________________
થિનું સ્વરૂપ એવા ઉત્તમ પ્રકારથી વર્ણવેલું છે કે, જે પ્રત્યેક વાચકને મનન પૂર્વક વાંચવા જેવું છે. ગૃહસ્થના ઘરમાં પિષ્યવર્ગમાં કોણ કોણ આવેલ છે અને તે તે પ્રત્યે કેવી રીતે વર્તવાનું છે, તે વિષે ગ્રંથકારે સંક્ષેપમાં ઘણું સારું સમજાવ્યું છે. અને અતિથિ સત્કાર વિષે પ્રતિષ્ઠાનપુરના વિખ્યાત નરપતિ શાલિવાહનનો સુબોધક પ્રબંધ આપેલ છે.
વૈભવ સંપન્ન થયેલા ગૃહસ્થને ઘેર અનેક યોગ્ય અતિથિઓ આવે છે, તેમ નિરાશ્રિત આશ્રય લેવાને પણ આવે છે, તેમજ તેની સલાહ લેવાને ઘણું 5 પુરૂષ આવે છે, તેથી મોટાઈન અભિમાનને લઈ તેનામાં મિથ્યાગ્રહ રાખવાને સ્વભાવ પડી જાય છે અને તેને લઈને નિર્ગુણમાં પક્ષપાત કરવાની પ્રવૃત્તિ થઈ આવે છે, તેથી ગ્રંથકારે તે પછી “મિથ્યાભિનિવેશ ત્યાગ કરવારૂપ” અને “ગુણમાં પક્ષપાત કરવારૂપ” વશમા અને એકવીશમા ગુણનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે ઉપરથી ગૃહસ્થ ધર્મની ગ્યતાનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે.
સાંસારિક પ્રવૃત્તિમાં અનેક જાતના કાર્યો થઈ આવે છે, અને તેથી ઈવાર આકસ્મિક ઉપાધિઓ પણ ઉત્પન્ન થાય છે, તેથી યોગ્ય ગૃહસ્થ નિષિદ્ધ દેશ અને કાળની ચર્યામાં ઉતરવું ન જોઈએ. અને પિતાનામાં કેટલી શકિત છે, તેને વિચાર કરવો જોઈએ. જે દેશ, કાળ અને શકિતને વિચાર કરવામાં ન આવે તે પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયા વિના રહેતું નથી, તેથી તે વિષે “અદેશ અને અકાળ ચર્યાને ત્યાગ કરવારૂપ” અને “સ્વ તથા પરના બળાબળને જાણવારૂપ બાવીશ અને વેવીશમાં ગુણનું ખ્યાન આપવામાં આવ્યું છે. તેમાં બળાબળ જાણવા ઉપર લક્ષણાવતી નગરીના રાજા લક્ષ્મણુસેનના મંત્રી કુમારદેવનું દષ્ટાંત આપી ગ્રંથકારે એ ગુણની મહત્તા સારી રીતે પ્રતિપાદન કરી છે.
પ્રત્યેક ગૃહસ્થ વ્રત અને જ્ઞાનથી વૃદ્ધ એવા પુરૂષોની સેવા પૂજા કરવી જોઈએ અને પિતાને આશ્રયે રહેલા પિષ્ય વર્ગનું પોષણ કરવું જોઈએ. તે સિવાય ગૃહસ્થધર્મની ઉપયોગિતા સિદ્ધ થતી નથી. તેને માટે “ વ્રતધારી અને જ્ઞાનવૃદ્ધોની પૂજા કરવા રૂપ અને પથ્ય - ગનું પોષણ કરવા રૂપ” ચોવીશ તથા પચ્ચીસમાં ગુણેની આવશ્યક્તા દર્શાવી છે અને તે પ્રસંગે વ્રતી, વૃદ્ધ અને પિષ્યજનોના સ્વરૂપનું સ્પષ્ટીકરણ સારી રીતે કરી બતાવ્યું છે.
વિવિધ કર્મોના વિલાસવાળા સંસારી જીવનમાં ગૃહસ્થને ક્ષણે ક્ષણે આગામી અનર્થોની શંકા રાખવાની છે અને કાર્યકાર્યના વિશેષ જ્ઞાનને મેળવવાનું છે. તેથી તેને માટે “લાંબે કાલે થનાર અનર્ધાદિકને વિચાર કરવા રૂપ અને વિશેષ જાણવા રૂ૫ છવીશ અને સત્યાવિશમા ગુણોનું સ્વરૂપ દર્શાવેલું છે. એ ગુણેના માહાત્મને પ્રગટ કરવા ધનશ્રેણી અને સુબુદ્ધિમંત્રીનું રસિક દષ્ટાંત આપવામાં આવેલું છે.
પ્રત્યેક ગૃહસ્થ બીજાએ કરેલા ઉપકારની કદર કરવી જોઈએ. તેમ ન કરવાથી તે લેકમાં કૃત ગણાય છે, તેથી તેની તરફ લેકે માનદષ્ટિથી જોતાં નથી. જે ગૃહસ્થ કૃતા હોય છે, તે