Book Title: Sheth Kasturbhai Lalbhai Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 7
________________ શ્રેષ્ઠીવર્ય શ્રી નુરભાઈ લાલભાઈ 211 (2) પી. આર. એલ. (Physical Research Laboratory) : ડૉ. વિક્રમ સારાભાઈએ આ સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૪૮માં કરી. તેમાં શ્રી કસ્તુરભાઈએ દરેક પ્રકારનો સહયોગ આપ્યો હતો. (3) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (4) સ્કૂલ ઑફ આર્કિટેકચર (5) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન (6) વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટર તા. 9-2-1950 ના રોજ તેમનાં ધર્મપત્નીને એકાએક પેટમાં દુખાવો ઊપડયો. તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા, ઑપરેશન કર્યું, પણ તા. 14-2-50 ના રોજ તેમનું અવસાન થયું. કસ્તુરભાઈને આનો ભારે આઘાત લાગ્યો. ત્યાર પછી તેઓ દિવાળી અમદાવાદમાં ઊજવતા નહીં પણ કોઈ તીર્થક્ષેત્રમાં જઈ શાંતિ માટે ચિંતન કરતા. અંતિમ વિદામ: 86 વર્ષની પરિપકવ અવસ્થાએ કસ્તુરભાઈને બોલવામાં તકલીફ થઈ અને તા. ૨૦–૧–૧૯૮૦ના રોજ અમદાવાદ મુકામે તેમનું અવસાન થયું. તેમના મૃત્યુના સમાચાર વીજળીવેગે સર્વત્ર પ્રસરી ગયા. સાદી ધોની, ચાદર ઓઢાડીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને સદ્ગતના માનમાં બીજી બધી મિલો બંધ રહી પણ તેમની પોતાની મિલો, તેમની ઇચ્છા પ્રમાણે બંધ ના રહી ! દેશપરદેશથી હજારોની સંખ્યામાં લોકોએ આ બહુલક્ષી વ્યક્તિત્વના ધણી, આર્ષદ્રષ્ટા, ઉદારચેતા, શિક્ષણસંસ્કારના મહાન હિમાયતી, અપ્રતિમ ઉદ્યોગપતિ અને કનિષ્ઠ મહાપુરુષ ઉપર પોતાની શ્રદ્ધાંજલિઓનો ધોધ વરસાવ્યો. કુટુંબ, નગર, પ્રાંત, રાષ્ટ્ર અને સમસ્ત માનવજાતિને એક મહાન હિતેચ્છુના મહાપ્રમાણે નાનામોટા સૌને દિલગીર કરી મૂક્યા. તેમના વ્યક્તિત્વના અંગભૂત બની ગયેલા સદ્ગુણો આપણને અને અન્ય સૌ કોઈને પણ પોતાનું જીવન ઉત્તમ બનાવવા માટે સદાય પ્રેરણા આપતા રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7