Book Title: Shastra Sandesh Mala Part 13
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh Mala

Previous | Next

Page 5
________________ સ્વાધ્યાય... ! એક સંજીવની સ્વાધ્યાય એ તો સાધુજીવનનો પ્રાણ છે. સ્વાધ્યાય વિના સાધુ જીવી જ ન શકે. કદાચ જીવી જાય તો એના જીવનમાં જોમ ન હોય. ભણેલું જ્ઞાન ભૂલી જવાય છે. આવેલો વૈરાગ્ય ચાલ્યો જાય છે. એનું મુખ્ય કારણ સ્વાધ્યાયનો અભાવ છે. સ્વાધ્યાય એક સંજીવની છે. જે કામ ક્રોધાદિ શત્રુઓની સાથે સંગ્રામમાં હત–પ્રહત બનેલા આત્માને ફરી સજીવન બનાવે છે. | સ્વાધ્યાય એક અમૃત છે. જે મરણ પથારીએ પડેલા આત્માને અમરતા બક્ષે છે. સાધુ તો સ્વાધ્યાયમાં લયલીન જ હોય... શાસ્ત્રવિરૂદ્ધ ન બોલવું, તે સહેલું કામ નથી. ગીતાર્થો ય ગબડી ગયા, સમજદાર પણ ભૂલી ગયા, લોકોને રાજી કરવાનું મન થાય, એટલે શાસ્ત્ર ભૂલાય, શાસ્ત્રની વાત સાચવવી હોય, અને શાસ્ત્ર કહ્યું તે જ બોલવું હોય તો ખૂબ ખૂબ મક્કમ બનવું પડે. પાસે બેસનારા ચાલ્યા જાય તેની ચિંતા ન હોય, માનનારા ય ખસી જાય, તેની ફિકર ન હોય અને કોઈ ગમે તેમ બોલે તેની ય અસર ન થાય તે જ શાસ્ત્રમુજબ બોલી શકે. ઉપાધ્યાયજી મહારાજે તો સાધુનું સૌથી પહેલું વિશેષણ જ આ મૂક્યું.... સીંધવ: શાસ્ત્રક્રુષઃ શાસ્ત્રની આંખે જોઈ જોઈને ચાલે જોઈ જોઈને બોલે અને જોઈ જોઈને બધું કરે તે જ સાચો સાધુ. -પૂ.આ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 366