________________
ત્યાર પછી બાદશાહ કાશ્મીરને દિવિજય કરી લાહોર પાછા આવ્યા એક વખતે રાજ સભામાં ધર્મ સંબંધી વાદ વિવાદ થવાથી બાદશાહે આચાર્ય શ્રીને લાવ્યા. ત્યારે આચાર્યશ્રીએ પણ યુક્તિથી ધર્મ અધર્મ પુન્ય પાપ આદી નવતત્વને ભીન્ન ભીન્ન સ્વરૂપ કરી બાદશાહને સમજાવ્યું ત્યારે બાદશાહે પ્રસન્ન થઈ જૈન શાસ્ત્રોક્ત યુગ–પ્રધાન પદવી ગુરૂ મહારાજને અર્પણ કરી અને કહયું કે માનસીંહજીને આચાર્ય પદવી આપી તમારા પાટ ઉપર સ્થાપન કરે ત્યારે શુભ મુહુર્તે શાસ્ત્રોકત વિધિપૂર્વક યુગ પ્રધાન શ્રી જીનચંદ્રસુરીજીએ પિતાને હાથે આચાર્ય પદ આપ્યું અને શ્રી છનસીંહ સુરી નામ સ્થાપ્યું. મંત્રી કર્મચદે સવા કરોડ રૂપીઆ ખરચી નંદી મહોત્સવ કર્યો તે વખતે સમય સુંદર મુનીને તથા ગુણવિનય મુનીને વાચનાચાર્ય પદવી તથા જયસમ મુનીને તથા રત્ન નીધાન મુનીને ગણી પદવી આપી. આ પ્રસંગે બાદશાહે લાહેરમાં એક દિવસ જીવદયા. પળાવી તથા ખંભાતમાંના અખાતમાં બાર મહીના સુધી કેઈએ માછલાં મારવા નહી તેવું કુરબાન બહાર પાડયું. આ પદવી મહત્સવને તમામ ખર્ચ રાજ્યના ખજાનામાંથી લેવાનું બાદશાહે મંત્રીને કહ્યું હતું પણ મંત્રીએ વિચાર્યું કે આ અવસર પાછો નહી મળે તેથી સ્વઉપાર્જીત ધન વાપર્યું. આ મહત્સવ પુર્ણ થયે મંત્રી સંધ સમેત વાજતે ગાજતે કચેરીમાં ગયા અને બાદશાહને રૂપીઆ દશ હજારની ભેટ મુકી, ત્યારે બાદશાહે પુછયું કે આ ભેટ સ્થાનિમીતે છે ત્યારે મંત્રીએ કહ્યું કે આપના હુકમ પ્રમાણે આપની કૃપાથી આ મહામંગલીક કાર્ય માટે હાથે પાર પડ્યું તેની ખુશાલીમાં આ ભેટ છે ત્યારે બાદશાહે મહોત્સવની પ્રસાદી તરીકે ફકત એક રૂપીઓ લીધે અને મંત્રીની ધર્મપ્રધાનની સભા સમક્ષ પ્રશંશા કરી, પછી મંત્રી નીજસ્થાન કે આવી સંધને પહેરામણું તથા યાચકેને નવ હાથી, નવ ગામ, પાંચસે ઘોડા આદી દાન આપી વિદાય કર્યા બાદ યુગપ્રધાન આચાર્યશ્રી છનચંદ્રસુરીજી. પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com