SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ T ૨૯ શ્રેષ્ઠીવર્ય શ્રી કરતુરભાઈ લાલભાઈ મહાજનોની પરંપરા : કસ્તુરભાઈની દસમી પેઢીએ થયેલા શાંતિદાસ ઝવેરીને શહેનશાહ અકબરના ફરમાનથી અમદાવાદનું નગરશેઠપણું મળ્યું હતું. શાહી સન્માન, સંપત્તિ અને ધર્મપ્રેમ માટે તેઓ એક અજોડ પુરુષ હતા, એ હકીકત તેમણે શાહજહાંને મયૂરાસન બનાવવા માટે આપેલ મોટી રકમના ઐતિહાસિક પુરાવા પરથી સહેજે જાણી શકાય છે. આ પરંપરામાં શેઠ હેમાભાઈના મોટા ભાઈ મોતીચંદ થયા જેમના પૌત્રના પૌત્ર શેઠ લાલભાઈ થયા, જે શ્રી કસ્તુરભાઈના પિતાશ્રી થાય. શેઠ લાલભાઈએ ઈ. સ. ૧૮૯૬ માં રાયપુર મિલની સ્થાપના કરી. આ રીતે કસ્તુરભાઈને ગળથુથીમાંથી જ કાપડઉદ્યોગના સંસ્કાર પ્રાપ્ત થયેલા. શેઠ શ્રી લાલભાઈએ પોતાના પ૭ વર્ષના ટૂંકા આયુષ્યમાં પણ આખા કુટુંબની ચાહના મેળવી હતી અને ઘરના નાનામોટા બધા જ સભ્યો તેમની આમન્યા રાખતા. વિનય, વિવેક, વ્યવસ્થા અને શિસ્તપાલનના તેઓ ખાસ હિમાયતી હતા. શેઠશ્રી લાલભાઈના ઘેર, મોહિનીબાની કૂખે તા. ૧૯-૧૨-૧૮૯૪ ના રોજ અમદાવાદમાં કસ્તુરભાઈનો જન્મ થયો હતો. બાળપણ અને શિક્ષણ : કસ્તુરભાઈને બે ભાઈઓ અને ચાર બહેનો હતાં. નાના ભાઈ નરોત્તમભાઈ સાથે તેઓ પતંગ, ક્રિકેટ વગેરે રમતો રમતા. આર. સી. ૨૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249029
Book TitleSheth Kasturbhai Lalbhai
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size371 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy