SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬, અર્વાચીન જૈન જ્યોતિર્ધરો હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ઈ. સ. ૧૯૧૧માં તેઓ મેટ્રિક પાસ થયા. આ હાઈસ્કૂલમાં સ્વ. બલુભાઈ ઠાકોર અને જીવણલાલ દીવાન જેવા રાષ્ટ્રીય રંગે રંગાયેલા ઉત્તમ શિક્ષકો હતા. તેમની અસર વિદ્યાર્થીઓ પર પણ પડી. આમ નાનપણથી જ તેમનામાં રાષ્ટ્રપ્રેમનાં બીજ રોપાયાં હતાં. ઘરમાં ધર્મપરંપરાના સંસ્કારો સુદઢ હતા. એટલે કસ્તુરભાઈ પોતાનાં બા અને ભાઈબહેનો સાથે દેવદર્શન–તીર્થયાત્રા વગેરે કરતા, જેમાં આબુ, પાલિતાણા અને સમેતશિખરનો પણ સમાવેશ થયો હતો. આમ શિક્ષણ, સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રીયતા આદિ ગુણોનું સંવર્ધન થતું હતું ત્યારે એકાએક તેમના પિતા લાલભાઈનું ઈ. સ. ૧૯૧૨માં મૃત્યુ થયું. આ સમયે કસ્તુરભાઈ ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરતા હતા. પિતાશ્રીએ ઊભો કરેલ મોટો વહીવટ અને મોટા કુટુંબના સુવ્યવસ્થિત પાલન માટે કુટુંબીજનોની સલાહ લઈને કસ્તુરભાઈએ ૧૮ વર્ષની ઉંમરે ઉદ્યોગધંધામાં ઝંપલાવ્યું. જો કે ખાનગી શિક્ષણ લઈને તેમણે અંગ્રેજી ભાષા સારી રીતે શીખી લીધી હતી, જેથી વિદેશપ્રવાસમાં અને ઉદ્યોગવિકાસમાં તે સહાયક થઈ શકે. કાર્યકુશળતા અને ગૃહસ્થાશ્રમ પ્રવેશ : ધંધામાં પ્રથમ ટાઇમકીપર અને પછીથી સ્ટાર્સનું કામ સંભાળવાનું તેમના ભાગે આવ્યું. સ્ટોર્સમાં તે વખતે રૂની જાત અને તેની ગુણવત્તા ઓળખવી એ ખૂબ અગત્યનું કામ હતું. આ કામમાં યુવાન કસ્તુરભાઈ જાતમહેનત અને ખંત દ્વારા જુદાં જુદાં ગામ અને જિલ્લાઓમાં ફરીને નિષણાત બન્યા અને થોડા જ વર્ષમાં દેશના અગ્રગણ્ય રૂ પારખુ નિષણાનોમાં તેઓ ગણાવા લાગ્યા. ઈ. સ. ૧૯૧૪ માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, જેથી કાપડ ઉદ્યોગને ખૂબ ઉત્તેજન મળ્યું. રાયપુર મિલમાં ઉચ્ચ કક્ષાનું કાપડ બનવા લાગ્યું. તેઓએ કેટલાક પાયાના સિદ્ધાંતો નક્કી કર્યા હતા; જેમ કે (૧) માલની ગુણવત્તા ઉચ્ચતમ રાખવી. (૨) લાંબા ગાળાનો લાભ થાય તે રીતે આયોજન કરવું. (૩) રૂ વગેરે કાચો માલ શ્રેષ્ઠ જાતનો વાપરવો. (૪) જે-તે વિભાગનું સંચાલન નિષ્ણાતોને સોંપી તેમને સ્વતંત્રપણે કાર્ય કરવા દેવું. (૫) દલાલો, વેપારીઓ, પૅરહોલ્ડરો અને મદદનીશોને યોગ્ય વળતર મળે, તેમની સાથેનો વ્યવહાર સૌમ્ય અને મૈત્રીપૂર્ણ રહે તેની કાળજી રાખવી. આમ થોડા જ વર્ષોમાં રાયપુર મિલ ભારતની એક શ્રેષ્ઠ મિલ તરીકે ખ્યાતિ પામી. આ અરસામાં ઈ. સ. ૧૯૧૫ ના મે માસમાં તેમનાં લગ્ન અમદાવાદના અગ્રગણ્ય ઝવેરી શ્રી ચીમનલાલ વાડીલાલની સુપુત્રી શારદાબહેન સાથે થયાં. સાદાઈથી ઉજવાયેલા આ લગ્નપ્રસંગ દ્વારા કસ્તુરભાઈએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. નેતાઓનો સંપર્ક : મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, દાદા માવલંકર, દીવાન જીવણલાલ વગેરે નેતાઓના સંપર્કમાં આવવાના આ સમયે મુખ્ય ત્રણ બનાવો બન્યા : (૧) ૧૯૧૮ની મિલમજૂરોની હડતાળ (૨) ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ (૩) ૧૯૨૧નું કોંગ્રેસ અધિવેશન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249029
Book TitleSheth Kasturbhai Lalbhai
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size371 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy