Book Title: Shriman Pundit Sukhlalji Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 2
________________ શ્રીમાન પંડિત શ્રી સુખલાલજી [ ૨૯૧ અને ફુરણાઓ જાગે છે. ઉપર હું કહી આવ્યો છું કે મારા જીવનમાં મેં અધ્યયન ઘણું ઓછું કર્યું છે, તે છતાં મારા વિદ્યાગુરુશ્રીએ પ્રસંગે પ્રસંગે અનેકવિધ દાર્શનિક, શાસ્ત્રીય આદિ અનેક વિષયો મોટેથી જ એવી રીતે સમજાવ્યા છે, જેથી આજે લગભગ અનાબાધપણે હું મહાશાસ્ત્રોમાં પ્રવેશ કરી શકું છું. આ રીતે મેં મારા જીવનમાં બે ગુરુઓ દ્વારા જીવંત પ્રેરણા મેળવી છે. તેમાં શ્રીમાન પંડિતજીનું સ્થાન પણ અતિ વિશિષ્ટ છે. હું આ બંને ગુરુઓને અંતરમાંથી કદીયે વિસારી શકું તેમ નથી. જ્ઞાનગાંભીર્ય અને પ્રતિભા–શ્રીમાન પંડિતજીએ તેમના જીવનમાં સર્વદેશીય જ્ઞાનની સાધના કરી છે. તેમનું જ્ઞાન કેઈ એક વિષયને લક્ષીને છે તેમ નથી. પણ તેમનું જ્ઞાન ઘણું વ્યાપક અને વિશ્વતોમુખી છે. જૈનસંઘમાં તેમની જોડી ભાગ્યે જ મળી શકે એટલું જ્ઞાન પંડિતજી ધરાવે છે. જૈન દાર્શનિક, આમિક અને કર્મવાદ વિષયક સાહિત્યનું તેમણે ઘણું ઊંડાણથી અવગાહન કર્યું છે. ન યુગમાં જેનદર્શનમાન્ય અનેકાન્તવાદ વિશે તેઓએ તલસ્પર્શી ચિંતન કર્યું છે અને એ વિશેના સંખ્યાબંધ ચિંતનપૂર્ણ લેખો તેઓશ્રીએ લખ્યા છે, જેને આજે જૈનાચાર્યો અને જૈન મુનિવર્ગ આદરથી જુએ છે. જેનેતર દાર્શનિક સાહિત્ય, ઉપનિષદો આદિનું અધ્યયન અને ચિંતન પણ તેઓશ્રીએ એટલા જ ઊંડાણથી કર્યું છે, અને જ્યારથી તેમણે ઈલિશ ભાષાને સ્વાયત્ત કરી તે પછી તો તેમણે સેંકડો પાશ્ચાત્ય અને પૌર્વાત્ય વિદ્વાનોએ લખેલા તત્વચિંતનપૂર્ણ સંખ્યાબંધ ગ્રંથનું અવગાહન કરી પોતાના જ્ઞાનને અમર્યાદિત બનાવ્યું છે. એ જ કારણ છે કે શ્રીમાન પંડિતજી જ્યારે પણ એકના એક વિષયને ફરી ફરી ચર્ચે છે, ત્યારે પણ તેમાં નવીનતા અને પ્રૌઢતાનું સૌને દર્શન થાય છે. પંડિતજીની પ્રતિભા પણ એવી છે કે જેથી તેઓ પ્રત્યેક વિષયને ગંભીર રીતે સ્વાયત્ત કરી લે છે. આજે આટલી ઉંમરે પણ પંડિતજીનો શાસ્ત્રવ્યાસંગ લેશ પણ ઓછો થયો નથી. પોતાની પ્રકૃતિને સ્વસ્થ રાખવા પંડિતજી ઘણું ઘણું લાંઘણો અને અર્ધલાંધણ ખેંચી કાઢે છે, પરંતુ જ્ઞાનોપાસનાની લાંઘણ તેઓ ભાગ્યે જ કરે છે. ગમે તેવી પરિસ્થિતિમાં દિવસે કે રાતે શ્રીમાન પંડિતજીનું તત્વચિંતન નિરાબાધપણે ચાલતું જ હોય છે. શ્રીમાન પંડિતજી માત્ર શાસ્ત્રનિષ્ણાત કાશીના પંડિત જેવા પંડિત નથી, પરંતુ તેઓ ધાર્મિક, સામાજિક, રાજકીય, ભાષાશાસ્ત્ર આદિ અનેક વિષયોનું ઊંડું જ્ઞાન ધરાવે છે. એ જ એમના જ્ઞાનગાંભીર્યનું સાધક બન્યું છે. આજે મને બાસઠ વર્ષ થવા આવ્યા છે. તેમાં હું લગભગ મારા બાળપણથી જ એટલે કે વીસ વર્ષની ઉંમરે શ્રીમાન પંડિતજીનો વિદ્યાર્થી બન્યો છું. મેં પંડિતજીને સતત અધ્યયનપરાયણ અને ચિંતનપરાયણ જ જોયા છે. વિવિધ શાસ્ત્રોના વિવિધ વિષયોની તેમણે એક જ દષ્ટિએ છણાવટ કરી છે. તેમાં વિચારપરાક્ષુખ સાંપ્રદાયિક ભાવનાને કદીયે સ્થાન આપ્યું નથી. તે છતાં તેઓશ્રીએ સાંપ્રદાયિકતાને કદીયે નિરુપયોગી માની નથી; પરંતુ એ સાંપ્રદાયિકતા એવી ન હોવી જોઈએ કે જીવન-વિકાસના માર્ગ અને સત્ય-જ્ઞાનની આરાધનામાં બાધક થાય. શ્રીમાન પંડિતજીએ જેનદર્શનના આ વ્યાપક દષ્ટિબિંદુને લક્ષમાં રાખીને વિદ્યાસાધના કરી છે તેથી જ તેમની દષ્ટિ અતિ ગંભીર, સત્યાથી અને તાવિક બની છે. ધારણુશક્તિ–શ્રીમાન પંડિતજી કે શતાવધાની નથી, તે છતાં તેમની સ્મરણશક્તિ અતિ જીવંત છે. જીવનના આદિકાળથી તેમણે જે જે અધ્યયન કર્યું છે એ બધા વિષે આજે પંડિતજીને માટે તાજા જ જોવામાં આવે છે. મોટે ભાગે અધ્યયન કરનાર માટે એવું હોય છે કે જે વિષયને . જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે તે તે સાજાતાજા હોય છે, પણ પાછળથી તે નહિવત બની જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5