડે તેવું હતું. શ્રીપાલની ચામડી પરથી ડાઘા ધીમે ધીમે જતા રહેવા લાગ્યા. એમ કરતાં પહેલાં જેવી કાંતિમય ચામડી થઈ ગઈ. ચામડી પરના સમગ્ર ડાઘા જતા રહ્યા. હવે તે રાજકુમાર જેવો સુંદર દેખાતો હતો. મયણા પોતાના કર્મને ધન્યવાદ આપવા લાગી. નવપદની ઓળી નવ વાર થઈ જવા છતાં તેઓએ ચાલુ જ રાખી. એકવાર તેઓ દેરાસરમાં હતા ત્યાં મયણાની માતા રૂપસુંદરી તેમને અચાનક મળ્યાં. મયણાને કોઈ કોઢિયાને બદલે સુંદર રાજકુમાર સાથે જોઈને તેમને ધ્રાસ્કો પડ્યો. મયણાએ વિગતવાર બધી વાત કરી. રૂપસુંદરી વાત જાણી ખૂબ જ પ્રસન્ન થયાં. તેમણે જઈને નવપદની સચોટ આરાધના કરતા શ્રીપાલ અને મયણા રાજાને વાત કરી કે મયણાની કર્મ વિશેની વાતો સાચી ઠરી છે. રાજાએ પણ સત્ય જોયું. મનમાં ને મનમાં પોતાની જાતને ધિક્કારવા લાગ્યા કે મેં મારી લાડકી દીકરીને દુઃખી કરી. હવે તેમણે દીકરી-જમાઈને પોતાના ઘેર આવવા તેડું મોકલ્યું. શ્રીપાલ વાસ્તવમાં કોણ છે તેની બધાંને જાણ થઈ. નસીબજોગે શ્રીપાલની માતા પણ મહેલમાં આવીને સાથે રહેવા લાગ્યાં. એકવાર રાજાની સવારી નીકળી હતી તે સમયે શ્રીપાલ પ્રજાપાલ રાજા સાથે હાથી પર બેઠો હતો. કોઈએ શ્રીપાલ તરફ હાથ કરીને 15 જૈન કથા સંગ્રહ 75 Page #4 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ તે રાજાનો શું સગો છે તેમ પૂછ્યું. તે રાજાનો જમાઈ છે એવો જવાબ મળ્યો જે શ્રીપાલે સાંભળ્યું. સસરાના નામથી ઓળખાવું શ્રીપાલને ગમ્યું નહિ. હું મારી જાતે મારી ઓળખ ઊભી કરું. સહુની પરવાનગી લઈ તે નીકળી પડ્યો. ચારે બાજુ દૂરસુદૂર ફર્યો, ઘણાં સ્થળોની મુલાકાત લીધી. ગમે તેવી અગવડો વચ્ચે પણ નવપદની આરાધના ભૂલ્યો ન હતો. એ સમયના રિવાજ મુજબ પોતાના બુધ્ધિબળે ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી. ઘણાં તેના વિચારોને અનુસર્યા - અનુયાયીઓ બન્યા. પાછા ફરીને ઉજ્જયિનીની બહાર પડાવ નાંખ્યો. સૈન્ય વિશાળ હોવાને લીધે જાણે આખા શહેરને ઘેરો ઘાલ્યો હોય તેવું લાગ્યું. રાજા પ્રજાપાલે વિચાર્યું કે કોઈ દુશ્મન ચઢી આવ્યો છે. પણ જ્યારે જાણ્યું કે તે પોતાના જમાઈ છે ત્યારે તે તેને મળવા તંબુમાં ગયા. કોઈ મહાન સન્માન સાથે તે ગામમાં પ્રવેશ્યા. તેમને જોઈને તેમની માતા તથા મયણા ખૂબ જ પ્રસન્ન થઈ ગયાં. શ્રીપાલે પોતાની અતિપ્રિય પત્ની મયણા સાથે લાંબો સમય વીતાવ્યો. હવે તેમણે પોતાનું અસલ રાજ્ય ચંપાનગર પાછું મેળવવાનો વિચાર કર્યો. એમણે કાકા અજિતસેનને રાજય પાછું સોંપી દેવાનો સંદેશો મોકલ્યો. અજિતસેને રાજ્ય પાછું સોંપવાની ના પાડી, શ્રીપાલે પોતાના વિશાળ સૈન્યની મદદથી અજિતસેનને બંદીવાન બનાવી ચંપાનગર પર વિજય મેળવ્યો. અજિતસેનને માફ કર્યો. અજિતસેન સમજી ગયા કે પોતાના દિવસો ભરાઈ ગયા છે. તેમણે સંસાર છોડવાનો નિશ્ચય કર્યો. ચંપાનગરનો રાજા બનીને શ્રીપાલે પોતાનો રાજવહીવટ સરસ રીતે ચલાવ્યો. શ્રીપાલ રાજા અને મયણાસુંદરીએ જીવનભર નવપદજીની આરાધના કરી જીવનને ધન્ય બનાવ્યું. મયણાસુંદ8ની આ વાતૉ કર્મવાદમાં શ્રદ્ધા અને નવપદ પ્રત્યેના ભક્તિ ભાવના છે. પોતાનું ભાગ્ય બદલાવાના તેના પ્રયત્નોનું મહત્ત્વ બતાવવામાં અાવ્યું છે. મયણા કમેના રવભાવને જાણતી હતી. પૉર્ન પોતાના ભાગ્યથી સંતુષ્ટ ન હતી. તે અને તેનો પતિ શ્રીપાલ પ્રાર્થના અને પ્રયત્નોથી પોતાની પરિસ્થિતિ બદલવા તનતોડ પ્રયત્ન કરવા લાગ્યા. અંતે તેઓને સફળતા મળી. કર્મ જ તેમને વર્તમાન પરિસ્થિતિમાં મૂક્યા હતા. તે તેમણે ૨વીકારી લીધું હતું. તેઓ જાણતા હતા કે જો તેઓ સારા કર્મો પ્રાપ્ત કરે અને ખરાબ કમનો નાશ કરે તો તે સ્ત્રૉ પૉતાનું ભાવ બદલી | શઠે. સુખ અથવા દુઃખ મનની સ્થિતિ છે. તમેં જો દુઃખી છે ઍવું ચારશે તો તમારી જાતનૅ દુઃખી જ જુસ્સો . કમેની સત્તામાં પૂરેપૂૉ Raશ્વાસ રાખી સુખ અને સંતોષ મેળવવા જરૂરી છે. ' 16 | જૈન કથા સંગ્રહ