Book Title: Shramanopasak Ambad Parivrajak Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 4
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ 265 અંબડ સ્થલ હિંસાને તજ,નદી આદિને વિષે કીડાને નહિ કરતે, નાટક-વિકથાદિ અનર્થદંડને નહિ આચરતા, તુંબડું, લાકડાનું પાત્ર અને માટીના પાત્ર સિવાય અન્યને નહિ રાખત, ગંગા નદીની માટી સિવાય અન્ય વિલેપન નહિ કરતે, કંદમૂળ-ફલાદિને નહિ ખાતે, આધાકર્માદિ દેવદુષ્ટ આહારને નહિ સેવતે, એક માત્ર ધાતુની વીંટી સિવાય અન્ય આભૂષણને નહિ ધારણ કરતે, ગેરુઆ રંગના વસ્ત્રને પહેરતે, કઈ પણ ગૃહસ્થવડે અપાયેલું-વસ્ત્રવડે સારી રીતે ગાળેલું અઈ આદ્રકપ્રમાણ જલ પીવા માટે કમંડળવડે શેધીને ગ્રહણ કરતા, તે જ પ્રમાણે આઢકપ્રમાણ જલ સ્નાન માટે ગ્રહણ કરતા, શ્રી જિનેશ્વરદેવપ્રણીત શુદ્ધ ધર્મને વિષે જ એકમતિને ધારણ કરતે, પિતાને સઘળેય જન્મ સફળ કરીને, પ્રાન્ત નજીકમાં સદ્ગતિ છે જેને એ એક માસની સંલેખના કરીને બ્રહ્મદેવલોકને પામશે. ત્યાં દિવ્ય એવા દેવતાના સુખને ભેળવીને, ક્રમે માનવભવ પામીને સંયમ-આરાધનાપૂર્વક મોક્ષગતિને પામશે.” ધર્મની સાધના જ્ઞાનની સાથે સંબંધ રાખે છે, પણ બાહ્ય વેષની સાથે નહિ. બાહ્ય વેષ પછાન અને સંયમનિર્વાહનું કારણ માત્ર છે. મોક્ષપ્રાપ્તિ જ્ઞાન, દર્શન અને ચારિત્રના સ્વીકારદ્વારા જ હોય છે. પિતાથી શકય અનુષ્ઠાનમાં રક્ત અને ભગવાન શ્રી જિનેશ્વરદેવપ્રણત શુદ્ધ ધર્મને વિષે એકચિત્તવાળો શ્રમ પાસક અંબડ પરિવ્રાજકના સદરહુ વ્યતિકરથી વર્તમાન શ્રાવક લોકેને પરિગ્રહ વિગેરે બાબતમાં કેટલી હિતશિક્ષા લેવા ગ્ય છે તે સ્વયં હૃદયગત વિચારે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4