Book Title: Sheth Kasturbhai Lalbhai Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 6
________________ ૨૧૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ભારતીય પ્રાચ્યવિદ્યાના વિકાસ માટે અને જૈન શાસ્ત્રોની જની પ્રતોના સંશોધનપ્રકાશન માટે તેઓએ ગુજરાત યુનિવર્સિટીની સામે “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર' નામની એક વિશિષ્ટ સંસ્થાની સ્થાપના મુનિશ્રી પુણ્યવિજયજીના સહયોગથી કરી. આ સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૫૫માં થઈ હતી અને તેનું ઉદ્ધાટન ૧૯૬૩માં જવાહરલાલ નેહરુએ કર્યું હતું. તેમાં અત્યારે ૪૫૦૦૦ હસ્તપ્રતો છે અને પશ્ચિમ ભારતની વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓએ ભેટમાં આપેલી કલાત્મક કૃતિઓનું સુંદર સંગ્રહાલય છે. તેના નવા મકાનનું ઈ. સ. ૧૯૮૫ માં ઉદ્ઘાટન થયું છે. ભારતીય સંસ્કૃતિના અભ્યાસીઓ, વિદ્વાનો અને સંશોધકો માટે આ એક ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયક સંસ્થા છે. તેમાં ડૉ. દલસુખભાઈ માલવણિયા જેવા પ્રશસ્ત વિદ્યાઉપાસક નિયામક તરીકે નિમાયા પછી તો પીએચ. ડી. (Ph. D.) અભ્યાસ માટે ગુજરાત યુનિવર્સિટીએ આ સંસ્થાને માન્ય કરી. કુલ બાવીસ લાખનો ખર્ચ તે સમયે આ સંસ્થા માટે થયો હતો. આ રકમ કસ્તુરભાઈ લાલભાઈએ પોતાનાં ટ્રસ્ટ તરફથી આપીને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની પોતાની અભિરુચિ અને નિષ્ઠા વ્યક્ત કર્યા છે, જે ખરેખર પ્રશંસનીય છે. અમદાવાદના પ્રેમાભાઈ હૉલના નવસંસ્કરણનું કાર્ય સાત-આઠ વર્ષ ચાલ્યું અને તેની પાછળ રૂ. ૫૫,૭૦,૦૦૦નો ખર્ચ થયો. શ્રી બાલકૃષ્ણ દોશીએ પોતાની સ્થપતિકળાને અહીં મૂર્તિમાન કરીને ૯૭૫ બેઠકોવાળા આધુનિક હૉલનું નિર્માણ કર્યું. તેમાં રૂપિયા ૩૨,૧૫,૦૦૦નું દાન લાલભાઈ ચુપના ઉદ્યોગગૃહોએ આપ્યું છે. આધુનિક શિક્ષણના પુરસ્કર્તા : નવા જમાનાને અનુરૂપ શિક્ષણ નોવિજ્ઞાન અને ટેકનોલૉજીનું શિક્ષણ છે. પરંતુ પ્રારંભમાં ઈ. સ. ૧૯૨૯માં આર્ટસ કૉલેજ માટે તેઓએ રૂ. બે લાખનું દાન આપેલું. ત્યાર પછી ઈ. સ. ૧૯૩૫માં અમદાવાદ એજયુકેશન સોસાયટીની સ્થાપના કરી. તેના અધ્યક્ષ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ અને સંચાલન સમિતિના પ્રમુખ શ્રી કસ્તુરભાઈ હતા. આ સમિતિના પ્રયત્નથી જ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ. આ માટે પ્રથમ ૧૦૦ એકર અને પછીથી પરે૫ એકર એમ કુલ ૬૨૫ એકર જમીન એકંદરે રૂ. ૭૦ લાખની કિંમતે ખરીદવામાં આવી. ત્યાર પછી યુનિવર્સિટીનાં મકાનો, શોધસંસ્થાઓ વગેરેના નિર્માણમાં કસ્તુરભાઈનો ફાળો ખૂબ જ અગત્યનો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિની અમદાવાદની નીચે જણાવેલી અન્ય સંસ્થાઓની સ્થાપનામાં તેમનું સક્રિય યોગદાન છે : (૧) અટીરા (Ahmedabad Textile Industries Research Association) : આ શોધ-સંસ્થા મુખ્યપણે ટેસ્ટાઇલ ઉદ્યોગને લગતું સંશોધનકાર્ય કરે છે. ઈ. સ. ૧૯૪૭માં તેની સ્થાપના થઈ હતી. ડૉ. વિક્રમ સારાભાઈ તેના માનાર્હ નિયામક રહ્યા હતા. તેનું ભવ્ય ભવન ૧૯૫૪માં બંધાયું હતું. આ સંસ્થાનું સંચાલન વૈજ્ઞાનિકો પોતે જ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7