Book Title: Shrimad Rajchandra Handbook Author(s): Payal J Shah Publisher: Payal J Shah View full book textPage 6
________________ શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક પરિચય શ્રીમદ્ રાજચંદ્રના પત્રો, દોહરા, મહાવાક્યો, તત્ત્વજ્ઞાન, આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર, દૃષ્ટાંતો, વચનામૃત એ સર્વ વિદ્યાર્થી, જિજ્ઞાસુ અને મુમુક્ષુ ભાઇ-બહેનો માટે ત્વરાથી માર્ગના મર્મને જાણવા, સમજવા અને પામવા માટે પૂર્ણ માર્ગદર્શિકા છે. આ વચનોનો નિત્ય સરળતાથી સ્વાધ્યાય થઈ શકે તે માટે શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક બનાવવામાં આવેલ છે. આ હેન્ડબુકમાં શ્રીમદ્ રાજચંદ્રના અદ્ભુત લખાણ– પુષ્પમાળા, બોધવચન, અમૂલ્ય તત્ત્વવિચાર, મહાવાક્યો, વચનામૃત પત્રો (૧ - ૯૫૫), દોહરા, દૃષ્ટાંત, પદ્ય, આત્મસિદ્ધિશાસ્ત્ર, અપૂર્વ અવસર, આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ (૧ - ૩) નો સમાવેશ કરવામાં આવેલ છે. આ હેન્ડબુકના પ્રથમનાં આઠ પાનામાં શ્રીમદ્ભુના વચનોમાં છલકતી અદ્ભુતતા, અપૂર્વતા, સ્વરૂપ દર્શન અને સાધનામાર્ગની ઝલક બતાવવામાં આવી છે, જે માર્ગના મર્મને પામવા માટે ચિનગારી સમાન છે. આ કાળમાં પણ આવા વચનોની પ્રાપ્તિ થવી એ આપણા અહોભાગ્ય છે. શ્રીમદ્જીએ સ્વ અનુભવથી પૂર્ણ સ્વરૂપ દર્શન, તત્ત્વજ્ઞાન અને સાધનામાર્ગ બતાઈને સર્વ ગ્રંથનો સાર અને આખો તૈયાર મોક્ષમાર્ગ આપણી હથેળીમાં મૂકી દીધો છે. આ બુક બનાવવાનો એક હેતુ એ છે કે શ્રીમદ્ભુનાં વચનામૃતનો સરળતાથી નિત્ય સ્વાધ્યાય થાય, વારંવાર અભ્યાસ થાય, દિન દિન પ્રત્યે ચિંતન, મનન અને નિદિધ્યાસનનો હેતુ બને અને તેનાં ફળરૂપે સંપૂર્ણ તત્ત્વપ્રતીતિ થઈ કલ્યાણના માર્ગની પ્રાપ્તિ થાય. બધાં વચનોને સ્વતંત્ર લખાણ તરીકે લેવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. દરેક નવા વિષય અને લખાણને ‘સેક્શન પેપર’થી અલગ દર્શાવવામાં આવેલ છે. દરેક વિષય અને વિચાર એક સંપૂર્ણજ્ઞાનની પ્રતીતિ કરાવે છે. જ્યાં જ્યાં જગ્યાનો અવકાશ હોય ત્યાં ‘શિક્ષાપાઠ' અને ‘દોહરા' મૂકવામાં આવેલ છે. નોંધ :– આ એક હેન્ડબુક હોવાથી વાંચનાર વર્ગને ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ (ઈ-બુક) સાથે રાખવા વિનંતી છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 324