Book Title: Shriman Pundit Sukhlalji Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 4
________________ શ્રીમાન પંડિત શ્રી સુખલાલજી [ ર૯૩ વાંચે, ગમે તેવી વ્યક્તિનાં લખાણો વાંચે કે ગમે તે વ્યક્તિનો પરિચય સાધે–એ બધાય પ્રસંગોમાં તેમની દષ્ટિ ગુણગ્રાહિણી જ રહી છે, એ તેમનાં લખાણો ઉપરથી અને તેમની સાથેના વાર્તાલાપ પરથી અનુભવી શકીએ છીએ. શ્રીમાન પંડિતજીનું ગુણગ્રાહકપણું કેવું છે તેના ઉદાહરણે તો મારી પાસે અનેક છે; પણ તેમાંનું એક પ્રસંગે પાત્ત ટાંકું છું. એક વાર હું અને પંડિતજી સાથે બેઠા હતા, ત્યારે વાર્તાનો કોઈ પ્રસંગ આવતાં તેમણે આચાર્ય શ્રી લાવણ્યસૂરિવિરચિત સિદ્ધસેનીયા કાચિંશિકાઓની ટીકા અને મુનિ શ્રી ધુરંધરવિજયજીએ તૈયાર કરેલ નિધનવવાદ આદિ વિષયમાં વાત કરી કે. * મહારાજજી ! મેં આ ગ્રંથે જોયા. વહુના પ્રતિપાદનની શૈલી ગમે તેવી હો, પણ જ્યારે વ્યક્તિને વસ્તુ બરાબર ગ્રાહ્ય થઈ હોય ત્યારે વસ્તુના હાર્દને તે પોતાના લખાણમાં ઉતારી શકે છે, અને એ રીતે આવાં લખાણો તાત્વિક દષ્ટિએ આદરપાત્ર છે.” આ તો માત્ર એક ઉદાહરણ જ આપ્યું છે. પણુ પંડિતજી સાથે વાતો કરવામાં અનેકાનેક પ્રસંગમાં તેમની ગુણગ્રાહકતા તરી જ આવે છે. આ ગુણગ્રાહક્તાને લીધે જ તેઓ દરેક વિષયમાં તટસ્થ પરીક્ષણ પણ વ્યવસ્થિત રીતે કરી જાણે છે. સ્વાતં –પંડિતજી જીવનવ્યવહારમાં અને વિચારમાં હમેશાં સ્વતંત્ર રહ્યા છે. પોતાની વિદ્વત્તા વિષે તેમને કદીયે અભિમાન જાગ્યું નથી. કેઈ પ્રલોભન તેમને કદીયે આકર્ષી શકયું નથી. તેમના જીવનમાં એવા ઘણું પ્રસંગો આવ્યા છે, જેમાં અનેક જુદી જુદી વ્યક્તિઓએ તેમને અનેક રીતે આકર્ષવા પ્રયત્ન આદર્યા છે, પરંતુ જ્યારે તેમને ખબર પડે કે આ બધું પ્રલોભનરૂપ છે, ત્યારે તેમણે સામી વ્યક્તિને સાફ સાફ કહી જ દીધું છે કે, “તમારા પક્ષમાં કે વાડામાં આકર્ષવા માટે કે અમુક ઉદ્દેશથી જ જો આ હોય તો આપણો સંબંધ અહીં જ પૂરો થાય છે.” પંડિતજીને નામે કોઈ ફળ વેચી ખાવા માગે તો તે કદીયે શકય નથી. પોતાની પ્રજ્ઞાને ગીરે મૂકીને તેઓ કદી વાત કરતા નથીએ પ્રસંગે ઉપસ્થિત થતાં જ તેઓ તેને કાપી નાખે. તેઓ પોતાના વિચારેમાં હમેશાં સ્વતંત્ર જ રહ્યા છે. કેઈનાય ગમા-અણગમાની કે માનાપમાનની તેમણે આ માટે દરકાર રાખી નથી. તેમ છતાં પોતાના વિચારે અયોગ્ય ભાસતાં તેનું પરિવર્તન કરવામાં પણ તેઓ આનાકાની કરે તેવા નથી. પંડિતજીની સેવા–શ્રીમાન પંડિતજીએ વ્યાપક રીતે જૈન પ્રજાની જે સેવા કરી છે તે ચિરસ્મરણીય જ રહેશે. તેમણે જેને તત્ત્વજ્ઞાનના પ્રાસાદભૂત સન્મતિતર્ક જેવા મહાન ગ્રંથને સંશોધિત કરીને એક મહાન કાર્ય કર્યું છે. તે ઉપરાંત પ્રમાણમીમાંસા, જ્ઞાનબિંદુ આદિ ગ્રંથને સુયોગ્ય રીતે સંપાદિત કર્યા છે. દેવેન્દ્રસૂરિકૃત કર્મગ્રંથનો હિંદી અનુવાદ તેમણે કર્યો છે. આજ સુધીમાં તેમણે વિવિધ વિષયના ચિંતનપૂર્ણ લેખો લખ્યા છે. આ બધાં કાર્યોમાં ક્યારેક એકબીજાને ગમતી-અણગમતી બાબતોને સમાવેશ થવા છતાં વિત્ત જેન પ્રજા પંડિતજીની વિશિષ્ટ સેવાને સ્વીકાર કરશે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. અંતિમ નિવેદન–શ્રીમાન પંડિતજીએ જીવનમાં અતિ વિશાળ ચિંતનપૂર્વક વિદ્યાસાધના અને આરાધના કરી છે, એટલું જ નહિ, પણ ભાઈ દલસુખ માલવણિયા જેવા પોતાની જ કક્ષાના તત્ત્વચિંતક શિષ્યને પણ તૈયાર કર્યા છે. ઉપરાંત ડૉ. નથમલજી ટાટિયા, શ્રીમતી ડે. ઇન્દુકળાબહેન વગેરે અનેક વ્યક્તિઓ માટે પ્રૌઢ વિષયના મહાનિબંધ (થીસિસ) લખવામાં સાક્ષી અને પ્રેરણાદાયક બન્યા છે. અનેક વિદ્વાનોએ એમની પાસેથી ગંભીર વિચારો મેળવ્યા છે, અને મારો વિશ્વાસ છે કે પંડિતજી પોતાની જિંદગીમાં ઘણું ઘણું કરી જશે. છતાંય મારી એક હક્કદાર શિષ્ય તરીકે ભીખ છે કે શ્રીમાન પંડિતજીએ પોતાના જીવનમાં અધ્યયન કરતાં આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર, આચાર્યશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5