Book Title: Shastra Sandesh Mala Part 07
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh Mala

View full book text
Previous | Next

Page 6
________________ વક્તા-શ્રોતાનો યોગ સાર્થક ક્યારે.. ધર્મદેશકે, શ્રોતાના અન્તરમાં વિષય વિરાગની ભાવના જન્મ, કષાયત્યાગ કરવાની વૃત્તિ પ્રગટ થવા પામે, આત્માના ગુણો પ્રત્યે અનુરાગ વધે અને આત્માના ગુણોને ખીલવનારી ક્રિયાઓમાં જ જોડાઈ રહેવાની અભિલાષા પ્રગટે એવી રીતિએ જ વાંચન કરવું જોઈએ. એ રીતિએ વાંચન કરવા છતાં પણ, શ્રોતાની અયોગ્યતાથી વિપરીત પણ પરિણામ આવે, તોય તે ધર્મદેશકને તો એકાત્તે લાભ જ થાય છે. આ જ રીતિએ, શ્રોતાઓએ પણ ધર્મકથાનું શ્રવણ એ જ ઈરાદાથી કરવું જોઈએ કે-“મારામાં વિષયવિરાગ વધો, કષાયત્યાગની વૃત્તિ સુદઢ બનો, આત્માના ગુણો પ્રત્યે સાચો અનુરાગ પ્રગટો અને આત્માના ગુણોને ખીલવનારી ક્રિયાઓમાં મારો જેટલો પ્રમાદ છે તે દૂર થાઓ !" વક્તા-શ્રોતાનો આવો યોગ હોય અને પરમ ઉપકારી મહાપુરૂષોએ રચેલું ચરિત્ર હોય, તો એના વાંચનનું અને શ્રવણનું કેટલું સુન્દર પરિણામ આવે તે વિચારી તો જુઓ! -પૂ.આ.દેવ.શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 238