Book Title: Shravaka Jivan Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
એક આવકાર્ય પ્રવચનમાળા (ગુજરાતી આવૃત્તિની પ્રસ્તુતિ)
આ પ્રવચનમાળાનું ઉદ્ગમ સ્થાન છે ઃ ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર આચાર્ય હરિભદ્રસૂરિકૃત, અતિ અલ્પકાય પરંતુ પ્રૌઢ અને પ્રાંજલ ગ્રંથ "ધર્મબંદુ”. આ સૂત્રાત્મક ગ્રંથ છે. સૂત્ર માટે શાસ્ત્રકારો કહે છે કે ઃ
अल्पाक्षरमसन्दिग्धं सारवत् विश्वतोमुखम् । अस्तोभमनवहां च सूत्रं सूत्रविदो विदुः ॥
અલ્પ અક્ષરોવાળું, સુસ્પષ્ટ, સારમય, વિશ્વતોમુખી, નિરર્થક શબ્દરહિત અને અનિંઘ હોય તે સૂત્ર. કેટલું અર્થસઘન હોય છે સૂત્ર ! ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે ઃ
-
जहा सूई ससुत्ता पंडियावी न विणस्सई । एवं जीवे ससुत्ते संसारे न विणस्सई ॥
(૩ત્તા. ૨૬/૧૬)
એક સોય પણ સૂત્રમાં પરોવેલી હોય તો ખોવાતી નથી. તે રીતે (જ્ઞાનરૂપી) દોરાથી (સૂત્રથી) યુક્ત જીવ સંસારમાં નષ્ટ થતો નથી-ભટકતો નથી.
આનું અર્થઘટન એ છે કે તીર્થંકર ભગવંતો તથા મહામનીષીઓ દ્વારા રજૂ થયેલ સૂત્રાત્મકતાને જો આપણે સમજીએ તો મનુષ્યજીવન સાર્થક થાય; પરંતુ આવા અર્થગંભીર સૂત્ર-ગ્રંથોનું અધ્યયન કરવું સાધારણ માણસ માટે કપરું કામ છે. પરિણામે પરમ સત્યોથી સાધારણ માણસો વંચિત રહી જાય છે.
સંસારી જીવ (ભવ્ય જીવ) સાધુતાના માર્ગે કદમ માંડવા સમર્થ ન પણ હોય છતાં પણ તેનું ધ્યેય મનુષ્યજીવનનું સર્વોત્તમ “પ્રાપ્ય” મોક્ષ જ હોય. સંસારમાં રહીને પણ ક્રમિક આત્મવિકાસની કેડીએ કેવી રીતે અગ્રેસર થવું એનું સર્વાંગસુંદર નિરૂપણ આ ગ્રંથમાં જોવા મળે છે. (જો કે ગ્રંથમાં ગૃહસ્થધર્મ-સાધુધર્મનું નિરૂપણ છે, પરંતુ પ્રસ્તુત પ્રવચનમાળામાં ગૃહસ્થધર્મને સ્પર્શો છે). આ રીતે "ધર્મીબંદુ" ભારતીય સંસ્કૃતિના સૂત્રાત્મક સાહિત્યમાં મૂર્ધન્ય સ્થાને મૂકી શકાય તેવો ગ્રંથ છે, પણ એનાથી વર્તમાન યુગનો માનવ અજાણ રહે તો એ સૂક્ષ્મ નુકસાનનો અંદાજ કાઢવો પણ મુશ્કેલ છે.
આ ગ્રંથ ઉપર પ્રવચનમાળા શરૂ કરીને પૂ. મહારાજશ્રીએ એક યુગવર્તી કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 254