Book Title: Shant Sudharas Part 2 Author(s): Vinayvijay, Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ શેઠ માણેચંદ જેચંદભાઈ (ભાવનગરવાળા) જન્મ સં. ૧૯૪૬ ફાલ્ગન શુદિ ૧૫. આ ગૃહસ્થ પિતાની ઉદારતાને માટે પ્રસિદ્ધ થયેલા છે. અનેક શુભ નિમિત્તોમાં એમણે સારી રકમની સખાવત કરી છે તે આ નીચેના લીસ્ટથી જાણવામાં આવશે. એઓ જાપાનના ઉપનામથી ઓળખાય છે. કોઈ પણ મનુષ્ય એમની પાસેથી નિરાશ થઈને પાછો વળતો નથી. મળેલી લમીને કેમ કૃતાર્થ કરવી તે તેઓ સારી રીતે સમજી શક્યા છે. આ બુક પ્રસિદ્ધ કરવામાં પણ તેમણે રૂ. ૭૫૦) ની રકમની સહાય આપી છે. વળી એઓ કઈ પણ શુભ નિમિત્તમાં સારી રકમ આપીને શ્રમિત થઈ જતા નથી પરંતુ જેવા ને તેવા ઉત્સાહવાળા રહે છે. શ્રી કદંબગિરિ મહાતીર્થમાં નવા બનેલા જિનમંદિરમાં એક મોટા પ્રમાણવાળા જિનબિંબ સ્થાપન કરવાનો આદેશ રૂ.૧૧૦૦૦) થી એમણે આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ મહારાજ પાસેથી મેળવ્યે છે અને તે જિનબિંબની પ્રતિષ્ઠા પ્રસંગે બીજે પણ સા ખર્ચ કરવાની તેમની અભિલાષા છે. લક્ષમી મળ્યા પછી કેટલાક બંધુઓ ઊલટા અનુદાર થાય છે તેવી આ વ્યક્તિ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 570