Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 211
________________ (૨૦૨) સોળે ભાવનાનો સારાંશ ૧ અનિત્ય ભાવના–સાંસારિક પદાર્થો, સંબંધ અને સગપણે કાયમ રહેનાર નથી, આત્મિક વસ્તુથી પર સર્વ પગલિક વસ્તુઓ છે તે સ્વરૂપે અનિત્ય છે અને શરીર તથા સગપણ નાશવંત હોઈ આખા જીવનવ્યવહાર વિચારણા માગે છે. ૨ અશરણ ભાવના–આ જીવનમાં અન્યના આધાર પર ટેકે દેવા જેવું નથી. જ્યાં આધાર આપનારનું જ સ્થાયીપણું નથી ત્યાં એ ટેકો કે અને કેટલે આપે? આત્મશ્રદ્ધા અને એની સિદ્ધિમાં વિશ્વાસ રાખી આગળ વધવામાં જ અંતે નિરંતરનો આરામ છે. ( ૩ સંસાર ભાવના-આખા સંસારની રચના જેવા જેવી છે. દુનિયાના પડદા પર આવી, એક રૂપ લઈ, પાઠ ભજવી, પાછા પડદા પાછળ ચાલ્યા જવું, વળી નવું રૂપ લેવું વિગેરે કર્મના પ્રકારે, મનોવિકારના આવિર્ભાવે, સ્વાર્થી, રાગ-દ્વેષની પરિણતિઓ વિચારવાને યોગ્ય છે અને વિચારી એના મર્મમાં ઊંડા ઉતરવાની આવશ્યકતા છે. ૪ એકત્વ ભાવના–આ જીવ એકલો આવ્યો છે, એક જવાનો છે. એના સ્નેહ સંબંધ સર્વ વસ્તુતઃ ખોટા છે, અલ્પ સમય રહેનારા છે; પણ અંતે એને છેડો આવવાનો છે. ચેતનનું એકત્વ સ્થાયી છે અને એનો સાક્ષાત્કાર થતાં એમાંથી ખૂબ આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય તેમ છે. ૫ અન્યત્વ ભાવના–પિતાના આત્મતત્ત્વ સિવાયની સર્વ પદ્ગલિક વસ્તુઓ આત્માથી પર છે. સ્વ અને પરને બરાબર સમજવા ગ્ય છે. સ્વ અને પરનો યથાવત્ ખ્યાલ થતાં આખા ભવચકની ગુંચવણોને નિકાલ થાય છે. પરમાં રાચવું એ અલ્પજ્ઞતા છે. આખરે પર એ પર જ છે. ૬ અશુચિ ભાવના-જે શરીરને પિતાનું માન્યું છે તે

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238