________________ મ.સા.ના શિષ્યરત્ન પૂ.મુ.શ્રી શ્રુતતિલકવિજયજી મ.સા. (સંસ્કૃત ગ્રન્થો) તથા પૂ.સા.શ્રી દક્ષાશ્રીજી મ.ના. શિષ્યા પૂ.સા.શ્રી ભદ્રજ્ઞાશ્રીજી મ. આદિએ વિશેષ કાળજી રાખી શુદ્ધિ કરી આપેલ છે. જૈન પંડિતોમાં જેમનું આગવું સ્થાન-નામ છે એવા. પંડિતવર્યશ્રી રતીભાઈ ચીમનલાલ દોશીએ શાસ્ત્રસંદેશમાલાના આ ૨૦ભાગનું સમગ્ર મેટર ચેક કરી આપેલ છે. દરરોજ પાંચ-છ કલાક અધ્યયનનું કાર્ય ચાલુ રાખી, અથાગ મહેનત કરી સમયનો જે ભોગ તેઓશ્રીએ આપેલ છે તે પ્રશંસનીય છે. શ્રી સુરત તપગચ્છ રત્નત્રયી આરાધક સંઘે તથા બીજા અલગ અલગ સંઘોએ પોતાના જ્ઞાનદ્રવ્યની નિધિમાંથી ઉદારતાપૂર્વક લાભ લઈ આ કાર્યને વેગવંતુ બનાવેલ છે તે માટે અમો તેઓશ્રીના આભારી છીએ. ટાઈપ સેટીંગ માટે પાયલ પ્રિન્ટર્સ - રાધનપુરના માલિક શ્રી ઈકબાલભાઈ તથા શ્રીજી ગ્રાફીક્સ - અમદાવાદના શ્રી નિકુંજભાઈ પટેલે ઘણી જ ધીરજ અને ખંતથી શ્રી રીઝવાન શેખના સહકારથી આ કાર્યને પૂર્ણતાએ પહોંચાડ્યું છે. પ્રીન્ટીંગ, ટાઈટલ પ્રીન્ટીંગ તથા બાઈન્ડીંગનું કામ શિવકૃપા ઓફસેટ પ્રીન્ટર્સ-અમદાવાદના ભાવિનભાઈએ વિશેષ કાળજીપૂર્વક કરી આપેલ છે. - શાસ્ત્રસદેશમાલા