Page #1
--------------------------------------------------------------------------
________________
T
૨૯ શ્રેષ્ઠીવર્ય શ્રી કરતુરભાઈ લાલભાઈ
મહાજનોની પરંપરા : કસ્તુરભાઈની દસમી પેઢીએ થયેલા શાંતિદાસ ઝવેરીને શહેનશાહ અકબરના ફરમાનથી અમદાવાદનું નગરશેઠપણું મળ્યું હતું. શાહી સન્માન, સંપત્તિ અને ધર્મપ્રેમ માટે તેઓ એક અજોડ પુરુષ હતા, એ હકીકત તેમણે શાહજહાંને મયૂરાસન બનાવવા માટે આપેલ મોટી રકમના ઐતિહાસિક પુરાવા પરથી સહેજે જાણી શકાય છે. આ પરંપરામાં શેઠ હેમાભાઈના મોટા ભાઈ મોતીચંદ થયા જેમના પૌત્રના પૌત્ર શેઠ લાલભાઈ થયા, જે શ્રી કસ્તુરભાઈના પિતાશ્રી થાય. શેઠ લાલભાઈએ ઈ. સ. ૧૮૯૬ માં રાયપુર મિલની સ્થાપના કરી. આ રીતે કસ્તુરભાઈને ગળથુથીમાંથી જ કાપડઉદ્યોગના સંસ્કાર પ્રાપ્ત થયેલા. શેઠ શ્રી લાલભાઈએ પોતાના પ૭ વર્ષના ટૂંકા આયુષ્યમાં પણ આખા કુટુંબની ચાહના મેળવી હતી અને ઘરના નાનામોટા બધા જ સભ્યો તેમની આમન્યા રાખતા. વિનય, વિવેક, વ્યવસ્થા અને શિસ્તપાલનના તેઓ ખાસ હિમાયતી હતા. શેઠશ્રી લાલભાઈના ઘેર, મોહિનીબાની કૂખે તા. ૧૯-૧૨-૧૮૯૪ ના રોજ અમદાવાદમાં કસ્તુરભાઈનો જન્મ થયો હતો.
બાળપણ અને શિક્ષણ : કસ્તુરભાઈને બે ભાઈઓ અને ચાર બહેનો હતાં. નાના ભાઈ નરોત્તમભાઈ સાથે તેઓ પતંગ, ક્રિકેટ વગેરે રમતો રમતા. આર. સી.
૨૦૫
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૦૬,
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ઈ. સ. ૧૯૧૧માં તેઓ મેટ્રિક પાસ થયા. આ હાઈસ્કૂલમાં
સ્વ. બલુભાઈ ઠાકોર અને જીવણલાલ દીવાન જેવા રાષ્ટ્રીય રંગે રંગાયેલા ઉત્તમ શિક્ષકો હતા. તેમની અસર વિદ્યાર્થીઓ પર પણ પડી. આમ નાનપણથી જ તેમનામાં રાષ્ટ્રપ્રેમનાં બીજ રોપાયાં હતાં. ઘરમાં ધર્મપરંપરાના સંસ્કારો સુદઢ હતા. એટલે કસ્તુરભાઈ પોતાનાં બા અને ભાઈબહેનો સાથે દેવદર્શન–તીર્થયાત્રા વગેરે કરતા, જેમાં આબુ, પાલિતાણા અને સમેતશિખરનો પણ સમાવેશ થયો હતો. આમ શિક્ષણ, સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રીયતા આદિ ગુણોનું સંવર્ધન થતું હતું ત્યારે એકાએક તેમના પિતા લાલભાઈનું ઈ. સ. ૧૯૧૨માં મૃત્યુ થયું. આ સમયે કસ્તુરભાઈ ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરતા હતા. પિતાશ્રીએ ઊભો કરેલ મોટો વહીવટ અને મોટા કુટુંબના સુવ્યવસ્થિત પાલન માટે કુટુંબીજનોની સલાહ લઈને કસ્તુરભાઈએ ૧૮ વર્ષની ઉંમરે ઉદ્યોગધંધામાં ઝંપલાવ્યું. જો કે ખાનગી શિક્ષણ લઈને તેમણે અંગ્રેજી ભાષા સારી રીતે શીખી લીધી હતી, જેથી વિદેશપ્રવાસમાં અને ઉદ્યોગવિકાસમાં તે સહાયક થઈ શકે.
કાર્યકુશળતા અને ગૃહસ્થાશ્રમ પ્રવેશ : ધંધામાં પ્રથમ ટાઇમકીપર અને પછીથી સ્ટાર્સનું કામ સંભાળવાનું તેમના ભાગે આવ્યું. સ્ટોર્સમાં તે વખતે રૂની જાત અને તેની ગુણવત્તા ઓળખવી એ ખૂબ અગત્યનું કામ હતું. આ કામમાં યુવાન કસ્તુરભાઈ જાતમહેનત અને ખંત દ્વારા જુદાં જુદાં ગામ અને જિલ્લાઓમાં ફરીને નિષણાત બન્યા અને થોડા જ વર્ષમાં દેશના અગ્રગણ્ય રૂ પારખુ નિષણાનોમાં તેઓ ગણાવા લાગ્યા. ઈ. સ. ૧૯૧૪ માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, જેથી કાપડ ઉદ્યોગને ખૂબ ઉત્તેજન મળ્યું. રાયપુર મિલમાં ઉચ્ચ કક્ષાનું કાપડ બનવા લાગ્યું. તેઓએ કેટલાક પાયાના સિદ્ધાંતો નક્કી કર્યા હતા; જેમ કે
(૧) માલની ગુણવત્તા ઉચ્ચતમ રાખવી. (૨) લાંબા ગાળાનો લાભ થાય તે રીતે આયોજન કરવું. (૩) રૂ વગેરે કાચો માલ શ્રેષ્ઠ જાતનો વાપરવો.
(૪) જે-તે વિભાગનું સંચાલન નિષ્ણાતોને સોંપી તેમને સ્વતંત્રપણે કાર્ય કરવા દેવું.
(૫) દલાલો, વેપારીઓ, પૅરહોલ્ડરો અને મદદનીશોને યોગ્ય વળતર મળે, તેમની સાથેનો વ્યવહાર સૌમ્ય અને મૈત્રીપૂર્ણ રહે તેની કાળજી રાખવી.
આમ થોડા જ વર્ષોમાં રાયપુર મિલ ભારતની એક શ્રેષ્ઠ મિલ તરીકે ખ્યાતિ પામી. આ અરસામાં ઈ. સ. ૧૯૧૫ ના મે માસમાં તેમનાં લગ્ન અમદાવાદના અગ્રગણ્ય ઝવેરી શ્રી ચીમનલાલ વાડીલાલની સુપુત્રી શારદાબહેન સાથે થયાં. સાદાઈથી ઉજવાયેલા આ લગ્નપ્રસંગ દ્વારા કસ્તુરભાઈએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો.
નેતાઓનો સંપર્ક : મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, દાદા માવલંકર, દીવાન જીવણલાલ વગેરે નેતાઓના સંપર્કમાં આવવાના આ સમયે મુખ્ય ત્રણ બનાવો બન્યા :
(૧) ૧૯૧૮ની મિલમજૂરોની હડતાળ (૨) ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ (૩) ૧૯૨૧નું કોંગ્રેસ અધિવેશન.
Page #3
--------------------------------------------------------------------------
________________
કોષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈ
૨૦૭
આ ત્રણેય પ્રસંગોમાં કસ્તુરભાઈએ પોતાની વ્યવહારકુશળતા, ખંત, પ્રામાણિકતા, ઉદારતા, દીર્ધદષ્ટિ અને નિષ્ઠાથી કાર્ય કરવાની શક્તિનો સૌને પરિચય કરાવ્યો. હજુ ૨૭ વર્ષની ઉંમરે માંડ પહોંચેલા આ યુવાન ઉદ્યોગપતિની હોશિયારીથી સી પ્રભાવિત થયા. કસ્તુરભાઈને પોતાને પણ પોતાની કાર્યશક્તિમાં વિશ્વાસ આવ્યો, જેથી આગળનાં કાર્યો માટેના સાહસની પ્રેરણા મળી. ફળરૂપે તેમણે રૂ. બાર લાખની મૂડીથી અશોક મિલ ચાલુ કરી. પ્રારંભિક મુશ્કેલીઓને પાર કરીને મિલ સ્થિર થઈ, જે આજે ઉચ્ચ કક્ષાના કાપડનું ઉત્પાદન કરે છે.
વળી, કોંગ્રેસના અધિવેશનમાં શ્રી મોતીલાલ નેહરુ વગેરે નેતાઓએ કસ્તુરભાઈને ત્યાં જ ઉતારો રાખ્યો હતો. આથી કસ્તુરભાઈને તેમના સાંનિધ્યનો લાભ મળ્યો. આ નેતાઓની દિનચર્યા જોઈને કસ્તુરભાઈએ તેમાંથી પોતાના જીવનને મહાન બનાવવાનો સંકલ્પ કર્યો અને સાથે સાથે રાષ્ટ્રપ્રેમના સંસ્કારોને દઢ કર્યા. ઈ. સ. ૧૯૨૧માં વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. તેમણે પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે નાખેલી ટહેલમાં લાલભાઈ કુટુંબ તરફથી રૂ. ૫૦૦૦૦ (પચાસ હજાર)નું દાન આપવામાં આવ્યું.
આમ રાષ્ટ્રપ્રેમની વૃદ્ધિ, દાનશીલતાનો પ્રારંભ અને દક્ષ વહીવટ દ્વારા ઉદ્યોગને સ્થિર અને સધ્ધર કરવાની કસ્તુરભાઈની ક્ષમતાનો આપણને આ વષોમાં અનુભવ થાય છે.
ધારાસભ્ય અને વિષ્ટિકાર તરીકેઃ ઈ. સ. ૧૯૨૨માં સરદાર વલ્લભભાઈએ તેમનું નામ દિલ્હીની વડી ધારાસભામાં મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે સૂચવ્યું અને અનેક પ્રયત્નો દ્વારા કસ્તુરભાઈ ચૂંટણીમાં વિજયી નીવડયા. આ હોદ્દાની રૂએ તેમને પાર્લમેન્ટની કાર્યવાહીનો સારો એવો અનુભવ મળ્યો. બ્રિટિશ સરકાર તરફથી તેઓ ઉદ્યોગો, રૂની ખરીદી કે કાપડની નીતિ અંગેની કાર્યવાહી કરતી વિવિધ કમિટીઓમાં નિમાયા. આઝાદી પછી પણ શ્રી. જવાહરલાલ નેહરુની સૂચનાથી ઉદ્યોગ, બેંકિંગ, જાહેર સરકારી સાહસો અને રિઝર્વ બેન્કને લગતી અનેક બાબતોમાં કસ્તુરભાઈએ વિવિધ હોદાઓ પર રહીને સારી કામગીરી બજાવી. આ સમસ્ત કાર્યવાહી દરમિયાન તેમનું દીર્ધદષ્ટિપણું, પ્રામાણિકતા અને રાષ્ટ્રહિતને લક્ષમાં રાખીને કામ કરવાની પદ્ધતિથી સર્વત્ર તેમનો યશ વિસ્તરતો ગયો. રૂની ખરીદી તથા કાપડનીતિ ઘડવાની બાબતમાં તો તેમનો મુકાબલો કરી શકે તેવો ભારતભરમાં તે સમયે ભાગ્યે જ બીજો કોઈ પુરુષ હશે, એમ તજજ્ઞોનું માનવું હતું.
નવા ઉદ્યોગ ભણીઃ પિતાના મૃત્યુ બાદ ૧૯૧૨ થી ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યાં સુધી કસ્તુરભાઈએ ટેસ્ટાઇલ ઉદ્યોગ પૂરની જ પોતાની આર્થિક પ્રવૃત્તિ સીમિત રાખી હતી. હવે મોટા કુટુંબના સભ્યોને એક જ ઉદ્યોગમાં સમાવવાની તેમજ ભારતના ઉદ્યોગીકરણની દૃષ્ટિએ વૈવિધ્યીકરણની જરૂરિયાત ઊભી થઈ હતી. ૧૯૩૭ થી કાંજીના ઉદ્યોગ પ્રત્યે તેઓનું ધ્યાન હતું પણ ૧૯૪૬માં જ્યારે તેમને અમેરિકા જવાનું થયું
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૦૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ત્યારથી અમેરિકાની સાયનેમાઇડ કંપની સાથે તેમણે સહયોગની વાટાઘાટો ચાલુ કરી હતી. આગળ જતાં વલસાડ પાસે ઈ. સ. ૧૯૪૯માં અતુલ પ્રૉડકસના નામથી ૮૦૦ એકર જમીન મેળવવામાં આવી અને પોતાના ખાસ વિશ્વાસુ શ્રી બી. કે. મજમુદારને તેના આયોજન અને વિકાસનું કામ સોંપ્યું, જે શ્રી મજમુદારે ખરેખર અત્યંત પ્રશંસનીય રીતે પાર પાડ્યું. તા. ૧૭–૩–૧૯૫રના રોજ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના હાથે આ ઉત્તમ નમૂનેદાર ઉદ્યોગસંકુલનું ઉદ્ઘાટન થયું. ધીમે ધીમે તેનો સારો વિકાસ થતો ગયો. ઈ. સ. ૧૯૫૬માં ભારત સરકારની રૂ. ત્રણ કરોડની લોન મળતાં તેનો ખૂબ ઝડપથી વિકાસ થવા લાગ્યો. અત્યારે તો તેના કરોડો રૂપિયાના માલની વિદેશોમાં નિકાસ થાય છે. તેના સ્ટાફ માટે અગિયારસો પચાસ (૧૧૫૦) મકાન બાંધવામાં આવ્યાં છે. આજબાજુના દસ લિોમીટર અંતરથી આવતા લગભગ ૫૫૦૦ માણસોને કાયમી રોજી મળે છે. અહીં એકબીજા સાથે સંકળાયેલ દવાઓ, રસાયણ અને અનેક જાતના રંગોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ વાત તો તેના અંગત વિકાસની છે પણ
અનુલે” જે મહાન સામાજિક કાર્ય કર્યું છે તે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સમૂહકલ્યાણની દષ્ટિએ ખાસ ધ્યાન ખેંચનારું છે. કેન્ટિનમાંથી સસ્તા દરે મળનું ભોજન, ઓપનએર થિયેટર, રમતગમત અને મનોરંજન માટેની ફલબો, જ્ઞાન, સંસ્કાર અને કળાની પ્રવૃત્તિઓ, બે હજારથી વધુ શિશુઓ અને વિદ્યાર્થીઓના શિક્ષણની સુંદર વ્યવસ્થા તેમજ આરોગ્ય સુવિધાઓ–આ બધી તેની ખાસ વિશેષતાઓ છે. આટલું જ નહીં શ્રી મજમુદાર, શ્રી સિદ્ધાર્થભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી વિમળાબહેન, સમસ્ત વલસાડ જિલ્લાના અને ખાસ કરીને આજુબાજુના આદિવાસીઓના સર્વતોમુખી વિકાસમાં જે રીતે દત્તચિત્ત રહ્યાં છે તે ખરેખર પ્રશંસનીય અને અનુકરણીય છે. આમ, “અતુલ’ને કરભાઈની કારકીર્દિનું સાકાર થયેલું સર્વોચ્ચ સ્વપ્ન ગણી શકાય
રાષ્ટ્રીયતાના રંગે ઃ છેક ૧૯૨૧ ની સાલથી રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા અનેક નેતાઓનો કસ્તુરભાઈને પરિચય થતો રહેલો. પછી તે મજૂરો અને માલિકોની મડાગાંઠના સંદર્ભમાં હોય, દુષ્કાળ કે પૂરની રાહતના સંદર્ભમાં હોય, કૉંગ્રેસના અધિવેશનના સંદર્ભમાં હોય કે ઉદ્યોગોને લગતા વિવાદાસ્પદ મુદ્દા બાબતમાં હોય. સૌના હિતને ખ્યાલમાં રાખવાની વૃત્તિ હોવા છતાં રાષ્ટ્રનું હિત તેઓના હૈયે સર્વોચ્ચ સ્થાને હતું. આ કાર્યને સિદ્ધ કરવા માટે તેઓ પોતાનો અંગત લાભ પણ જતો કરતા. એટલું જ નહી પણ પોતે નુકસાન સહન કરવા પણ તૈયાર રહેતા.
મજૂરોનું, સ્ટાફનું અને શેરહોલ્ડરોનું હિત જળવાય તે જોવા તેઓ હંમેશાં આતુર રહેતા. સૌની સાથે તેમના સુખદુખના પ્રસંગોએ હાજર રહી એવી આત્મીયતા કેળવી હતી કે મજૂરો અને સ્ટાફના સભ્યો તેમનું યોગ્ય સન્માન કરના. સ્વદેશી વસ્તુનું ઉત્પાદન અને વપરાશ વધારવા માટે, સંકટરાહતના કોઈ પણ કાર્ય માટે, રાષ્ટ્રીય નેતાઓ સાથે ઘનિષ્ટ અને આમીય સંબંધો સહિત મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ અને મોતીલાલ નેહરુ જેવા નેતાઓ પ્રત્યે પૂજ્યભાવ રાખવા બાબતે અને રાષ્ટ્રીય ચળવળને સર્વ પ્રકારે સફળ બનાવવા માટે તેઓ હંમેશાં ઉત્સુક અને ઉદ્યમી રહેતા.
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈ
૨૯
કંડલાને મહાબંદર તરીકે વિકસાવવા માટેની અથથી ઇતિ સુધીની સર્વ કાર્યવાહીમાં તેઓ કેન્દ્રસ્થાને હતા. ગાંધી સ્મારક નિધિ માટે ઉદ્યોગગૃહો પાસેથી પાંચ કરોડ રૂપિયા ભેગા કરી આપવાની મુખ્ય જવાબદારી તેઓએ સ્વીકારી હતી અને ઘણાં વર્ષો સુધી તેના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી હતી. નાનીમોટી અનેક આર્થિક યોજનામાં તેઓ સલાહકાર હતા. ઈ. સ. ૧૯૫૪માં સોવિયેટ યુનિયન (રશિયા) મોકલવામાં આવેલા ઔદ્યોગિક પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ તેમણે સંભાળ્યું હતું. આ ઉપરાંત અમેરિકા, જાપાન અને પશ્ચિમ યુરોપના દેશોમાં ભરાયેલી અનેક પરિષદોમાં પણ તેઓએ અતિથિવિશેષ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
જીવનનું ધ્યેય અને તેની સિદ્ધિ : તેમનાં છેલ્લાં વર્ષોમાં તેમણે કહેલું કે મારી ચાર ભાવનાઓ છે :
(૧) જૈન મંદિરનો જીર્ણોદ્ધાર. (૨) પ્રેમાભાઈ હૉલ(અમદાવાદ)નું આધુનિકીકરણ. (૩) અમદાવાદમાં એન્જિનિયરિંગ કૉલેજની સ્થાપના. (૪) શાસ્ત્રોની જૂની પ્રતોની સુરક્ષા અને તેમનું સંશોધન.
તેમની હયાતિમાં જ આ ચારેય જીવનધ્યેયોની પૂર્તિ થઈ તેથી તેમના જીવનની કૃતકૃત્યતાનો અનુભવ થયો એમ કહી શકાય.
તેઓએ રૂ. ૨૫ લાખનું દાન આપ્યું તેથી ઈ. સ. ૧૯૪૫માં અમદાવાદમાં એલ. ડી. એંજિનિયરિંગ કોલેજની સ્થાપના થઈ શકી. જેનોની પ્રસિદ્ધ પેઢી આણંદજી કલ્યાણજીનો ઘણાં વર્ષો સુધી તેઓએ પ્રમુખ રહીને વહીવટ સંભાળ્યો હતો. તે દરમ્યાન તેમણે ઘણાં અગત્યનાં કાર્યો કર્યા. હરિજનોનો જૈન મંદિરોમાં પ્રવેશનો પ્રશ્ન, તારંગાના વિવાદનો પ્રશ્ન તેમજ ઐતિહાસિક કહી શકાય તેવા રાણકપુર, દેલવાડા, શેત્રુંજ્ય અને તારંગાનાં જૈન તીર્થોના ઉદ્ધારનો પ્રશ્ન–આ બધા પ્રશ્નો તેમણે સારી રીતે ઉકેલ્યા. તેમાં પણ પોતે અંગત રસ લઈને, જે પ્રકારે તીર્થોનું અદ્યતન દેષ્ટિથી, કલાત્મક રીતે જીર્ણોદ્વારનું કાર્ય કરાવ્યું તે ખરેખર અભુત અને તેમની વિશિષ્ટ કોઠાસૂઝનું દ્યોતક છે. દેલવાડાનાં મંદિરો માટે અંગત રસ લઈને તેઓએ દાંતાની ખાણોમાંથી આરસ મેળવ્યો હતો. તારંગાનાં મંદિરોની કળા, ઉપરથી ઢાંકી દેવામાં આવી હતી; તે ખાસ કારીગરોને રોકીને તેમણે ખૂબ કાળજીપૂર્વક મૂળ સ્વરૂપમાં પ્રગટ કરાવી તેમજ સમુચય દૃષ્ટિએ તીર્થની કળાની ઉઠાવ આવે તે માટે જરૂરી અનેક નાનામોટા ફેરફારો કરાવ્યા તે તેમની કળાદેષ્ટિને આભારી છે. આ ઉપરાંત ગિરનાર, કુંભારિયા, ધંધુકા અને અમદાવાદની શાંતિનાથની પોળના દેરાસરના જીર્ણોદ્ધારનું કાર્ય પણ તેમણે પોતાની આગવી સૂઝ અને દીર્ધદષ્ટિથી કરાવ્યું. આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા જૈન મંદિરોનો સ્વચ્છ અને આદર્શ વહીવટ થતો જોઈને ધાર્મિક ટ્રસ્ટોની તપાસ માટેની સમિતિના અધ્યક્ષ સર શ્રી સી. પી. રામસ્વામીએ અન્ય હિંદુ ટ્રસ્ટોએ પણ આ પ્રકારની વ્યવસ્થા કરવાનું વિચારવું જોઈએ તેવો રિપોર્ટ પોતાની ભલામણોમાં કર્યો હતો.
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૧૦
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
ભારતીય પ્રાચ્યવિદ્યાના વિકાસ માટે અને જૈન શાસ્ત્રોની જની પ્રતોના સંશોધનપ્રકાશન માટે તેઓએ ગુજરાત યુનિવર્સિટીની સામે “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર' નામની એક વિશિષ્ટ સંસ્થાની સ્થાપના મુનિશ્રી પુણ્યવિજયજીના સહયોગથી કરી. આ સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૫૫માં થઈ હતી અને તેનું ઉદ્ધાટન ૧૯૬૩માં જવાહરલાલ નેહરુએ કર્યું હતું. તેમાં અત્યારે ૪૫૦૦૦ હસ્તપ્રતો છે અને પશ્ચિમ ભારતની વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓએ ભેટમાં આપેલી કલાત્મક કૃતિઓનું સુંદર સંગ્રહાલય છે. તેના નવા મકાનનું ઈ. સ. ૧૯૮૫ માં ઉદ્ઘાટન થયું છે. ભારતીય સંસ્કૃતિના અભ્યાસીઓ, વિદ્વાનો અને સંશોધકો માટે આ એક ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયક સંસ્થા છે. તેમાં ડૉ. દલસુખભાઈ માલવણિયા જેવા પ્રશસ્ત વિદ્યાઉપાસક નિયામક તરીકે નિમાયા પછી તો પીએચ. ડી. (Ph. D.) અભ્યાસ માટે ગુજરાત યુનિવર્સિટીએ આ સંસ્થાને માન્ય કરી. કુલ બાવીસ લાખનો ખર્ચ તે સમયે આ સંસ્થા માટે થયો હતો. આ રકમ કસ્તુરભાઈ લાલભાઈએ પોતાનાં ટ્રસ્ટ તરફથી આપીને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની પોતાની અભિરુચિ અને નિષ્ઠા વ્યક્ત કર્યા છે, જે ખરેખર પ્રશંસનીય છે.
અમદાવાદના પ્રેમાભાઈ હૉલના નવસંસ્કરણનું કાર્ય સાત-આઠ વર્ષ ચાલ્યું અને તેની પાછળ રૂ. ૫૫,૭૦,૦૦૦નો ખર્ચ થયો. શ્રી બાલકૃષ્ણ દોશીએ પોતાની સ્થપતિકળાને અહીં મૂર્તિમાન કરીને ૯૭૫ બેઠકોવાળા આધુનિક હૉલનું નિર્માણ કર્યું. તેમાં રૂપિયા ૩૨,૧૫,૦૦૦નું દાન લાલભાઈ ચુપના ઉદ્યોગગૃહોએ આપ્યું છે.
આધુનિક શિક્ષણના પુરસ્કર્તા : નવા જમાનાને અનુરૂપ શિક્ષણ નોવિજ્ઞાન અને ટેકનોલૉજીનું શિક્ષણ છે. પરંતુ પ્રારંભમાં ઈ. સ. ૧૯૨૯માં આર્ટસ કૉલેજ માટે તેઓએ રૂ. બે લાખનું દાન આપેલું. ત્યાર પછી ઈ. સ. ૧૯૩૫માં અમદાવાદ એજયુકેશન સોસાયટીની સ્થાપના કરી. તેના અધ્યક્ષ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ અને સંચાલન સમિતિના પ્રમુખ શ્રી કસ્તુરભાઈ હતા. આ સમિતિના પ્રયત્નથી જ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ. આ માટે પ્રથમ ૧૦૦ એકર અને પછીથી પરે૫ એકર એમ કુલ ૬૨૫ એકર જમીન એકંદરે રૂ. ૭૦ લાખની કિંમતે ખરીદવામાં આવી. ત્યાર પછી યુનિવર્સિટીનાં મકાનો, શોધસંસ્થાઓ વગેરેના નિર્માણમાં કસ્તુરભાઈનો ફાળો ખૂબ જ અગત્યનો રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિની અમદાવાદની નીચે જણાવેલી અન્ય સંસ્થાઓની સ્થાપનામાં તેમનું સક્રિય યોગદાન છે :
(૧) અટીરા (Ahmedabad Textile Industries Research Association) : આ શોધ-સંસ્થા મુખ્યપણે ટેસ્ટાઇલ ઉદ્યોગને લગતું સંશોધનકાર્ય કરે છે. ઈ. સ. ૧૯૪૭માં તેની સ્થાપના થઈ હતી. ડૉ. વિક્રમ સારાભાઈ તેના માનાર્હ નિયામક રહ્યા હતા. તેનું ભવ્ય ભવન ૧૯૫૪માં બંધાયું હતું. આ સંસ્થાનું સંચાલન વૈજ્ઞાનિકો પોતે જ કરે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________ શ્રેષ્ઠીવર્ય શ્રી નુરભાઈ લાલભાઈ 211 (2) પી. આર. એલ. (Physical Research Laboratory) : ડૉ. વિક્રમ સારાભાઈએ આ સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૪૮માં કરી. તેમાં શ્રી કસ્તુરભાઈએ દરેક પ્રકારનો સહયોગ આપ્યો હતો. (3) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (4) સ્કૂલ ઑફ આર્કિટેકચર (5) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન (6) વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટર તા. 9-2-1950 ના રોજ તેમનાં ધર્મપત્નીને એકાએક પેટમાં દુખાવો ઊપડયો. તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા, ઑપરેશન કર્યું, પણ તા. 14-2-50 ના રોજ તેમનું અવસાન થયું. કસ્તુરભાઈને આનો ભારે આઘાત લાગ્યો. ત્યાર પછી તેઓ દિવાળી અમદાવાદમાં ઊજવતા નહીં પણ કોઈ તીર્થક્ષેત્રમાં જઈ શાંતિ માટે ચિંતન કરતા. અંતિમ વિદામ: 86 વર્ષની પરિપકવ અવસ્થાએ કસ્તુરભાઈને બોલવામાં તકલીફ થઈ અને તા. ૨૦–૧–૧૯૮૦ના રોજ અમદાવાદ મુકામે તેમનું અવસાન થયું. તેમના મૃત્યુના સમાચાર વીજળીવેગે સર્વત્ર પ્રસરી ગયા. સાદી ધોની, ચાદર ઓઢાડીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને સદ્ગતના માનમાં બીજી બધી મિલો બંધ રહી પણ તેમની પોતાની મિલો, તેમની ઇચ્છા પ્રમાણે બંધ ના રહી ! દેશપરદેશથી હજારોની સંખ્યામાં લોકોએ આ બહુલક્ષી વ્યક્તિત્વના ધણી, આર્ષદ્રષ્ટા, ઉદારચેતા, શિક્ષણસંસ્કારના મહાન હિમાયતી, અપ્રતિમ ઉદ્યોગપતિ અને કનિષ્ઠ મહાપુરુષ ઉપર પોતાની શ્રદ્ધાંજલિઓનો ધોધ વરસાવ્યો. કુટુંબ, નગર, પ્રાંત, રાષ્ટ્ર અને સમસ્ત માનવજાતિને એક મહાન હિતેચ્છુના મહાપ્રમાણે નાનામોટા સૌને દિલગીર કરી મૂક્યા. તેમના વ્યક્તિત્વના અંગભૂત બની ગયેલા સદ્ગુણો આપણને અને અન્ય સૌ કોઈને પણ પોતાનું જીવન ઉત્તમ બનાવવા માટે સદાય પ્રેરણા આપતા રહેશે.