Book Title: Shramanopasak Ambad Parivrajak
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249620/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલ શ્રમણેાપાસક અંખડ પરિવ્રાજક [શ્રી ગૌતમ અને ભ૦ શ્રી મહાવીરના સંવાદ ] શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરદેવે ત્રીસમુ વર્ષોં-ચતુમાંસ વાણિજ્યગ્રામમાં વ્યતીત કર્યું.ચતુર્માસ પૂરું થયે તેઓશ્રી શ્રાવસ્તી આદિ નગરામાં વિચરતા વિચરતા પાંચાલ દેશ તરફ પધાર્યા અને કામ્પિલ્યપુરની બહાર સહસ્રામ્રવનમાં વાસ કર્યાં. ૨૬૨ ] કા‚િપુરમાં અંખડ નામના બ્રાહ્મણુ પરિવ્રાજક સાતસા શિષ્યાને ગુરુ રહેતા હતા. અંખડ અને તેના શિષ્યા ભ૦ મહાવીરના ઉપદેશથી જૈનધર્મના ઉપાસક અન્યા હતા. પરિવ્રાજકના બાહ્ય વેષ અને આચાર ાવા છતાં પણ તે શ્રાવકાને પાળવા યાગ્ન વ્રત-નિયમે પાળતા હતા. કાસ્પિલ્યપુરમાં ઈન્દ્રભૂતિ-ગૌતમે અ’ખડના વિષયમાં જે વાતા સાંભળી, તેથી ઇન્દ્રભૂતિ–ગૌતમનું હૃદય સશંક હતું. તેમણે ભગવાનને પૂછ્યું કે-ભગવન્ ! ઘણા લેાકા એમ કહે છે અને પ્રતિપાદન કરે છે કે-અબડ પરિવ્રાજક કોમ્પિલ્યપુરમાં એક જ વખતે સે ઘરેનું ભાજન કરે છે અને સે ઘરમાં રહે છે, તે તે કેવી રીતિએ ? ભ॰ શ્રી મહાવીર-ગૌતમ! અબડના વિષયમાં લેાકેાનું તે કહેવું યથાર્થ છે. શ્રી ગાતમ-ભગવન્ ! તે કેવી રીતિએ ? ભ૦ શ્રી મહાવીર-ગૌતમ ! અંખડ પરિવ્રાજક વિનીત અને ભદ્ર પ્રકૃતિના પુરુષ છે. તે નિર ંતર છટ્ઠ-છઠ્ઠના તપ કરી સખ્ત તાપમાં ઊભા રહી આતાપના લે છે. આ દુષ્કર Page #2 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૬૩ તપ, શુભ પરિણામ અને પ્રશસ્ત લેશ્યાશુદ્ધિથી વિશેષ કર્મોને ક્ષયે પશમ થઈ, અંબડને વૈકિયલબ્ધિ અને અવધિજ્ઞાનલબ્ધિ પ્રાપ્ત થઈ છે. આ લબ્ધિઓના બળથી અંબડ પોતાના સે રૂપ બનાવી સે ઘરમાં રહી ભેજન કરે છે અને લેકને આશ્ચર્ય દેખાડે છે. શ્રી ગતમ-ભગવન! શું અંખડ પરિવ્રાજક નિર્ગથધર્મની દીક્ષા લઈ આપને શિષ્ય થવાને યોગ્ય છે? ભ૦ શ્રી મહાવીર-ગૌતમ! અંબડ મારે શ્રમણશિષ્ય નહિ થાય. તે જીવાજીવાદિ તત્વજ્ઞ શ્રમણે પાસક છે અને શ્રમ પાસક જ રહેશે. તે સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય તથા સ્થૂલ અદત્તાદાનને ત્યાગી, તેમજ સર્વથા બ્રહ્મચારી અને સતેષી છે. તે મુસાફરીના માર્ગમાં વચ્ચે આવવાવાળા પાણીથી અતિરિક્ત કુપ, નદી આદિ કોઈ પ્રકારના જલાશયમાં ઉતરતું નથી. તે ગાડી, રથ, પાલખી આદિ વાહન અથવા ઘેડા, હાથી, ઉંટ, બળદ, ભેંસ, ગધેડા આદિ વાહન ઉપર બેસીને યાત્રા કરતા નથી. તે નાટક, ખેલ, તમાસા દેખતે નથી. તે સ્ત્રીકથા, ભેજનકથા, દેશકથા, રાજકથા, ચારકથા તેમજ અન્ય અનર્થકારી વિકથાઓથી દૂર રહે છે. તે લીલી વનસ્પતિનું છેદન-ભેદન અને સ્પર્શ શુદ્ધાં નથી કરતે. તે તુંબડું, કાષ્ઠપાત્ર અને માટીના પાત્રથી અન્ય અતિરિક્ત લોહ, ત્રપુ, તામ્ર, ચાંદી, સેના આદિ કઈ પ્રકારના ધાતુના પાત્ર નથી રાખતે. તે એક ગેરુઆ ચાદરથી અન્ય બીજું કઈ પણ રંગીન વસ્ત્ર રાખતા નથી. તે એક તામ્રમય અંગુલી (વીંટી) સિવાય અન્ય હાર, અર્ધ હાર, Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા એકાવલી, મુક્તાવલી, કટીસૂત્ર, મુદ્રિકા, કેયૂર, કુંડલ, મુકુટ આદિ કેઈ પણ આભૂષણ પહેરતું નથી. તે ગંગા નદીની માટીથી અતિરિક્ત અગર, ચંદન, કુંકુમ આદિનું શરીર ઉપર વિલેપન કરતું નથી. તે પોતાને માટે બનાવેલે, લાવે, ખરીદેલે તથા અન્ય દૂષિત આહાર ગ્રહણ કરતા નથી. તે અપધ્યાન, પ્રમાદાચરિત, હિંસપ્રદાન અને પાપકર્મોપદેશરૂપ ચતુવિધ અનર્થદંડથી દૂર રહે છે. તે દિવસમાં માગધ આઢપ્રમાણ વહેતા એવા સ્વચ્છ જલને સારી રીતિએ ગાળીને ગ્રહણ કરે છે અને અર્ધ આઢકપ્રમાણ પીવા તથા હાથ-પગ વાને માટે બીજાએ આપેલા જલને ગ્રહણ કરે છે, કિન્તુ બન્ને રીતે સ્વયં જળાશયમાંથી લેતું નથી. તેમજ તે અંખડ અહઃ ભગવતે અને તેમના ચિત્યને મૂતિઓને) છોડીને અન્ય તીથિના દેવ અને અન્યતીર્થિક પરિગ્રહીત અહંન્દુ ને વંદન-નમસ્કાર કરતા નથી. શ્રી ગૌતમ-ભગવદ્ ! અંબડ પરિવ્રાજક આયુષ્ય પૂરું કરીને અહીંથી ક્યી ગતિમાં જશે? ભ૦ શ્રી મહાવીર-ગૌતમ! અંબડ નાના-મેટા શીલવ્રત, ગુણવ્રત, પૌષધોપવાસપૂર્વક આત્મચિંતન કરતે, ઘણા વર્ષો સુધી શ્રમણે પાસક વ્રતમાં રહીને, અને એક માસના અનશનપૂર્વક દેહનો ત્યાગ કરી બ્રહ્મદેવલોકમાં દેવપદ પ્રાપ્ત કરશે અને પ્રાને અબડને જીવ મહાવિદેહમાં મનુmજન્મ પામીને સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. શ્રમણોપાસક અંબડ પરિવ્રાજકના વિષય પરત્વે શાસ્ત્રમાં જે કથન છે, તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે – Page #4 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ 265 અંબડ સ્થલ હિંસાને તજ,નદી આદિને વિષે કીડાને નહિ કરતે, નાટક-વિકથાદિ અનર્થદંડને નહિ આચરતા, તુંબડું, લાકડાનું પાત્ર અને માટીના પાત્ર સિવાય અન્યને નહિ રાખત, ગંગા નદીની માટી સિવાય અન્ય વિલેપન નહિ કરતે, કંદમૂળ-ફલાદિને નહિ ખાતે, આધાકર્માદિ દેવદુષ્ટ આહારને નહિ સેવતે, એક માત્ર ધાતુની વીંટી સિવાય અન્ય આભૂષણને નહિ ધારણ કરતે, ગેરુઆ રંગના વસ્ત્રને પહેરતે, કઈ પણ ગૃહસ્થવડે અપાયેલું-વસ્ત્રવડે સારી રીતે ગાળેલું અઈ આદ્રકપ્રમાણ જલ પીવા માટે કમંડળવડે શેધીને ગ્રહણ કરતા, તે જ પ્રમાણે આઢકપ્રમાણ જલ સ્નાન માટે ગ્રહણ કરતા, શ્રી જિનેશ્વરદેવપ્રણીત શુદ્ધ ધર્મને વિષે જ એકમતિને ધારણ કરતે, પિતાને સઘળેય જન્મ સફળ કરીને, પ્રાન્ત નજીકમાં સદ્ગતિ છે જેને એ એક માસની સંલેખના કરીને બ્રહ્મદેવલોકને પામશે. ત્યાં દિવ્ય એવા દેવતાના સુખને ભેળવીને, ક્રમે માનવભવ પામીને સંયમ-આરાધનાપૂર્વક મોક્ષગતિને પામશે.” ધર્મની સાધના જ્ઞાનની સાથે સંબંધ રાખે છે, પણ બાહ્ય વેષની સાથે નહિ. બાહ્ય વેષ પછાન અને સંયમનિર્વાહનું કારણ માત્ર છે. મોક્ષપ્રાપ્તિ જ્ઞાન, દર્શન અને ચારિત્રના સ્વીકારદ્વારા જ હોય છે. પિતાથી શકય અનુષ્ઠાનમાં રક્ત અને ભગવાન શ્રી જિનેશ્વરદેવપ્રણત શુદ્ધ ધર્મને વિષે એકચિત્તવાળો શ્રમ પાસક અંબડ પરિવ્રાજકના સદરહુ વ્યતિકરથી વર્તમાન શ્રાવક લોકેને પરિગ્રહ વિગેરે બાબતમાં કેટલી હિતશિક્ષા લેવા ગ્ય છે તે સ્વયં હૃદયગત વિચારે!