SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૩ ) અપવિત્ર પદાર્થોથી ભરેલુ છે. એમાં માંસ, લેાહી, ચરબી, હાડકાં વિગેરે ભરેલાં છે. એનુ રૂપ જોઈને લલચાવાનું નથી. એમાં રાચવા જેવું કાંઇ નથી. એની ચામડીને ઉથલાવી અ ંદરનુ મહાર કાઢ્યુ હાય તેા તે પર થુંકવું પણ ગમે તેમ નથી. ૭ આશ્રવ ભાવના-કર્મ અને આત્માના સ ંબંધ કેવી રીતે થાય છે ? તેના હેતુ ક્યા કયા છે? એ કર્મ આવવાના માર્ગો ક્યા કયા છે? એ આવીને કેવી પરિસ્થિતિ નીપજાવે છે? અને આત્માને શુદ્ધ દશામાંથી ક્યાં ઘસડી જાય છે ? એ આખા કર્મના આય વિભાગ વિચારવા ચેાગ્ય છે. ૮ સવર ભાવના એ કમને આવતાં અટકાવવાના રસ્તા છે. એ રસ્તાઓને એળખવાની જરૂર છે. એને આળખીને એ દ્વારા આવતાં કર્મો બંધ થાય તેા જ કર્મરૂપી જળથી ભરેલુ સરેાવર ખાલી થવાના સંભવ થાય. ૯ નિર્જરા ભાવના નવાં કર્મો આવતાં હાય તે સાંવરથી અટકે, પણ અગાઉથી જે કર્મા લાગેલાં હાય તેને દૂર કરવાને ઉપાય બાહ્ય આભ્યંતર તપ છે, એ તપથી સયમ આવે છે,. સંયમથી કર્મોના નાશ થાય છે અને પરંપરાએ સર્વથા મુક્તિ થાય છે. તેથી તે નિરંતર આદરવા ચેાગ્ય છે. ૧૦ ધમ ભાવના-ધર્મ એ શું ચીજ છે? એના આત્મા સાથે કેવા સંબંધ છે? એનાં વ્યવહાર સ્વરૂપા કેવા છે ? દાન, શીલ, તપ અને ભાવના આંતર આરામ શે છે ? એના વિચાર કરી એ વિચારદ્વારા ધર્મને અપનાવવા અને જીવનને ધર્મમય બનાવવુ. ૧૧ લાવભાવ ભાવના–આ દુનિયાની વ્યવસ્થા વિચારી, એના અનેક સ્થાને સમજી ત્યાં આ પ્રાણી આવે જાય છે, એક ગાડામાંથી ખીજામાં પડે છે, બીજામાંથી ત્રીજામાં પડે છે અને એ રીતે એનુ ચક્રભ્રમણ ચાલ્યા જ કરે છે. એમાં અનિત્ય સુખદુ:ખા થાય છે. એમાં સર્વ કાળની શાંતિનું સ્થાન પણ છે.
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy