________________
મુનિશ્રી મણિચંદ્રકૃત આત્મસ્વરૂપ
સક્ઝા
સઝાય ૧ લી
(રાગ કેદારે) જેહને અનુભવ આતમકે, હવે તે ધન્ય ધન્ય રે; સારપણું ચિત્તમાંહી તે ભાવે, ભેદ અભેદ ભિન્નભિન્ન રે ૧
અર્થ–જે જીવને આત્માનો અનુભવ થાય–થયો હોય તેને ધન્ય છે; ધન્ય છે. કારણ કે આત્મસ્વરૂપ સમજવાથી તે જ સારભૂત છે એમ તે ચિત્તમાં ભાવે-સમજે તેમજ આત્માનું ભેદભેદસ્વરૂપ અને ભિન્નભિન્ન સ્વરૂપ પણ તે સમજે. આત્મા ને પરમાત્મામાં ભેદ શા કારણે છે અને અભેદ શા કારણે છે તે સારી રીતે સમજે, આત્મા ને પરમાત્મા સ્વરૂપે તે એક સરખા છે તેથી અભેદપણું છે પરંતુ આ જીવ કમ સહિત છે અને પરમાત્મા કર્મ રહિત છે તેથી તે બંનેમાં ભેદ રહેલો છે. વળી આત્મા આ દેહથી ભિન્ન છે અને અભિન્ન પણ છે તે સમજે. ભિન્ન એટલા માટે કે આત્માનો ગુણ જ્ઞાન છે અને દેહને ગુણ-સ્વભાવ પિદુગળિક ભાવમાં રાચવામાઅવારૂપ છે. તેથી બંને મિત્ર છે અને અત્યારે આત્મા ને દેહ એકરૂપ થઈ ગયેલા છે તેથી અભિન્ન છે.
આ વિચાર જેને આત્માને અનુભવ થયે હોય તેને આવે. ૧ દ્રવ્ય ગુણ પવમેં ખેલે, પરપરિણતિથી ત્યારે રે ? આપસ્વભાવમું આપહી ખેલે,કેવળના જસરેરે.જે ૨