________________
( ૨૦૪ )
૧૨ એધિદુલ ભ ભાવના-સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સચ્ચારિત્રને સમજવા બહુ મુશ્કેલ છે, સમજ્યા પછી એની પ્રાપ્તિ મુશ્કેલ છે અને જ્યાં સુધી એની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંસારચક્રના ફેરા અનિવાર્ય છે. ખેાધિરત્નની પ્રાપ્તિ કરવા ચૈાગ્ય છે, એની પ્રાપ્તિ થયા પછી જ ખરૂ આગળ વધી શકાય છે.
૧૩ મૈત્રી ભાવના-આ દુનિયાના સર્વ જીવા સાથે ખભાવ ધ્યાવવા, કાઇ પણ જીવ પાતાના વિરોધી કે દુશ્મન નથી એમ વિચારવું અને જીવનની અસ્થિરતા સમજી કોઇ પણ પ્રાણી સાથે પેાતાને વૈર નથી એવું હૃદયમાં માનવું એ પહેલી મૈત્રી ભાવના છે.
૧૪ પ્રમાદ ભાવના-કાઇ પણ પ્રાણીમાં ગુણ જોઈ આનદ માનવા, એના ગુણુની હૃદયથી પ્રશ ંસા કરવી. ગુણવાન ધન્ય છે, એનું જીવન તેટલા પૂરતું સફળ છે એમ માનવુ, ગુણને ગુણ ખાતર માન આપવું અને જ્યાં હેાય ત્યાંથી ગુણની શેાધ કરી એના ઉપર વારી જવું. એનું નામ પ્રમેાદ ભાવના છે.
૧૫ કરુણા ભાવના-દુનિયાના કાઇપણ દીન, દુ:ખી, પીડાત્ત ને જોઇ એના તરફ હૃદયથી દયા આવે, માનસિક, શારીરિક દુઃખા જોઇ અંતરથી દુ:ખ થાય, આવા દુ:ખમય સંસારમાં પણ પ્રાણી કેમ રાચતા હશે ? એના ખ્યાલ થાય અને બનતા ઉપાયેા કરવા ઉપરાંત જીવાના કરુણ ભાવ તરફ્ વિચારણા દોડે. એનું નામ કરુણા ભાવના છે.
૧૬ માધ્યસ્થ્ય ભાવના-જ્યાં પેાતાના ઉપાય ન ચાલે, સલાહ, શિખામણ કે ભલામણ ન ચાલે તેવા હૃદયદ્રાવક પ્રસ ંગા, વના અને ત્રાસ ઉપજાવે તેવા જીવનના બનાવા તરફ કાં તે બેદરકારી (ઉપેક્ષા ) અથવા શાંત વિચારણાદ્વારા એનુ યેાગ્ય સ્થાન સમજવાની ધીરજ. પાપી પાપ કરે તે માટે ક્રોધના અભાવ પણ સાથે તે તરફ સહાનુભૂતિને પણ અભાવ. એનું નામ માધ્યસ્થ્ય ભાવના.