________________
(૨૦૨)
સોળે ભાવનાનો સારાંશ ૧ અનિત્ય ભાવના–સાંસારિક પદાર્થો, સંબંધ અને સગપણે કાયમ રહેનાર નથી, આત્મિક વસ્તુથી પર સર્વ પગલિક વસ્તુઓ છે તે સ્વરૂપે અનિત્ય છે અને શરીર તથા સગપણ નાશવંત હોઈ આખા જીવનવ્યવહાર વિચારણા માગે છે.
૨ અશરણ ભાવના–આ જીવનમાં અન્યના આધાર પર ટેકે દેવા જેવું નથી. જ્યાં આધાર આપનારનું જ સ્થાયીપણું નથી ત્યાં એ ટેકો કે અને કેટલે આપે? આત્મશ્રદ્ધા અને એની સિદ્ધિમાં વિશ્વાસ રાખી આગળ વધવામાં જ અંતે નિરંતરનો આરામ છે. ( ૩ સંસાર ભાવના-આખા સંસારની રચના જેવા જેવી છે. દુનિયાના પડદા પર આવી, એક રૂપ લઈ, પાઠ ભજવી, પાછા પડદા પાછળ ચાલ્યા જવું, વળી નવું રૂપ લેવું વિગેરે કર્મના પ્રકારે, મનોવિકારના આવિર્ભાવે, સ્વાર્થી, રાગ-દ્વેષની પરિણતિઓ વિચારવાને યોગ્ય છે અને વિચારી એના મર્મમાં ઊંડા ઉતરવાની આવશ્યકતા છે.
૪ એકત્વ ભાવના–આ જીવ એકલો આવ્યો છે, એક જવાનો છે. એના સ્નેહ સંબંધ સર્વ વસ્તુતઃ ખોટા છે, અલ્પ સમય રહેનારા છે; પણ અંતે એને છેડો આવવાનો છે. ચેતનનું એકત્વ સ્થાયી છે અને એનો સાક્ષાત્કાર થતાં એમાંથી ખૂબ આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય તેમ છે.
૫ અન્યત્વ ભાવના–પિતાના આત્મતત્ત્વ સિવાયની સર્વ પદ્ગલિક વસ્તુઓ આત્માથી પર છે. સ્વ અને પરને બરાબર સમજવા ગ્ય છે. સ્વ અને પરનો યથાવત્ ખ્યાલ થતાં આખા ભવચકની ગુંચવણોને નિકાલ થાય છે. પરમાં રાચવું એ અલ્પજ્ઞતા છે. આખરે પર એ પર જ છે.
૬ અશુચિ ભાવના-જે શરીરને પિતાનું માન્યું છે તે