Book Title: Shastra Sandesh Mala Part 02 Author(s): Vinayrakshitvijay Publisher: Shastra Sandesh Mala View full book textPage 8
________________ સ્વાધ્યાયથી સ્વર્ગના સુખનો અનુભવ...! બધા ગુણોનું મૂળ “સ્વાધ્યાય છે. “સ્વાધ્યાય' એ મહા નિર્જરાનું કારણ છે. માટે જ સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી એમ કહ્યું છે. તપથી નિર્જરા થાય છે. બાહ્ય તપ કરતાં અભ્યત્તર તપથી અધિક અધિક નિર્જરા થાય છે. સ્વાધ્યાય એ અભ્યત્તર તપ છે માટે એ મહાનિર્જરાનું કારણ છે. સ્વાધ્યાય પણ મોટે ભાગે અધ્યાત્મ, ધ્યાન, યોગને સાધી આપનાર આગમાદિ ધર્મશાસ્ત્રોનો જ કરવાનો, તે પણ લાયકાત કેળવીને, ગુર્વાજ્ઞા મેળવીને જ. ધર્મકથા પણ સ્વાધ્યાયમાં જ આવેછતાં વાચતાં પૂર્વે ગુરુની રજા તો જોઈએ જ. ગુરુની રજા વિના એ પણ વાંચવાની નહિ. ધર્મનું જ્ઞાન સ્વરૂપે તારક હોવા છતાં તે ગીતાર્થ ગુરુને સ્વાધીન હોઈ તેમની અનુજ્ઞા મેળવીને જ વંચાય. સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય કર્મ ખપે એમ શાસ્ત્ર કહે છે. આ તો ઉઘાડી વાત છે કે ખપે પણ તમને જ્ઞાનાવરણીય કર્મ નડે છે? જ્ઞાન ભણવું હોય પણ ચડે નહીં અને જ્ઞાનાવરણીય નવું કહેવાય. પણ તમારે તો ભણવું છે જ ક્યાં કે જ્ઞાનાવરણીય નડે છે કે નહિ એની ખબર પડે ! | સ્વાધ્યાયમાં જેનું ચિત્ત લાગી જાય છે એ તો અહીં પણ સ્વર્ગના સુખનો અનુભવ કરે છે. ધર્મકથા સિવાયનો ચાર પ્રકારનો સ્વાધ્યાય તો બધા રોજ કરી શકે તેવો છે. ધર્મકથા નામનો સ્વાધ્યાય કદાચ બધા કરી શકે તેવું ન બને. કારણ કે તેમાં વિશેષ ક્ષયોપશમાદિ શક્તિ અને યોગ્યતા જોઇએ. -પૂ.આ.દેવ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 310