Book Title: Shravaka Jivan Part 1 Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana View full book textPage 8
________________ * કર્યું છે. પ્રાચીન અને અર્વાચીન યુગના અનુસંધાનના મર્મજ્ઞ આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજીએ સૂત્રોમાં રહેલી સનાતનતા, શ્રેષ્ઠતા, ઉપાદેયતા નિહાળીને એ સર્વેને આધુનિક યુગને અનુરૂપ પ્રવચનમાળામાં ૨જૂ ક૨વામાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આચાર્ય હિરભદ્રસૂરિજી દ્વારા નિર્દિષ્ટ જે તત્ત્વ સૂત્રાત્મકતાની પરિશ્રમ શેય પેટીમાં છુપાયેલું પડ્યું હતું તેને સહગમ્ય અને સર્વજનોપયોગી કરી આપ્યું છે. મૂળ કૃતિના પેલા ગાંભીર્યને સરળતમ શૈલીમાં લોકભોગ્ય બનાવ્યું છે. પ્રસ્તુત પ્રવચનમાળા અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. મૂળ કૃતિ ચિંતનગર્ભ હોવા છતાં પ્રવચનમાળાની શૈલી પ્રાસાદિક છે, વિષયવસ્તુ શાસ્ત્રીય હોવા છતાં દુર્બોધતાથી ૫૨ છે, એમાં હ્રદયને સ્પર્શી જતી વિચારશીલતા છે. ચોટદાર વક્તવ્યને લીધે શ્રોતાઓને ભવભીરુ બનાવવાની ક્ષમતા ધરાવે છે. મૂળ કૃતિના ભારઝલાપણાને અભાવે આવકાર્ય છે. મનુષ્યજીવનની સમગ્રતાનું આકલન કરનાર પૂજ્યશ્રીએ જીવનને એક તટસ્થ તત્ત્વજ્ઞાની તરીકે નિહાળ્યું છે. તેઓશ્રીએ એક બાજુ આર્યસંસ્કૃતિની ભવ્યોજ્જ્વલ પરંપરાનાં રસપાન કર્યાં છે, તો બીજી બાજુ પ્રવર્તમાન યુગની નૈરાશ્યપ્રેરક વિકૃતિઓ પણ જોઈ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ નીચે ભારતીય પ્રજાનાં ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક મૂલ્યોનો હ્રાસ-વિનાશ ઝડપભેર થઈ રહ્યો છે એવા સંજોગોમાં આ પ્રવચનમાળા અમૃતસિંચનનું કામ કરે છે. સુજ્ઞ શ્રોતાઓને (હવે વાચકોને) પ્રતિક્ષણ આત્મોત્થાનના-આત્મશોધનના અપ્રમત્ત ભાવમાં સ્થિર થવાનું સૂચન કરી જાય છે. પૂજ્યશ્રીની મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારતના બિનગુજરાતીભાષી નગરોમાં વહેતી આ હિન્દી પ્રવચનમાળાનાં પીયૂષથી ગુજરાતીભાષી લોકો વંચિત ન રહી જાય એ માટે સત્વર ગુજરાતી અનુવાદ પણ રજૂ કર્યો છે. શ્રદ્ધા રાખીએ કે પૂજ્યશ્રી તરફથી આવી અનેક શાસ્ત્રીય કૃતિઓ ઉપર પ્રવચનમાળાઓ મળતી રહે અને ગુજરાતનું તાત્ત્વિક સાહિત્ય સમૃદ્ધ બને. પટેલ ડૉ. પ્રહ્લાદ M.A., Ph.D. તા. ૧-૫-૮૯ હાટકેશ્વર પાસે, વડનગર (ઉ. ગુજ.) ૩૮૪૩૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 254